________________
૧ કાલી ભાર્યાની પુત્રી રયણ, ગાથાપતિ વિજજુ અને વિજજુશ્રી ભાર્યાની પુત્રી વિજજુ, તથા ગાથાપતિ મેહ અને મેહશ્રી ભાર્યાની પુત્રી મેહાનું પણ વૃત્તાંત સમજવું.
હે જબ! એ પ્રમાણે શ્રમણભગવાન મહાવીરે ધર્મકથાને પહેલે વગ કહ્યો છે. હવે તેને બીજે વર્ગ કહી સંભળાવું છું તે સાંભળ.”
આ બીજા વર્ગમાં પણ શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, અને મદના એમ પાંચ અગયને છે. એ પાંચે અધ્યયનને ભાવ કાલીની કથા પ્રમાણે જ સમજી લેવાને છે. માત્ર વિશેષ એ છે કે આ પાંચેનું વાસસ્થાન જિતશત્રુના રાજ્યમાં શ્રાવસ્તી હતું. તે દરેકનાં માતપિતાનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે –
શુંભગૃહપતિ, શુંભશ્રી ભાર્યા,નિશુંભ ગૃહપતિ,નિશુંભશ્રી ભાર્યા; રંભ ગૃહપતિ, રંભશ્રી ભાર્યા; નિર્ભ ગૃહપતિ, નિર્ભશ્રી ભાર્યા, મદન ગૃહપતિ અને મદનશ્રી ભાર્યા.
ત્રીજા વર્ગનાં ૫૪ અધ્યયને છે. તેમાં (૧) ઇલા (૨) સતેરા (૩) સૌદામિની (૪) ઈંદ્રા (૫) ઘના (૬) વિદ્યુત – નામની દક્ષિણના ૯ ઇદ્રોમાંના દરેકની છ છ અગમહિષીઓ ગણવી અને તેમનું વૃત્તાંત કાલીની કક્ષા પ્રમાણે જ સમજવું. માત્ર તેમનું નિવાસસ્થાન વારાણસી ગણવું. એટલે ૫૪ અધ્યયન થશે.
ચોથા વર્ગમાં પણ ૫૪ અધ્યયને છે. તેમાં (૧) રૂચા (૨) સુરુચા (૩) રુકંસા (૪) રુચકાવતી (૫) રુચકાંતા (૬) રુચપ્રભા-નામની ઉત્તરના ૯ ઇંદ્રામાંના દરેકની છ છ અગ્રમહિષીઓ ગણવી અને તેમનું વૃત્તાંત પણ કાલીની કથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org