________________
18.
• ૧૯ થી ૨૨ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका (ગા.૩૨) આ રીતે યોગદષ્ટિના પીઠબંધનું સંક્ષેપમાં સુંદર નિરૂપણ મહોપાધ્યાયજી મહારાજે પ્રસ્તુત બત્રીસીના છેલ્લા સાત શ્લોકમાં કરેલ છે.
૨૧. મિત્રદ્વાબિંશિક : ટૂંક્યાર મિત્રા દૃષ્ટિમાં દર્શન = તત્ત્વબોધ મંદ હોય છે. પૂર્વે જીવ ઓઘદૃષ્ટિમાં હતો. તે હવે યોગદષ્ટિમાં પ્રવેશ્યો છે. અહીં તેનામાં આત્મગુણરુચિ પ્રગટે છે. ભોગસુખમાં તેને કંટાળો આવે છે. તેને યોગના અંગ રૂપે “યમ” મળેલ હોય છે. પ્રભુભક્તિ અને ગુરુસેવા કષ્ટ વેઠીને પણ તે પ્રેમથી કરે છે. તેવા જીવોને આચારભ્રષ્ટ કે પાપી જીવો પર પણ દ્વેષ થતો નથી. (ગા.૧) અહિંસા-સત્ય વગેરે પાંચ યમને આવો જીવ દેશ-કાળ વગેરેમાં છૂટછાટ વિના સંપૂર્ણપણે સ્વીકારે છે. આથી તેના માટે યમ સાર્વભૌમ = મહાવ્રત બને છે. (ગા.૨) યોગવિરોધી હિંસા વગેરે વિતર્ક કહેવાય. તેની પ્રતિપક્ષી અહિંસા વગેરેની ભાવનાથી તે વિતર્કોને અટકાવી શકાય છે. માટે તેને યોગના અંગ કહેવાય છે. (ગા.૩)
પાતંજલદર્શન મુજબ યમના અવાજોર પ્રકાર દર્શાવવા ગ્રંથકારશ્રી જણાવે છે કે વિતર્ક ક્રોધ, લોભ કે મોહથી ઉત્પન્ન થાય છે. તે ક્રોધાદિ મૂદુ, મધ્ય કે અધિક માત્રામાં હોઈ શકે. આમ તેના નવ ભેદ થયા. તેના કરણ, કરાવણ અને અનુમોદનથી કુલ (૯ X ૩) “ર” પ્રકાર થાય છે. તેમાં મૂદુ વગેરે માત્રામાં ત્રણ પ્રકારની તરતમતા ગણતા ર૭ X ૩ = ૮૧ પ્રકાર પડે. તેને હિંસાદિ પાંચથી ગુણતા ૮૧ x ૫ = ૪૦૫ ભેદ પડી શકે. (ગા.૪) “અનંત દુઃખ વગેરે ફળવાળા વિતર્કો છે” એમ નિરંતર ધ્યાન કરવાથી અહિંસાદિ યમો પ્રકર્ષને પામે છે. આ યમ સિદ્ધ થવાથી સાપ-નોળીયા જેવા જન્મજાત વેરી હિંસક પ્રાણીઓ પણ તેના સાનિધ્યમાં વૈરને છોડે છે. બાકીના સત્યાદિ ચાર યમ (મહાવ્રત) સિદ્ધ થવાથી શું ફળ મળે ? તેની વાત પણ મહોપાધ્યાયજી મહારાજે, પાતંજલ યોગદર્શન મુજબ, જણાવેલ છે. (ગા.૫-૬)
પોતાના ધર્મને અનુસારે અહિંસા વગેરેને મિત્રાદેષ્ટિવાળો જીવ સ્વીકારે પછી પુણ્યોદયે જૈન સદગુરુનો સમાગમ થતા જિનાગમમાં જણાવેલ યોગબીજોને તે પોતાની આત્મભૂમિમાં વાવે છે. જિનેશ્વરને વિશે પ્રીતિયુક્ત ચિત્ત, તેમને વાણી દ્વારા નમસ્કાર તથા સંશુદ્ધ પ્રણામાદિ કાયિક વ્યાપાર સર્વોત્કૃષ્ટ યોગબીજ છે. સર્વોત્કૃષ્ટ હોવાનું કારણ એ છે કે તેનો વિષય = અરિહંત પરમાત્મા સર્વોત્કૃષ્ટ છે. (ગા.૭-૮) ચરમપુદ્ગલપરાવર્તમાં જીવમાં મિથ્યાત્વ, સંજ્ઞા, વિષયાસક્તિ વગેરે અત્યંત ઘટવાથી ઉપાદેય બુદ્ધિથી ગ્રહણ કરાતા યોગબીજ શુદ્ધ હોય છે. (ગા.૯) તે યોગબીજની આસક્તિ જીવને તે ગુણસ્થાનકની ભૂમિકાએ ટકાવી રાખે છે. (ગા.૧૦) સાતમા વગેરે ગુણસ્થાન ઉપર આરૂઢ થયેલ સરાગી યોગી આંશિક વીતરાગદશાના અનુભવથી અપૂર્વ આનંદ અનુભવે છે તેમ મિથ્યાત્વ મોહનીયના ઉદય વાળા મિત્રાદષ્ટિમાં રહેલા જીવ યોગબીજની શુદ્ધિના અનુભવથી અપૂર્વ આનંદને અનુભવે છે. (ગા.૧૧)
ચૂલા પર ચડેલા મગની પાકવાની શરૂઆત થઈ જાય તેમ યોગબીજને મેળવનાર જીવની શુદ્ધિની ક્રિયા ચાલુ થઈ જાય છે. જો નિયતિ વક્ર ન હોય અને બીજા સહકારી કારણો અનુકૂળ હોય તો તે જીવનો મોક્ષ થવામાં વાર નથી લાગતી. આમ સંશુદ્ધ ચિત્ત જીવની સંસારની શક્તિના ઉદ્રકનો નાશ કરનાર થાય છે તથા કાલાંતરે ગ્રંથિ સ્વરૂપ પર્વતને અવશ્ય તોડનાર બને છે. (ગા.૧૨) તાત્ત્વિક ગુણોથી શોભતા આચાર્યાદિ વિશે “હું આમને વંદન કરૂં આવું કુશલચિત્ત શુદ્ધ કહેવાય. પણ અંગારમર્દક જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org