________________
18 - • ૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંકસાર •
द्वात्रिंशिका સંખ્યાતા સાગરોપમ જેટલી મોહનીયની સ્થિતિ ઘટાડતો જીવ સર્વવિરતિ - ઉપશમશ્રેણિ – ક્ષપકશ્રેણિ - કેવળજ્ઞાન અને મોક્ષને મેળવે છે. (ગા.૩૦) આગળ ગ્રંથકારશ્રી કહે છે કે અંતરંગ ધર્મપુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થનાર ભાવચારિત્રના પાંચ લક્ષણો છે. (૧) માર્થાનુસારિતા = સદ્ભાગી એવો અંધ વિના તકલીફ જંગલ પાર કરે તે રીતે વિશિષ્ટ જ્ઞાન ન હોય તો પણ ચારિત્રધર શુભ કર્મના બળે પાપત્યાગ કરી મોક્ષ મેળવે છે. (૨) શુદ્ધ અનુષ્ઠાન વિશે તીવ્ર શ્રદ્ધા હોય. (૩) ઉપદેશમાં રતિ = ઉપદેશ સાંભળવાની અને આચરવાની તીવ્ર આસક્તિ, (૪) ગુણરાગ અને (૫) શક્ય પ્રવૃત્તિ (ગા.૩૧) તીર્થકરોએ બતાવેલ દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રમાં યોગની પ્રવૃત્તિ ઉત્કૃષ્ટ આનંદથી વ્યાપ્ત થવી જોઈએ. તો જ ભાગ્ય અને પુરુષાર્થ બન્ને ભેગા થઈને પોતાનું કાર્ય = મોક્ષ સાધી શકે. એવું સોનેરી સન્માર્ગદર્શન કરાવી મહોપાધ્યાયજી મહારાજે ૧૭મી બત્રીસી પૂર્ણ કરેલ છે. (ગા.૩૨)
ભાગ્ય અને ઉદ્યમની ચર્ચા ખૂબ જ રોચક હોવા છતાં તથા તેને પારદર્શક રીતે સમજવી અત્યંત આવશ્યક હોવા છતાં મહોપાધ્યાયજી મહારાજની ભાષામાં જેમણે પ્રસ્તુત મીમાંસાને માણવી હોય તેમને નવ્યન્યાયનો તથા નયનો ઊંડો અભ્યાસ હોવો ખૂબ જ આવશ્યક છે. પરંતુ જેમને નવ્ય ન્યાયનો જરા તથાવિધ અભ્યાસ ન હોય તેમજ નયનો પણ ઊંડો અભ્યાસ ન હોય તેવા જીવો આ મીમાંસાને પારદર્શક રીતે માણી શકે તે આશયથી નવ્ય ન્યાયની પરિભાષાથી દૂર રહી, મહોપાધ્યાયજી મહારાજનો આશય જળવાઈ રહે તે રીતે પ્રસિદ્ધ સરળ લૌકિક ઉદાહરણો દ્વારા ૧૭મી બત્રીસીનો ટૂંકસાર અમે અહીં રજૂ કરેલ છે. એની વાચક વર્ગે ખાસ નોંધ લેવી.
૧૮. યોગભેદદ્વાચિંશિક : ટૂંક્યાર યોગવિશારદોએ અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયને યોગ કહેલ છે. (ગા.૧) ઉચિત પ્રવૃત્તિથી યુક્ત જીવનું જિનવચનાનુસારે થતું તત્ત્વચિંતન કે જે મૈત્રી વગેરે ભાવોથી સંયુક્ત હોય, તે ચિંતન અધ્યાત્મ કહેવાય. (ગા.૨) મૈત્રી = બીજાના સુખની ઈચ્છા. તે ચાર પ્રકારે છે. (૧) ઉપકારી વિશે. (૨) નાલપ્રતિબદ્ધ એવા માતા, પિતા, કાકા, મામા વગેરે સ્વજનો વિશે. (૩) આશ્રિત વર્ગ વિશે અને (૪) સર્વ જીવો વિશે. (ગા.૩) કરુણા = બીજાના દુઃખોને દૂર કરવાની ઈચ્છા. તેના ચાર પ્રકાર છે. (૧) મોહથી, જેમ કે રોગીને અપથ્ય આપવાની ઈચ્છા. (૨) દીન-હીન-દુ:ખી જીવોને જોવાથી પ્રગટે છે. (૩) સુખી એવા પ્રીતિપાત્ર જીવોને સંસારના દુઃખોથી બચાવવાની તથા મોશે પહોંચાડવાની ભાવના. (૪) પ્રીતિનો સંબંધ ન હોય તેવા પણ જીવો પર કરુણા ભાવના. (ગા.૪).
મુદિતા = આનંદ. તેના ચાર ભેદ છે. (૧) જેનું પરિણામ ખરાબ હોય પણ તાત્કાલિક સારું જણાય તેવા આપાતરમ્ય સુખમાં આનંદ. દા.ત. અપથ્ય આહાર વાપરતાં થતો આનંદ. (૨) જેનું પરિણામ સારું છે તેવા વિશિષ્ટ પ્રકારના સુખમાં આનંદની લાગણી. દા.ત. પરિમિત પથ્ય આહારના સુખમાં થતી રતિ. (૩) નિરંતર દેવ અને મનુષ્યભવની પ્રાપ્તિસ્વરૂપ સાનુબંધ સુખનો આનંદ અને (૪) સર્વ જીવોના પ્રકૃષ્ટ = અવ્યાબાધ સુખમાં પ્રમોદ. (ગા. ૫) મધ્યસ્થપણું = ઉપેક્ષા. તે પણ ચાર પ્રકારે થાય છે. (૧) કરુણાથી. જેમકે અપથ્ય ખાતા રોગીને અટકાવવાથી તેને દુઃખ થાય માટે તેની ઉપેક્ષા કરવી. (૨) અનુબંધથી. જેમકે અઠવાડિયામાં લાંબી ઓળી ઉપાડવાનો હોય એવો શિષ્ય અત્યારે નવકારશી કરે તો ગુરુ તેને તપની પ્રેરણા કરવાના બદલે તેની ઉપેક્ષા કરે તે (૩) નિર્વેદથી. જેમકે અસાર એવા સાંસારિક સુખને વિશે યોગીની ઉપેક્ષા (૪) તત્ત્વચિંતનથી. જેમકે “વસ્તુ રાગ-દ્વેષનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org