________________
१५५०
• રતિમોહનીયપ્રમાવપ્રયનમ્ ૦
द्वात्रिंशिका - २२/३२
← (વૈ..સ્ત. ૨/૧૩૩-૧૩૮, વૈ.તિ. ૧/૧૩૨-૧૩૪) કૃતિ નિરૂપિતમ્ । તેન → ૩:વરૂપેલુ भोगेषु सुखबुद्धौ सम्यग्दृष्टेर्मिथ्यात्वाऽऽपत्तिः, विपर्यस्तबुद्धित्वादिति ← निरस्तम्, मिथ्यात्वोदयविरहेण भोगेषु यत्वभाने सत्यपि तादृशसुखाभिमानस्य रतिमोहनीयजन्यत्वात् । तदुक्तं वैराग्यकल्पलतायां → अस्याः प्रभावात् प्रथते जनानां दुःखात्मभोगेषु सुखाऽभिमानः ← (वै.क.ल. ५ / ६२३) इति । 'अस्याः મોહનીયપ્રતે તેઃ' કૃતિ શમ્ ।।૨૨/રૂ૨||
यज्ज्ञानाग्निरशेषां हि भ्रान्तिं भस्मीकरोति तत् । रोचते वेद्यसंवेद्यपदं वै परमं महः | 19 | इति मुनियशोविजयविरचितायां नयलतायां तारादित्रयद्वात्रिंशिकाविवरणम् ।। २२ ।।
=
જીવને અવેઘસંવેદ્યપદ જીતવાનું વિધાન કરતું નથી. પણ તે જે કામ કરવાનો છે તેનો અનુવાદમાત્ર કરવાનું કામ આગમ કરે છે. મતલબ કે પ્રસિદ્ધ-સુનિશ્ચિત વાતને આગમ રજુ કરે છે. યોગની પ્રથમ ત્રણ ષ્ટિમાં આવો ઉપદેશ ન આપવાનું કારણ એ છે કે અયોગ્યને કરવામાં આવેલ આદેશ-વિધાનઉપદેશ-પ્રેરણા-ટકોર સફળ થતી નથી. મિત્રા-તારા-બલા દૃષ્ટિમાં રહેલો જીવ અવેઘસંવેદ્યપદ જીતવાને યોગ્ય નથી. તથા સ્થિરા-કાંતા-પ્રભા-પરા દૃષ્ટિમાં રહેલા જીવને અવેઘસંવેદ્યપદ જીતવાની જરૂર નથી. દીપ્રાર્દષ્ટિમાં રહેલા જીવો જ અવેઘસંવેદ્યપદને જીતવા માટે યોગ્ય છે. માટે અહીં અવેઘસંવેદ્યપદને જીતવાની વાત કરી. ચોથી ષ્ટિમાં રહેલો જીવ પણ પ્રતિપાતને પતનને સન્મુખ હોય તો અવેઘસંવેદ્યપદને જીતી શકતો નથી. માટે પરમાનંદસ્વરૂપ મોક્ષસુખને ઈચ્છનારા એવા દીપ્રાદષ્ટિવર્તી જીવનો ઉલ્લેખ અહીં ગ્રંથકારશ્રીએ કરેલો છે. (૨૨/૩૨)
* બીજી તારાદૃષ્ટિનો હળવો પરિચય
સત્સંગ, સદાચારમાં પ્રવૃત્તિ અને શ્રવણ-વાંચન કરતાં કરતાં મુમુક્ષુના અંતરમાં તત્ત્વજિજ્ઞાસા પ્રગટે છે; ત્યારે માત્ર શ્રવણ-વાંચનથી સંતોષ ન માનતાં, મોક્ષમાર્ગનું હાર્દ પામવા માટે તે સ્વયં ચિંતનમનન કરે છે. પહેલી યોગષ્ટિમાં રહેલ આત્મા આગમપ્રધાન હોય છે- અર્થાત્ મુક્તિના ઉપાયોના જ્ઞાન માટે તે શાસ્ત્ર અને ‘ગુરુ' પ્રત્યે મીટ માંડે છે; જ્યારે બીજી યોગષ્ટિમાં આવેલો આત્મા તર્કપ્રધાન બને છે- તત્ત્વનું અર્થાત્ બંધ અને મોક્ષના રહસ્યનું જ્ઞાન મેળવવા તે મથે છે. તથા ‘જ્ઞાન’ અને ‘ક્રિયા’નું હાર્દ પામવા તે ઊંડું મંથન કરે છે. (બત્રીસી ૧૪/૯-૧૩) ઉપદેશ સાંભળીને કે શાસ્ત્રો વાંચીને તે બેસી નથી રહેતો પણ તેના હાર્દ સુધી પહોચવાનો પ્રયત્ન કરે છે- તત્ત્વગવેષણા કરે છે- સત્ય પામવા તે જાતે વ્યાપક ખોજ આદરે છે. અહીં એને શબ્દની/શાસ્ત્રની અને બુદ્ધિની/તર્કની મર્યાદા સમજાઈ જાય છે. આથી, શાસ્ત્રજ્ઞાન વધવા છતાં તે વિનમ્ર બને છે અને પોતાના જ્ઞાનનું કે બુદ્ધિનું જરા પણ ગુમાન ન રાખતાં, સાધનામાર્ગે આત્માર્થી મહાત્માઓના માર્ગદર્શનને તે સ્વીકાર્ય અને આઠેય ગણે છે. “શાસ્ર ઘણાં મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ.” એ સમજ એના અંતરમાં પ્રગટી ચૂકી હોય છે.
મોક્ષમાર્ગનું હાર્દ માત્ર શ્રવણ-વાંચન-શાસ્ત્રાધ્યયન વડે નહિ પણ આંતર-વિશુદ્ધિ અને યોગસાધના વડે જ પ્રાપ્ય છે- એ તથ્ય આ ભૂમિકાસ્થિત મુમુક્ષુના અંતરમાં વસી ગયું હોવાથી, ધ્યાનાદિ અંતરંગ યોગસાધના-જે આચાર્યાદિની મુખ્ય પ્રાણસાધના મનાઈ છે- તેને વિશે અનહદ જિજ્ઞાસા રહે છે. સાથોસાથ, તેની પોતાની ધર્મપ્રવૃત્તિમાં રહેતી ન્યૂનતા/સ્ખલના તેને ખૂબ ખટકે છે. આમ છતાં, યમ-નિયમપૂર્વક પવિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org