________________
१७१२ • માત્મળતામીમાંસા •
द्वात्रिंशिका-२५/८ द्वितीयेऽपि क्षणादूर्ध्वं नाशादन्याऽप्रसिद्धितः । अन्यथोत्तरकार्याङ्गभावाऽविच्छेदतोऽन्वयात् ।।८।।
द्वितीयेऽपीति । द्वितीयेऽपि पक्षे नैरात्म्याऽयोगतो नैतदिति सम्बन्धः । क्षणादूर्ध्वं क्षणिक
नन्वस्तु तर्हि आत्मनो वस्तुत्वेऽपि क्षणिकत्वम्, येन सत्येव धर्मिणि तद्धर्माणां चिन्ता सफला स्यात् । 'नैरात्म्यं = क्षणिक आत्मा' इत्यत्रैवाऽस्माकं तात्पर्यादिति द्वितीयपक्षे बौद्धाऽभ्युपगते सति ग्रन्थकृदाह- 'द्वितीय' इति । 'आत्मा क्षणिक एवेति द्वितीयेऽपि पक्षे नैरात्म्यवादिभिः कक्षीक्रियमाणे नैरात्म्याऽयोगतो न एतद् मतं युक्तं इति षष्ठकारिकातोऽत्र सम्बन्धः = शब्दसंसर्गः अन्वेयः । જ્ઞાનભિન્ન કોઈ પદાર્થ સતું નથી. માટે કોઈ પણ પદાર્થ મળે ત્યારે ખુશ થવાની કે નાશ પામે ત્યારે નાખુશ થવાની કોઈ જરૂર નથી.
આ બાબતમાં ગ્રંથકારશ્રી કહે છે કે ઉપરોક્ત વાત તત્ત્વનિરૂપણની દૃષ્ટિએ વ્યાજબી નથી. કારણ કે જ્ઞાનની જેમ જ આત્મા પણ વાસ્તવિક પદાર્થ છે; સ્વતંત્ર પદાર્થ છે. કુંવારી કન્યાને પુત્ર સ્વપના ઉદાહરણથી નૈરામ્યવાદનું સ્થાપન કરવું વ્યાજબી નથી. આનું કારણ એ છે કે કુંવારી કન્યા પણ દુનિયામાં વાસ્તવિક પદાર્થ છે તથા પુત્ર પણ જગતમાં વાસ્તવિક પદાર્થ છે. જગતમાં પુત્ર નામની ચીજ કોઈ પણ સ્ત્રી પાસે ન જ હોય તો ક્યારેય પણ કુંવારી કન્યાને પુત્રજન્મ કે પુત્રમરણ વગેરેનું સ્વપ્ર આવી શકે નહિ. કુંવારી કન્યાને જે પુત્રજન્મનું સપનું આવે છે ત્યાં વાસ્તવિક કુંવારી કન્યા કોઈક માતાના વાસ્તવિક પુત્રમાં સ્વપુત્રત્વ ગુણધર્મનો આરોપ કરીને સ્વપુત્રજન્મ વગેરે સપનાને જુએ છે. અર્થાત્ તે સ્વમ બે વાસ્તવિક પદાર્થમાં આરોપિત સંબંધનું અવગાહન કરે છે. પરંતુ નૈરામ્યવાદનું સમર્થન તે રીતે થઈ શકે તેમ નથી. કારણ કે આત્મા જ્ઞાનદ્વૈતવાદી તે વાસ્તવિક પદાર્થ નથી; પ્રમાણસિદ્ધ વસ્તુ નથી. તેથી આત્માનો ક્યાંય પણ આરોપ થવો શક્ય નથી કે આત્મામાં કોઈનો પણ આરોપ થવો શક્ય નથી. આમ અનુયોગી-પ્રતિયોગી અન્યતર સ્વરૂપે આત્માનું આરોપિત ભાન અશક્ય હોવાથી નિરામ્યવાદમાં મોક્ષ, મોક્ષસાધનાની વિચારણા થવી વાસ્તવમાં અસંગત છે. દુનિયામાં ક્યાંય પણ ક્યારેય પણ જે ચીજનું અસ્તિત્વ જ ન હોય તેનું જ્ઞાનમાં ભાન-ભાસન થવું જ્ઞાનાદ્વૈતવાદીમતે પણ માન્ય ન બની શકે. માટે જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ આત્માનો અભાવ માનીને નૈરાભ્ય દર્શાવે છે તે અસંગત છે - આમ ગ્રંથકારશ્રી પ્રથમ વિકલ્પને લક્ષમાં રાખીને જણાવે છે. (૨૫/૭)
ફ એનંતક્ષણિક્તા બાધિત • જેન જ “આત્મા ક્ષણિક હોવાથી નૈરાન્ય માન્ય છે અર્થાત્ આત્મા ક્ષણભંગુર હોવાથી ન હોવા બરાબર છે. આવું જણાવવા માટે “નૈરાભ્ય' બતાવાય છે.” આવા બીજા વિકલ્પનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે –
ગાથાર્થ :- બીજા વિકલ્પમાં પણ ક્ષણવાર પછી આત્માનો નાશ થવાથી અન્ય અન્વયી અંશ પ્રસિદ્ધ ન હોવાના લીધે નૈરામ્ય સંગત થતું નથી. બાકી તો ઉત્તરકાલીન કાર્ય પ્રત્યે કારણ થવા સ્વરૂપે વિચ્છેદ ન થવાથી અન્વય માનવાની આપત્તિ આવશે. (૨૫૮)
ટીકાર્થ - “આત્મા ક્ષણિક હોવાથી નૈરાભ્ય માન્ય છે' - આવા બીજા વિકલ્પમાં પણ નૈરાભ્ય સંગત ન થતું હોવાથી નૈરાશ્ય પદાર્થ તાત્ત્વિક નથી – આ પ્રમાણે છઠ્ઠી ગાથા સાથે સંબંધ જોડવો. જો આત્માને ક્ષણિક માનવામાં આવે તો ક્ષણ વાર પછી ક્ષણિક એવા આત્માનો નાશ થવાથી તે પછીની અવ્યવહિત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org