________________
एकजन्मावच्छिन्नवेदप्रामाण्यग्रहप्रवेशविमर्शः
१०५८
ननु एकजन्मावच्छेदेन स्वसमानाधिकरणस्वोत्तरवेर्दाऽप्रामाण्याऽभ्युपग'मध्वंसाऽनाधारवेदप्रामाननु एकजन्मावच्छेदेन वेदप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टो वेदाऽप्रामाण्याभ्युपगमविरह एव शिष्टत्वमित्युच्यताम् । न च यो ब्राह्मणो मृत्वा काको जातस्तदा तत्रातिव्याप्तिः; तदानीं वेदाऽ
જો કે ઈશ્વરજ્ઞાન પણ ઉત્કૃષ્ટ છે તથા તે નિત્ય હોવાથી કાર્ય નથી. માટે ઉત્કર્ષ જાતિ કાર્યમાત્રમાં રહેનાર બનતી નથી. માટે તેનાથી અવચ્છિન્ન પ્રત્યે અનુગત કારણની કલ્પના કરવાની સમસ્યાને અવકાશ રહેતો નથી. પરંતુ આવું પણ પૂર્વપક્ષી દ્વારા કહી શકાય તેમ નથી. કારણ કે સાંકર્ય દોષના કારણે ઉત્કર્ષ જાતિસ્વરૂપ બની નહિ શકે. સાંર્ય આ રીતે આવશે. જેમ જ્ઞાનગત ઉત્કર્ષને જાતિમાનો છો તેમ જ્ઞાનગત અપકર્ષને પણ જાતિ માનવી પડશે. તથા અપકૃષ્ટત્વવિશિષ્ટ જ્ઞાન તો કેવલ કાર્યસ્વરૂપ જ છે, અનિત્ય જ છે. અપકૃષ્ટ જ્ઞાન નિત્ય હોય તેવું પૂર્વપક્ષીને માન્ય નથી. ઈશ્વરના જ્ઞાનમાં ઉત્કર્ષ જાતિ છે પણ અપકર્ષ જાતિ નથી રહેતી. તથા કીડી વગેરેના જ્ઞાનમાં અપકર્ષ જાતિ છે પણ ઉત્કર્ષ જાતિ નથી. જ્યારે દેવદત્ત વગેરેના જ્ઞાનમાં ઉત્કર્ષ અને અપકર્ષ બન્ને રહેવાથી સાંકર્ય આવશે. દેવદત્તનું જ્ઞાન ઈશ્વરીય જ્ઞાનની અપેક્ષાએ અપકૃષ્ટ છે અને કીડી વગેરેના જ્ઞાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે. આમ પરસ્પર વ્યધિકરણ એવા બે ગુણધર્મોનો એક અધિકરણમાં સમાવેશ થવાના લીધે સાંર્ય દોષ લાગુ પડે છે. માટે જ્ઞાનગત ઉત્કર્ષને જાતિસ્વરૂપ માની ન શકાય- એમ સિદ્ધ થાય છે.
·
द्वात्रिंशिका-१५/२६
♦ તત્તત્ સંબંધાભાવપ્રવેશ મીમાંસા
ઉપરોક્ત બધા દોષોમાંથી બહાર નીકળવા માટે પૂર્વપક્ષી એમ કહે છે કે → “ચૈત્ર-મૈત્ર-દેવદત્ત વગેરેના શરીરોના સંબંધોના અભાવનો જે સમૂહ હોય તેનો અભાવવિશેષણરૂપે = અભાવપ્રતિયોગીરૂપે પ્રવેશ કરાવીને ક્ષેત્રજ્ઞવૃત્તિત્વવિશિષ્ટ ચૈત્ર-મૈત્રાદિશરીરસંબંધાભાવપ્રતિયોગિક અભાવથી વિશિષ્ટ એવો વેદઅપ્રામાણ્યઅસ્વીકાર જ્યાં સુધી હોય ત્યાં સુધી તે વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણાદિમાં શિષ્ટત્વ રહે. આવું માનવાથી જ્ઞાનગત ઉત્કર્ષ-અપકર્ષ વગેરેને જાતિરૂપે ન માનવામાં પણ કોઈ દોષ નથી આવતો. કારણ કે તેનો લક્ષણમાં પ્રવેશ જ નથી કરેલો. ચૈત્ર વગેરે બ્રાહ્મણો પાસે તાદશશરીરસંબંધ રહેલ હોવાથી તેના અભાવના સમૂહનો અભાવ રહી જશે અને તેનાથી વિશિષ્ટ વેદઅપ્રામાણ્યઅસ્વીકાર પણ રહી જશે. તેથી શિષ્ટત્વનું લક્ષણ રહી જશે. તેમ જ કાગડા વગેરેમાં વેદઅપ્રામાણ્યઅસ્વીકાર હોવા છતાં પણ ક્ષેત્રજ્ઞવૃત્તિત્વવિશિષ્ટ ચૈત્રાદિજ્ઞાનાવચ્છેદકશરીરાભાવસમૂહનો અભાવ ન રહેવાથી અતિવ્યાપ્તિ નહિ આવે.” -
પરંતુ પૂર્વપક્ષીની આ વાત વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે ‘સામેની વ્યક્તિ શિષ્ટ છે કે નહિ ?' આ જાણવા માટે શિષ્ટલક્ષણની વિચારણા ચાલી રહેલ છે. તથા શિષ્ટલક્ષણમાં જે અભાવનો પ્રવેશ કરેલ છે તેની કુક્ષિમાં ચૈત્ર, ચૈત્ર, દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે ઢગલાબંધ જીવોના શરીરના સંબંધોનો પ્રવેશ થયેલ હોવાથી તેનું જ્ઞાન ન થાય ત્યાં સુધી તેનાથી ઘટિત એવું શિષ્ટલક્ષણ પણ ખ્યાલમાં ન આવે. આથી વ્યવહારમાં ઉપરોક્ત લક્ષણ ઉપયોગી બની ન શકે. તેમ જ આવા લક્ષણને સ્વીકારવામાં અત્યંત ગૌરવ આવે છે. માટે ઉપરોક્ત શિષ્ટલક્ષણ માન્ય કરી શકાય તેમ નથી. (૧૫/૨૬) ૢ વેદઅપ્રામાણ્યગ્રહધ્વંસઅનાધારતાઘટિત નૂતન શિષ્ટલક્ષણ
પૂર્વપક્ષ :- ‘એક જન્મની અપેક્ષાએ વેદપ્રામાણ્યસ્વીકારને ઉત્તરકાલીન એવો વેદઅપ્રામાણ્યઅસ્વીકાર જ શિષ્ટત્વ છે’ એવું માનવામાં કોઈ દોષ નથી. વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણ કાગડો થાય ત્યારે ભવ બદલાવાના
છુ. ‘વેવ×ામા...' ત્યશુદ્ધ: પાને મુદ્રિતપ્રતો ! ૨. હસ્તાવશે ‘...વમખું...' ત્યશુદ્ધ: વાઢ: ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org