________________
૧૩ દેડકો
[મંડ૧] શ્રમાણુભગવાન મહાવીરે કહેલો નાયાધમ્મકહાના બારમા અધ્યયનને અર્થ જા; તે હવે તેના તેરમાં અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું.
આર્ય સુધર્મા બોલ્યા –
રાજગૃહ નગરની બહાર ગુણશિલક નામે ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિકરાજા રાજ્ય કરતું હતું. તે સમયે ગામેગામ ફરતા ફરતા સંયમ અને તપથી આત્માને વાસિત કરતા શ્રમણુભગવાન મહાવીર પોતાના ચૌદ હજાર શ્રમણ સાથે ત્યાંના ગુણશિલક ચિત્યમાં આવીને ઊતર્યા.
ત્યાં એકવાર સૌધર્મક૯૫ના દરાવતંસક નામના વિમાનમાં રહેનારે દદુર નામને તેજસ્વી દેવ તેમની ભક્તિ કરવા આવ્યા.
તે દેવનું દિવ્ય તેજ જોઈને ભગવાનના મોટા શિષ્ય તેમને પૂછયું – “હે ભગવન ! એ દેવે એવું અદ્ભુત તેજ શાથી મેળવ્યું?”
ભગવાન બોલ્યાઃ – “હે ગૌતમ ! આ નગરમાં પહેલાં મેટી રિદ્ધિવાળો અને વ્યવહારકુશળ નંદ નામે એક મેટે મણિયાર રહેતા હતા. તે વખતે એક વાર ફરતે ફરતે હું આ નગરમાં આવી ચડ્યો. નંદ મણિયારે મારું પ્રવચન સાંભળી મારી પાસે શ્રમણોપાસકને ધર્મ સ્વીકાર્યો.
૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org