________________
• वेदत्वं न प्रामाण्यप्रयोजकं •
१०७३ अथ वेदत्वमेव प्रामाण्यप्रयोजकमित्यभ्युपगमो' यावद्वेदप्रामाण्याऽभ्युपगमः स्यादित्यत आहप्रामाण्ये च वेदत्वं न प्रयोजकं किं तु सत्यत्वं एव, लोकशब्दस्याप्यविसंवादिनः प्रमाणत्वादिति श्रद्धामात्रमेतदिति न किञ्चिदेतत् ।।३१।। ____ अथ 'वेदत्वमेव प्रामाण्यप्रयोजकमि'त्यभ्युपगमो हि यावद्वेदप्रामाण्याभ्युपगमः स्यात्, न तु 'स्वस्वतात्पर्येऽन्यागमानुपजीव्यतात्पर्येऽयौक्तिकाऽऽगमाऽसंवादितात्पर्य वा वेदाः प्रमाणम्' इत्यभ्युपगमः इति चेत्? मैवम्, प्रामाण्ये च = खलु वेदत्वं न प्रयोजकं = नैव परम्परया निमित्तं, किन्तु सत्यत्वं = तद्वति तत्प्रतिपादकत्वमेव परमार्थतः प्रामाण्यप्रयोजकम् । तच्च जैनागमेष्वस्त्येवेति तत्प्रामाण्याभ्युपगन्तुः सम्यग्दृष्टेः शिष्टत्वमव्याहतमिति भावः। सत्यत्वस्य प्रामाण्यप्रयोजकत्वं समर्थयति- लोकशब्दस्यापि अपिशब्देनाऽऽप्तोक्ताऽऽगमपरिग्रहः, अविसंवादिनः प्रमाणत्वात् । वेदत्वस्य शाब्दप्रामाण्यप्रयोजकत्वे त्वविसंवादिलोकवचने प्रामाण्याऽव्याप्तिरेव स्यादिति श्रद्धामात्रं = युक्त्यनुमान-लोकव्यवहारादिबाधितान्धश्रद्धामात्रं एतत् = 'वेदत्वं प्रामाण्यप्रयोजकमिति स्वीकरणं इति न किञ्चिदेतत् ।।१५/३१ ।।।
પૂર્વપક્ષ - યાવદપ્રમાણનો સ્વીકાર એટલે “વેદત્વ જ પ્રામાણ્યપ્રયોજક છે'- આવો સ્વીકાર કરવો તે. જૈન વિદ્વાનો વેદવને પ્રામાણ્યપ્રયોજક માનતા ન હોવાથી સર્વવેદપ્રામાણ્યસ્વીકાર તેઓએ કર્યો ન કહેવાય. માટે અતિવ્યાપ્તિનો અવકાશ નહિ રહે.
જ પ્રામાણ્યપ્રયોજક વેદત્વ નહિ; સત્યત્વ છે ઉત્તરપક્ષ :- શાસ્ત્રગત પ્રામાણ્ય પ્રત્યે વેદત્વ કાંઈ પ્રયોજક નથી પણ સત્યત્વ જ પ્રયોજક છે. (મતલબ કે “આ શાસ્ત્ર પ્રમાણ છે. કારણ કે તે વેદશાસ્ત્ર છે' આવું સમીકરણ વ્યાજબી નથી. પરંતુ
આ શાસ્ત્ર પ્રમાણ છે. કારણ કે તે સત્ય છે આવો નિયમ માનવો બરાબર છે. વેદત્વ હોવા માત્રથી તેમાં પ્રામાણ્ય આવી જાય તેવું માનવું વધુ પડતું છે. કોઈ પણ વાત જો સત્ય હોય તો તેને પ્રમાણભૂત માનવી જોઈએ. આમ વાણીમાં રહેલ પ્રામાણ્ય સત્યત્વને આધારિત છે- એવું ફલિત થાય છે.) કારણ કે લૌકિક શબ્દો પણ જો વિસંવાદી ન હોય તો પ્રમાણભૂત જ છે. “વૈદિકવચન જ પ્રમાણ છે, બીજા શબ્દો નહિ'- આવી માન્યતા તો અંધશ્રદ્ધામાત્ર જ છે. માટે “વેદત્વને પ્રામાણ્યપ્રયોજક માનો તો સર્વવેદમાં પ્રામાણ્ય સ્વીકાર્યું કહેવાય'- આ વાત જરાય વ્યાજબી નથી. (૧૫/૩૧)
વિશેષાર્થ - વેદના વચનોને જૈન વિદ્વાન પોતાની રીતે પ્રમાણભૂત માને તો પણ પરસિદ્ધાન્તને સાચા માનવાના લીધે અપસિદ્ધાંત, પ્રતિજ્ઞાસંન્યાસ વગેરે નિગ્રહસ્થાનની સમસ્યા સર્જાશે- આવું પૂર્વપક્ષીનું મંતવ્ય એટલા માટે વ્યાજબી નથી કે પરદર્શનના પણ યુક્તિસંગત અર્થને, યુક્તિને આગળ ધરીને, સ્વીકારવા જોઈએ. તેનો અપલાપ કરી ના શકાય- આ મૌલિક જૈનસિદ્ધાન્ત છે. પરદર્શનના પણ યુક્તિસંગત અર્થનો અપલાપ કરવામાં આવે તો તે જૈનસિદ્ધાન્તનું જ ખંડન હોવાથી અપસિદ્ધાન્ત નામનું નિગ્રહસ્થાન લાગુ પડે. આમ વેદના સાચા વચનોને યોગ્ય તાત્પર્યની અપેક્ષાએ પ્રમાણભૂત માનવામાં જૈનોને કોઈ અપસિદ્ધાન્ત વગેરે નિગ્રહસ્થાનની સમસ્યા ઊભી થતી નથી. બાકીની વિગત ટીકાર્યમાં સ્પષ્ટ કરેલ છે. (૧૫/૩૧)
૨. અત્ર મુદ્રિતપ્રતો અને ત્યશુદ્ધ: 10: | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org