________________
१५५२
• मिथ्यात्वमन्दतायां कदाग्रहविलयः • द्वात्रिंशिका-२२/३२ ધ્વનિ એક જ છે અને પ્રારંભિક કક્ષાએ સાધનાનું બાહ્ય સ્વરૂપ/કર્મકાંડના બાહ્ય આકાર-પ્રકાર દરેક સંપ્રદાયના જુદા જુદા હોવા છતાં, અંતે, બાહ્ય ભાવથી ઉપરત બની અપ્રમત્તપણે પોતાની ચિત્તવૃત્તિઓનું શોધન/તટસ્થ અવલોકન અને પરમતત્ત્વનું અનુસંધાન કરવા સ્વરૂપ સાધના સૌને સ્વીકાર્ય છે અને એ જ મુક્તિનો સર્વમાન્ય ઉપાય છે. આથી, પૂર્વે વિભિન્ન માર્ગે સાધનામાં પ્રવૃત્ત રહેલા અલગ અલગ મત-પંથનાયે મુમુક્ષુ સાધકો જ્યારે આ ભૂમિકાને સ્પર્શે છે ત્યારે મતાગ્રહ તજી એ સૌ અંતર્મુખ બની જાય છે, અને તત્ત્વનો સાક્ષાત્કાર પામવાના લક્ષ્ય ચિત્તને શુદ્ધ, સમ અને ઉપશાંત કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આથી, સંકલ્પ-વિકલ્પની અલ્પતા અને “અહં'નું બહુધા અનુત્થાન-એ બેમાં પ્રગતિ થતાં, વ્યક્ત શુદ્ધ આત્માનુભવ માટેની ભૂમિકા તૈયાર થાય છે અને એમને તેની કંઈક ઝાંખી અહીં પ્રાપ્ત
થાય છે.
. પહેલે ગુણઠાણે રહેલો સાધક આમ ક્રમશઃ આત્મવિકાસ કરતો રહે તો, કોઈ ધન્ય પળે આત્માનુભૂતિ પામી, તે સ્થિરા નામની પાંચમી કે તેનાથી ઉપરની યોગદષ્ટિને પામે છે. ગુણસ્થાનકની અપેક્ષાએ જોતાં, સ્વાનુભૂતિ મળતાં તે પહેલા ગુણઠાણેથી સીધો ચોથા- અવિરત સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાને કે આગળ વધીને યાવતું સાતમે ગુણસ્થાને જઈ પહોંચે છે. આ અંગે વિશેષ જાણકારી મેળવવા માટે “આત્મજ્ઞાન અને સાધનાપથ” તથા “સંવેદનની સરગમ' પુસ્તક વાંચવાનું સૂચન કરવાનું મન થાય છે.
દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા મહાગ્રંથની ઓગણીસથી બાવીસ બત્રીસીનું ગુજરાતી વિવેચન દ્વાáિશિકા પ્રકાશ) પરમપૂજ્ય ન્યાયવિશારદ સંઘહિતચિંતક ગચ્છાધિપતિ સ્વ.ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમપૂજ્ય શાસનપ્રભાવક પદ્મમણિતીર્થોદ્ધારક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણીવરના શિષ્ય મુનિ યશોવિજય દ્વારા દેવ-ગુરુ-ધર્મકૃપાથી સહર્ષ સંપન્ન થયેલ છે.
જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org