________________
૧૬ અપરકંકા નગરી
[અવરકાર છે શ્રમણભગવાન મહાવીરે કહેલે નાયાધમ્મકહાના પંદરમા અધ્યયનનો અર્થ જાણ્યો; તે હવે તેના સેળમાં અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જંબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બેલ્યા :–
ચંપા નગરીમાં વેદવેદાંગાદિ શાસ્ત્રમાં પ્રવીણ એવા સેમ, સેમદત્ત અને સમભૂતિ નામના ત્રણ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. તેમને અનુકમે નાગશ્રી, ભૂત શ્રી અને યક્ષશ્રી નામે ભાર્યાએ હતી.
તે ત્રણે ભાઈઓ એટલા બધા સમૃદ્ધ હતા કે કાંઈ પણ ઉદ્યોગ કર્યા સિવાય બેઠાબેઠ ખાધા કરે તે પણ સાત પેઢી પહોંચે તેટલું ધન તેમની પાસે હતું.
એક વાર તેમને વિચાર છે કે આપણી પાસે આટલું બધું ધન છે, ત્યારે આપણે જુદી જુદી રસોઈ ન કરતાં વારાફરતી એક એકને ઘેર જમીએ અને સુખથી રહીએ.
એ પ્રમાણે એક વાર નાગશ્રીનો વારો આવ્યો. તેણે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનું વિપુલ ભેજન તૈયાર કર્યું. પરંતુ ચૂકથી શરદ ઋતુની કડવી દૂધીનું શાક બનાવ્યું. રાઈ તૈયાર થઈ ગયા બાદ તેને આ વાતની ખબર પડી.
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org