________________
द्वात्रिंशिका
• ૨૭ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર
15
તે રીતે વિનયી સાધક સ્પર્શજ્ઞાનના પ્રતાપે ટૂંક સમયમાં પરમાત્મસ્વરૂપે પરિણમી જાય છે. આ રીતે સર્વ યોગોમાં વિનય સર્વાનુગમ શક્તિના કારણે મુખ્ય યોગ છે. જેમ કે તમામ મિષ્ટાન્નોમાં પડતો શેરડીનો રસ (= સાકર કે ગોળ) મુખ્ય છે તેમ આ વાત સમજવી. માટે જ પ્રશમરતિમાં વિનયને જિનશાસનનું મૂળ કહેલ છે. જેમ સૂર્યકિરણોથી અંધકાર નાશ પામે છે તેમ વિનયથી બધો દોષો નાશ પામે છે. કૂરગડુ મુનિ અને ગૌતમસ્વામી આના જ્વલંત દૃષ્ટાંતો છે. ભૂમિમાં દાટેલ મહાનિધાન લેતા પહેલાં અધિષ્ઠાયક દેવનો ધૂપ-દીવો વગેરેથી વિનય કરવો જોઈએ. બાકી તે મહાદોષ માટે થાય છે. તે રીતે શાસ્રગ્રહણ સમયે ગુરુવિનય માટે સમજવું. બધા યોગમાં વિનયની મુખ્યતા જણાવવા માટે જ કૃતાર્થ એવા પણ તીર્થંકર ભગવાન સમવસરણમાં તીર્થને નમસ્કાર કરીને જ ધર્મદેશના કરે છે. નિર્દોષગોચરી વગેરેમાં તત્પર એવા પણ જે સંયમીઓ વિનયનો ઉચ્છેદ કરે છે તેઓ તો મોક્ષમાર્ગનો જ ઉચ્છેદ કરે છે. જે દ્રવ્ય-ક્ષેત્ર વગેરે અનુકૂળ બને તે રીતે યથાશક્તિ, સામેની વ્યક્તિના પદ-ગૌરવઉપકાર વગેરેને ઓળખીને શાસ્ત્રાનુસારે અહોભાવથી વિનય કરે છે તેની પાસે મોક્ષલક્ષ્મી સામે ચાલીને આવે છે. (ગા.૨૬-૩૨)
વલિભુક્તિવ્યવસ્થાપન દ્વાત્રિંશિકા : ટૂંક્સાર
૨૯મી બત્રીસીમાં વિનયનું સાંગોપાંગ તલસ્પર્શી નિરૂપણ ગ્રંથકારશ્રીએ કર્યું. તેવો વિનય, શક્તિ છૂપાવ્યા વિના, પાળતા-પાળતા ઉપાસકને કેવલજ્ઞાન સંપ્રાપ્ત થાય છે. તે કેવલજ્ઞાની કેવલજ્ઞાનમાં જણાય તે મુજબ, નિયતિવશ જીવોની યોગ્યતા અનુસારે ધર્મદેશનાદિ દ્વારા ઉપકાર કરે છે. તથા ક્ષુધાદિના નિવારણ માટે કવલાહાર પણ કરે છે. આ શ્વેતાંબર માન્યતા છે. પરંતુ આ વાત સાંભળીને ખળભળેલા દિગંબરો કહે છે કે શ્વેતાંબરમાન્ય કેવલી કવલાહારી હોવાથી કૃતાર્થ નથી. તેથી આ બત્રીસીમાં કેવળજ્ઞાની વાસ્તવમાં કવલાહાર કરે કે નહિ ? તે બાબતની વિસ્તારથી ગ્રંથકારશ્રીએ ચર્ચા કરેલ છે. ‘કેવલી ગોચરી ન વાપરે' આવું દિગંબરનું માનવું છે. અને કેવલી ગોચરી વાપરે આવો શ્વતાંબરોનો અભિપ્રાય છે. અહીં મહોપાધ્યાયશ્રી દિગંબરોની માન્યતા ઉપર પોતાની તેજાબી કલમ ફેરવે છે.
30
-
દિગંબર મત
કેવલી ગોચરી ન વાપરે. કારણ કે
(૧) કેવલી અઢાર દોષથી મુક્ત હોય. અઢાર | (૧) દોષમાં ક્ષુધાનો સમાવેશ થાય છે. માટે તેઓ ગોચરી ન વાપરે. (શ્લોક.૧)
Jain Education International
(૨) જો કેવલીને ભૂખનું દુઃખ માનો તો આત્માના | (૨) ગુણસ્વરૂપ અવ્યાબાધ સુખની ગેરહાજરી થશે. માટે ભૂખનું કલંક તેમને ન હોય. (શ્લોક.૧)
•
શ્વેતાંબર મત
કેવલી ગોચરી વાપરે. કારણ કે
અઢાર દોષ ઘાતિકર્મજન્ય છે અને ક્ષુધા તો અઘાતિકર્મજન્ય છે. માટે ચાર અઘાતિકર્મના ઉદયવાળા કેવલીને ક્ષુધા હોય અને ગોચરી પણ વાપરે. (શ્લોક.૭)
જો ભૂખનું દુઃખ અવ્યાબાધ સુખનો વ્યાઘાત કરવાથી કલંક હોય તો મનુષ્યપણું પણ સિદ્ધત્વ દશા પ્રગટ થવામાં બાધક હોવાથી કેવલીમાં કલંકસ્વરૂપ બનશે. માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org