________________
१५६६ • બયાન્તોલાદરવિવાર. •
द्वात्रिंशिका-२३/९ ત - “अतोऽग्निः क्लेदयत्यम्बुसन्निधौ दहतीति च। 'अबग्निसन्निधौ तत्स्वाभाव्यादित्युदिते तयोः ।। कोशपानादृते ज्ञानोपायो नाऽस्त्यत्र युक्तितः । विप्रकृष्टोऽप्ययस्कान्तः स्वार्थकृदृश्यते यतः ।।"
(વોટ્ટ.સ.૧૩-૧૪) | | योगदृष्टिसमुच्चये- 'अत' इति 'कोशे'ति च । तद्वृत्तिस्त्वेवम् → यतो नाऽर्वाग्दृग्गोचरोऽधिकृतस्वभावः अतः = अस्मात् कारणात् 'अग्निः क्लेदयति। अध्यक्षविरोधपरिहारायाह- 'अम्बुसन्निधौ इति । दहति चाम्बु । न प्रतीतिबाधेत्याह- तत्स्वाभाव्यात् तयोः = अग्न्यम्बुनोः इति उदिते सत्यपि परवादिना (यो.दृ. स.९३ वृत्ति) किम् ? इत्याह- कोशपानादृते = कोशपानं विना ज्ञानोपायो नाऽस्ति अत्र = स्वभावव्यतिकरे युक्तितः = शुष्कतर्कयुक्त्या । 'कश्चिदपरो दृष्टान्तोऽप्यस्याऽर्थस्योपोबलको विद्यते न वा?' इत्याह विप्रकृष्टोऽपि अयस्कान्तः = लोहाऽकर्ष उपलविशेषः स्वार्थकृत् = लोहाऽऽकर्षादिस्वकार्यकरणशीलः दृश्यते यतः । लोके स हि विप्रकृष्ट एव, न सन्निकृष्टः; लोहमेव न ताम्रादि, आकर्षत्येव न कर्तयति । तदित्थमस्येव अग्न्यादीनां तथास्वभावकल्पनं केन बाध्यते? न केनचिदिति भावनीयम् ૯ (યો..૩.૨૪ વૃત્તિ) રૂતિ સારરૂ/ પ્રશ્ન થઈ નથી શકતો કે દૂર રહેલ પાણી જ શા માટે દાહસ્વભાવ ધરાવે, નિકટવર્તી અગ્નિ કેમ નહિ ?' સ્વભાવની પાસે કોઈ પ્રશ્ન ન ચાલી શકે. બાકી તો ખાંડનો જ કેમ મધુર સ્વભાવ છે ? કારેલાનો કેમ નહિ ? આવા ઢગલાબંધ પ્રશ્નોની વણઝાર ઊભી થશે. તથા “પાણીનો સ્વભાવ ઠારવાનો જ છે, બાળવાનો નહિ.” - આ બાબતનો નિર્ણય કરાવી આપે તેવો કોઈ વિશેષ ગુણધર્મ પાણીમાં જણાતો નથી. આમ વિનિગમનાવિરહ હોવાથી પણ પાણીનો અગ્નિસાન્નિધ્યમાં દાહસ્વભાવ માની શકાય છે. આવું કુતર્કના જોરથી પ્રતિવાદી સિદ્ધ કરે ત્યારે વાદી કશું બોલી શકતો નથી. તેથી તો યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “વસ્તુસ્વભાવ છદ્મસ્થ જીવનો વિષય નથી. માટે પ્રતિવાદી એમ કહે કે પાણીના સાન્નિધ્યમાં અગ્નિ ભીંજવે છે. તથા અગ્નિના સાનિધ્યમાં પાણી બાળે છે ત્યારે વાદીએ કહેવું પડે કે “તું સોગંદ ખાઈને કહે કે આનો આવો સ્વભાવ છે. કારણ કે આપણે સ્વભાવને જાણી શકતા નથી, તથા યુક્તિ ઉપર ભરોસો રાખી શકાય તેમ નથી.” ત્યારે સોગંદ ખાવા પૂર્વક કુતર્કવાદી કહી શકે છે કે અમે જે સ્વભાવ બતાવ્યો તે સાચો જ છે. કારણ કે દૂર રહેલ જ લોહચુંબક લોખંડને ખેંચવાનું પોતાનું કાર્ય કરે છે.” (૨૩/૯)
વિશેષાર્થ :- સામાન્યથી એમ કહેવાય છે કે જે માણસ ખોટો હોય તે સોગંદ ખાવા તૈયાર ન થાય. જે સાચો હોય તે જ સોગંદ ખાવા તૈયાર થાય. આ કારણે જે સોગંદ ખાય તે સાચો છે – એવું માની શકાય. સ્વભાવની બાબતમાં આવું જ છે. સ્વભાવ આપણે જાણી શકતા નથી. માટે સામેનો માણસ સોગંદ ખાય તેના દ્વારા જ વસ્તુસ્વભાવનો નિર્ણય થઈ શકે. વસ્તુના સ્વભાવને જાણવા માટે સોગંદ વિના અન્ય કોઈ ઉપાય નથી. તથા કુતર્કવાદી તો દુઃસાહસ કરીને, ખોટા સોગંદ ખાઈને પોતાને મનફાવતી વસ્તુની સ્વભાવનો આધાર લઈને સિદ્ધિ કરી શકશે. માટે કુતર્કનો આશરો લેવો મુમુક્ષુ १. प्रकृते च योगदृष्टिसमुच्चये 'अम्बग्नि...' इति पाठो विद्यते । नार्थभेदः कश्चिद् ।
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org