________________
१७५०
• साताऽसातबन्धविचारवैफल्यम् • द्वात्रिंशिका-२५/२६ काल्पनिकत्वेनैवैतन्मतं, अन्यदपीत्थं दूषयन्नाहनृपस्येवाऽभिधानाद्यः सातबन्धः प्रकीर्तितः । अहिशङ्काविषज्ञानाच्चेतरोऽसौ निरर्थकः ।।२६।।
नृपस्येति । नृपस्येव = तथाविधनरपतेरिव अभिधानाद् = ‘राजाऽयमिति भणनरूपाद् यः सातबन्धः = सुखसम्बन्धरूपः प्रकीर्तितः नित्येऽप्यात्मनि परैः । अहिनाऽदष्टस्याऽपि तथाविधप्रघट्टकवशाद् अहिशङ्काविषज्ञानाच्चेतरः = असातबन्धः । असौ निरर्थकः, कल्पनामात्रस्याऽर्थाऽसाधकत्वादेव ।।
: = પતિષ્મત્તે સાચ્ચશ્વ કમ્યુપસ્થત રૂત્તિ શેષ: | સાતિવશ્વઃ = છાત્પનિ:सम्बन्धः । कल्पनामात्रस्य = बाधिताऽर्थगोचरकल्पनाया अर्थाऽसाधकत्वादेव = वास्तविकाऽर्थाऽननुमापकत्वादेव । પણ ફેરફાર ક્યારેય થઈ શકતો નથી. તેથી આત્મામાં અવિદ્યા કે બુદ્ધિતત્ત્વનો સંયોગ પણ ઉત્પન્ન થઈ જ ન શકે. તેથી આત્મામાં બુદ્ધિસંયોગ પણ કાલ્પનિક સિદ્ધ થશે. તથા તેનું કારણ અવિદ્યાદિ
ક્લેશ પણ આત્મામાં કાલ્પનિક જ બનશે. તથા અવિદ્યાનો ઉચ્છેદ પણ કાલ્પનિક બનશે. આમ પુરુષમાં સંસાર, સંસારનું કારણ અને સંસારનાશનું કારણ, સંસારનાશ-આ બધું જ પાતંજલ મતમાં કાલ્પનિક બનશે. જો કે પાતંજલમતમાં સંસાર, સંસારકારણ વગેરે પ્રકૃતિગત તરીકે વાસ્તવિક જ છે. પ્રકૃતિગત સંસાર વગેરેનો પુરુષમાં ઉપચાર થાય છે. પરંતુ ગ્રંથકારશ્રી કહે છે કે પ્રકૃતિનો સંસાર અને મોક્ષ થવો શક્ય નથી, કારણ કે પ્રકૃતિ તો જડ છે. તથા પ્રકૃતિના મોક્ષ માટે પુરુષ પ્રયત્ન કરે એ શક્ય નથી. માટે પ્રકૃતિગત સંસારસ્વરૂપ મુખ્ય પદાર્થ જ અસિદ્ધ છે, પ્રમાણથી સિદ્ધ નથી. માટે પુરુષમાં તેનો ઉપચાર કરવો વ્યાજબી નથી. જે ચીજ ક્યાંય પણ સિદ્ધ ન હોય તેનો અન્યત્ર ઉપચાર થઈ ન શકે. વળી, સંસારને પ્રકૃતિગત માનવામાં ન આવે તો પણ બૌદ્ધદર્શન અને વેદાન્તદર્શન મુજબ અવિદ્યાનિર્મિત માની શકાય જ છે. માટે પાતંજલમતમાં સંસાર, સંસારોચ્છેદ, સંસારોચ્છેદહેતુ, સંસારકારણ -આ બધું જ કાલ્પનિક બની જશે. (૨૫/૧૫). કાલ્પનિક હોવાથી પાતંજલમતને તથા અન્યમતને પણ આ રીતે દૂષિત કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે –
જ કલ્પના અર્થસાધક નથી - જેન જ ગાથાર્થ :- રાજાની જેમ કહેવાથી જે સાતબંધ (સાતાવેદનીય બંધ) તથા સાપની શંકાથી વિષજ્ઞાનથી અસાતાનો બંધ કહેવાયેલ છે તે નિરર્થક છે. (૨પ/ર૬)
ટીકાર્થ :- તથાવિધ રાજાની જેમ “આ રાજા છે” આવું કહેવાથી સાતબંધ (= સાતા વેદનીય સંબંધ) = સુખસંબંધ એકાંત નિત્ય એવા પણ આત્માને વિશે પાતંજલ વિદ્વાનો અને સાંખ્ય વિદ્વાનો વડે કહેવાયેલ છે તે નિરર્થક છે. તથા સાપ વડે પંખાયેલ ન હોવા છતાં તેવા પ્રકારના કોઈક પ્રસંગના લીધે કરડનારી ચીજમાં સાપની શંકા હોવાથી “સાપ કરડી ગયો’ આવી ઝેરસંબંધી ભ્રાન્ત બુદ્ધિથી અસાતાનો બંધ = દુઃખસંબંધ પરદર્શનીઓ વડે કહેવાયેલ છે તે નિરર્થક છે. કારણ કે કલ્પનામાત્ર તો અર્થસાધક ન જ બની શકે. ૨. દસ્તાવ “..નાન્ ચય:' ત્યશુદ્ધ: 8: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org