________________
ગુરુથી પાક એ જ પર અત
૧૩૦
ધર્મકથાઓ ગુરુણી પાસે ૧૧ અંગે ભણી અને ઉગ્ર તપ, સંયમ તથા શીલ સાથે ત્યાં જ પાંડુમથુરાની આસપાસ વિહરવા લાગી.
તે વખતે અરિષ્ટનેમિ અહંત સૌરાષ્ટ્ર દેશમાં તપ અને સંચમથી આત્માને વાસિત કરતા વિહરતા હતા. લોકો પાસેથી તેમના સૌરાષ્ટ્રવિહારની વાત સાંભળીને યુધિષ્ઠિર વગેરે પાંચે અનગાએ ત્યાં જવાને વિચાર કર્યો.
પિતાના ગુરુની અનુમતિથી તેઓ પાંડુમથુરાના સહસામ્ર વનથી નીકળીને, ગામેગામ ફરતા ફરતા, હથ્થકમ્પક નગરની બહારના સહસ્ત્રાગ્ર વનમાં આવીને ઊતર્યા.
ત્યાં યુધિષ્ઠિર સિવાયના ચાર અનગારેએ નગરમાં ભિક્ષા લઈને પાછા આવતાં સાંભળ્યું કે અરિષ્ટનેમિ અહંત
તો ઉજજયંત શિલના ૧૫ શિખર ઉપર જઈને કાળધર્મ પામ્યા છે. એટલે તેમણે પાંચે જણે ભેગા થઈને શત્રુંજય પર્વત ઉપર જવાનો વિચાર કર્યો. તેમણે આણેલે આહાર ચોગ્ય સ્થળે પરઠવી દીધો અને તે પહાડ ઉપર જઈને તેઓ તપ કરતા રહેવા લાગ્યા. તથા તપ, સંયમ, ત્યાગ, અનાસક્તિ વગેરે ગુણોને સંપૂર્ણપણે ખીલવીને, કાળ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા.
દ્રૌપદી આર્યા પણ શુદ્ધ ભાવે બહુ સમય સુધી સંયમને પાળતી બ્રહ્મલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી મહાવિદેહવાસ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
“હે જંબુ ! તપની પાછળ જે આસક્તિ હોય તો તે ગમે તેવું ઉગ્ર હોય છતાં ચિત્તશુદ્ધિ કરી શકતું નથી, એ વસ્તુ દ્રૌપદીનું દષ્ટાંત આપીને આ સેળમાં અધ્યયનમાં ભગવાન મહાવીરે સમજાવેલી છે; તે મેં તને કહી.” એમ આર્ય સુધર્મા બેલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org