________________
૧૭ ઘેડાએ
[ આઈહુણ3 શ્રમણભગવાન મહાવીરે કહેલે નાયાધમ્મકહાના સેળમાં અધ્યયનને અર્થ જા. તે હવે તેને સત્તરમાં અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બોલ્યા –
હત્થિસીસ નગરમાં કનકકેતુ નામે રાજા હતો. ત્યાં કેટલાય સમૃદ્ધ અને વ્યવહારચતુર વહાણવટી વાણિયાઓ રહેતા હતા. એકવાર તે વહાણવટીઓ વહાણે ભરી વેપાર કરવા લવણસમુદ્રને પ્રવાસે ઊપડ્યા.
સમુદ્રમાં કેટલાંચ જ ગયા પછી મેટી આંધી ઊપડી અને આગળ કહેલા માર્કદિપુત્રોની જેમ તેમની હેડીએ ડાલવા તથા ભમવા લાગી. વહાણના નિજામાં હતબુદ્ધિ થઈ ગયા અને વહાણે ક્યાં લઈ જવાં તેને વિચાર ન કરી શક્યા.
તે વખતે કેટલાક કુક્ષિધારે, કર્ણધારે, ગભિલકે અને વહાણવટીએ તે નિજામાને કહેવા લાગ્યા, “હવે શું કરવું? આ વહાણે તૂટું તૂટું થઈ રહ્યાં છે.”
કાંઈ સૂઝ ન પડી એટલે ભય પામેલા તેઓએ ઇંદ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, વૈશ્રમણ, ભૂત, યક્ષ, રાક્ષસ વગેરેની
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org