________________
દિષ્ટ અને ખાધ
૧
શ્રી. પૂજાભાઈ એ જૈનસાહિત્યપ્રકાશન માટે વિદ્યાપીઠને જે સખાવત આપી છે, તેની યેાજનાને અનુસરીને જૈન આગમેને ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવાનું પ્રકાશનસમિતિએ નક્કી કર્યું. તે પ્રમાણે આગમનું પ્રથમ પુસ્તક પ્રસિદ્ધ કરતાં અમને આનંદ થાય છે. ભગવતીસૂત્રના અનુવાદમાં મૂળ અને ટીકા બન્નેના અનુવાદથી શરૂઆત કરી હતી. આગળ જતાં ટીકાને અનુવાદ છોડી દેવા એ જ યેાગ્ય લાગ્યું હતું. એ જૂના અનુભવને લીધે થાડું આગળ વધીને આ અનુવાદમાં મૂળના પણુ કંઈક સક્ષેપ કરવે! એમ નક્કી કર્યું છે. કેમકે, મૂળમાં બૌદ્ધમંથ જેટલા વિસ્તાર ભલે ન હેાય તેાય કેટલાંક વહુને તે ક્રૂરી રીતે એ જ આવે છે. અનુવાદના ઉદ્દેશ મૂળ ગ્રંથ આગળ રાખી તે શીખવામાં વિદ્યાથી ઓને મદદ થાય એવા નથી; પણ સામાન્ય વાચકાને જન આગમમાં આવેલી વસ્તુ પ્રામાણિક અનુવાદમાં જ સીધી રીતે મળી શકે એવા છે. તેથી આ અનુવાદ સ્વતંત્ર રીતે પ્રસિદ્ધ કર્યો છે. પેાતે કરેલા ગીતાને અનુવાદ પણ મૂળ વગર સ્વતંત્ર રીતે પ્રસિદ્ધ કરવાને આગ્રહ ગાંધીજીએ એ જ કારણે રાખ્યા છે. અનાસક્તિયેાગને સ્વતંત્ર ઉપયાગ થાય, પારાયણ પણ સ્વતંત્ર થાય એવી એમની
ઈચ્છા છે.
ધર્મતત્ત્વનું ગ્રહણ કરવાની દરેક જમાનાની ઢબ કંઈક જુદી હેાય છે. ઘેાડા દિવસ પહેલાં મૂળ જેવું હોય એવા જ એને અનુવાંદ
११
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org