________________
૧૩: દેડકે પછી દિવસ જતાં અસંયમીઓના સહવાસને કારણે તે ધીરે ધીરે પોતાના સંયમમાં શિથિલ થવા લાગ્યો. એક વાર જેઠ માસમાં નિર્જળે અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) સ્વીકારીને તે પિતાની પૌષધશાળામાં રહ્યો હતો. છેલ્લે દિવસે તેને અત્યંત તૃષા અને સુધા લાગી. પણ તે અસંયત અને આસક્ત થયો હોવાથી ભૂખ અને તરસ વખતે સમભાવ ટકાવી રાખવાને બદલે અત્યંત વ્યાકુળ થઈ ગયે.
તે વખતે તેને વિચાર આવ્યો કે, જે લોકોને પીવા માટે કે નાહવા માટે વાવે, પુષ્કરિણીઓ અને તલાવડીઓ ખણાવે છે, તેઓને ખરે ખર ધન્ય છે. હું જેમ અત્યારે તૃષાથી પીડાવું છે, તેમ અનેક પ્રવાસીઓ આવા સખત તાપમાં તરસથી તરફડતા હશે. તેઓને માટે એ વા અને તલાવડીઓ આશીર્વાદ સમાન છે.
આમ વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે, આવતી કાલે સવારે જ એક મેટું ભંટણું લઈ હું રાજા પાસે જઈને તેની સંમતિ મેળવી એક મોટી પુષ્કરિણું ખોદાવીશ.
સવાર થતાં જ તે પ્રમાણે તેણે રાજા પાસે જઈને તેને વિનંતિ કરી – “હે મહારાજ ! આપ અનુમતિ આપે તે નગરની બહાર, ભાર પર્વત પાસે, વાસ્તુશાસ્ત્રીઓ બતાવે તે જગ્યાએ હું એક મેટી પુષ્કરિણી ખેદાવવાની ઈચ્છા રાખું છું.”
રાજાએ તેમ કરવાની તેને ઘણું ખુશીથી રજા આપી.
ત્યાર બાદ તેણે વૈભાર પર્વતની પાસે સમચોરસ, સરખા કાંઠાવાળી, અનેક જાતનાં પુષ્પોથી સુગંધિત અને પુપેની ગંધથી છકેલા ભમરા તથા સારસ વગેરે અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org