________________
द्वाविंशिका
• પ્રસ્તાવના :
I
% હીં
અહં નમઃ ||
પ્રસ્તાવના
આધુનિક કાળમાં આધુનિક ચિંતકો પોતે જાતે વિચારણાઓ કરી પોતાની સ્વછંદ બુદ્ધિથી અનેક જાતની રજુઆતો અનેક પ્રકાશક માધ્યમો દ્વારા કરતા હોય છે પરંતુ તેમાંની મોટા ભાગની વિચારણાઓના પાયાના સિદ્ધાંતો જ ખોટા હોય છે. આશરે ૩૫૦ વર્ષો પૂર્વે થયેલા વાદકુલશિરોમણિ પરમપૂજ્ય મહામહોપાધ્યાય યશોવિજયજી જેને આપણે “ઉપાધ્યાયજી' તરીકે ઓળખીએ છીએ. તેમણે પોતાની વિદ્વત્તાથી અનેકગ્રંથો તૈયાર કર્યા જેમાં અનેક વિવાદોના સાચા-ખોટાપણા અંગે સુંદર માહિતી પૂરી પાડી છે. આજના કાળના “ભિખારીઓને દાન આપવાથી તેઓ મફતનું ખાવાની વૃત્તિવાળા થાય છે. આથી દાન ન આપવું, “માતા-પિતાની સંપત્તિ પર છોકરાઓનો સંપૂર્ણ હક્ક છે', “જેને ખાવા ન મળતું હોયરહેવાની જગ્યા ન મળતી હોય એવા દીક્ષા લે છે' વગેરે અનેક ચિંતનોની સામે પડકારરૂપ આ ‘દ્વાત્રિશદ્ દ્વાત્રિશિકા' ગ્રંથ છે. મોટા ભાગના જૈનો આવા વિવાદોના સાચા ઉકેલ-સાચા જ્ઞાનથી અજાણ છે. કેટલાક જૈનો પણ કદાચ મહામહોપાધ્યાયજીને ઓળખતા જ નહિ હોય. કેમ કે આજના કાળના લોકોને જેટલી વ્યવહારિક જ્ઞાનની ગરજ છે તેટલી ધાર્મિક જ્ઞાનની ગરજ નથી. ઉપાધ્યાયજી મ.સા.ના ઘણા ગ્રંથો તર્કથી એટલા બધા ગૂઢ હોય છે જે સામાન્ય ભણેલાને તો કાંઈ મગજ જ કામ ન કરે. તેવા જીવોના ઉપકાર માટે વર્તમાનકાળના પૂ.યશોવિજયજીએ તેમના (ઉપાધ્યાયજીના) ઘણા ગ્રંથો પર સંસ્કૃત ટીકા તેમજ ગુજરાતી કે હિન્દી અનુવાદ કરી પ્રકાશિત કર્યા છે. ખરેખર ગ્રંથની પંક્તિઓને લઈ તેના સચોટ અર્થ બેસાડી વિસ્તાર કરવો- સમજાવવું ઘણું જ કઠિન હોવા છતાં ઘણું સરળ બનાવી એવી રીતે માર્ગદર્શન આપ્યું છે જેથી નવા અભ્યાસીઓને ઘણી અનુકૂળતા થઈ શકે. દ્વાત્રિશત્ દ્વાર્કિંશિકા પ્રકરણના પ્રસ્તુત સાતમા ભાગમાં ૨૭-૨૮-૨૯-૩૦ એમ કુલ ચાર બત્રીસીઓનું વિવેચન સમાવેશ પામે છે.
ઉપાધ્યાયજીએ ૨૭મી બત્રીસીમાં ભિક્ષુના અનેક વિશેષણો દ્વારા ભિક્ષુનું (=સાધુનું) સ્વરૂપ, તેની આરાધનાદિનું સુંદર વર્ણન કર્યું છે. શરૂઆતના કેટલાક શ્લોકોથી ભાવભિક્ષુનું નિરૂપણ કર્યા બાદ છેલ્લા શ્લોકોમાં દ્રવ્યભિક્ષુ અંગે જણાવ્યું છે. આજના કાળના કેટલાક નાસ્તિકવાદીઓ વગેરે જૈન સાધુને ભિખારી તરીકે માને છે અને મફતની ભીખ મેળવનારાની છાપ મારે છે. આ બત્રીસીમાં દ્રવ્ય-ભાવભિક્ષુની જાણકારી આપી જૈન સાધુ ભાવભિક્ષુ છે અને ભિખારી કરતા કે સંસારની સર્વ વ્યક્તિઓ કરતાં અતિ ઉચ્ચકક્ષાનો માનવી છે, ઉચ્ચતમ સાધક છે- એમ સાબિત કરી બતાવ્યું છે. ઉપરાંતમાં સાધુનું આખું જીવન કેટલી ઉચ્ચ કક્ષાનું હોય છે? તે બતાવ્યું છે. છ કાયજીવોની રક્ષા કરે, પાંચ મહાવ્રતોનું પાલન કરે, અનેક પરિષદો સહન કરે તે સાધુ કહેવાય. માંદગીમાં પણ શરીરના મમત્વથી રહિત હોય તે સાધુ કહેવાય. આગળ ઉપર ભિક્ષુના એકાર્થિક નામો તથા ભિક્ષુના લિંગો બતાવવા દ્વારા સાધુઓને પણ ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે.
ઉપાધ્યાયજીએ ૨૮મી દીક્ષા બત્રીસીમાં “દીક્ષા અંગે સુંદર વાતો જણાવી પૂર્વની બત્રીસીનો અધિક વિસ્તાર કરી બતાવ્યો છે. દીક્ષા શબ્દનો વ્યુત્પત્તિ અર્થ બતાવતા “દી-કલ્યાણને આપનારી, ક્ષા-અકલ્યાણનો નાશ કરનારી' એમ જણાવ્યું છે. ત્યાર બાદ દીક્ષાના અધિકારી વગેરે અલગ અલગ વિષયો પર સુંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org