________________
• तत्तदभावकूटघटितलक्षणस्य दुर्जेयता •
१०५७ वच्छेदकशरीरसम्बन्धाऽभावकूटस्तदत्यन्ताभावस्य वेदप्रामाण्यग्रहसमकालीनस्य शिष्टलक्षणकुक्षौ प्रवेशे न दुर्जेयत्वाद्यापत्तिः तथापि यः चैत्राख्यो वेदप्रामाण्याभ्युपगन्ता ब्राह्मणो मृत्वा पुनः ब्राह्मणो जातः तदा तस्मिन्नवाप्तदेवदत्ताभिधाने वेदनिष्ठप्रामाण्यगोचरस्वारसिकग्रहोपेते ब्राह्मणभावेऽव्याप्तिर्दुरुद्धरैव, स्वारसिकवेदप्रामाण्यग्रहसमकालीनाभावप्रतियोगी योऽभावकूटस्तद्घटकीभूतस्य चैत्रीयशरीरसम्बन्धाभावस्य स्वाऽभावद्वारा वेदप्रामाण्यग्रहसमकालीनाभावप्रयोजकस्य तदानीं सत्त्वेन तदभावप्रयुक्तस्य वेदप्रामाण्यग्रहकालीनाभावस्य प्रच्यवात् । न च तदानीं तादृशकूटान्तर्गतस्य देवदत्तशरीरसम्बन्धप्रागभावस्योच्छेदात्तादृशाभावकूटविरहसाम्राज्यान्नैवाऽव्याप्तिरिति वाच्यम्, यतः प्रकृतवेदप्रामाण्यग्रहसमकालीनाऽभावस्य तादृशाऽभावकूटघटकीभूतचैत्रीयशरीरसम्बन्धाऽभावविरहप्रयुक्तत्वेन तादृशाऽभावकूटघटकीभूतदेवदत्तीयशरीरसम्बन्धप्रागभावविरहप्रयुक्तादभावाद्विलक्षणत्वमभ्युपगन्तव्यमेव, उपधेयसाङ्कर्येऽप्युपाध्योरसाङ्कर्यादिति વિરુ 9૧/૨દ્દા ઈશ્વરમાં રહેતો નથી. તેથી વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણ વેદઅપ્રામાણ્યસ્વીકાર ન કરે તો ત્યાં સુધી તેમાં તથાવિધસંબંધાભાવાભાવવિશિષ્ટ વેદઅપ્રામાણ્ય અસ્વીકારસ્વરૂપ શિષ્ટત્વ રહેશે. ઈશ્વરમાં પણ તે રહી જવાથી શિષ્ટલક્ષણની અવ્યાપ્તિ નહિ આવે. તેમજ બ્રાહ્મણ મરીને કાગડો થાય ત્યારે તથા તે કાગડો મરીને બ્રાહ્મણદેહ ધારણ ન કરે ત્યારે અતિવ્યાપ્તિ નહિ આવે. કારણ કે તે વખતે જે વેદઅપ્રામાણ્ય અસ્વીકાર છે તે તથાવિધસંબંધાભાવના અભાવથી વિશિષ્ટ નથી. ત્યારે ક્ષેત્રજ્ઞવૃત્તિત્વવિશિષ્ટ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવ જ વિદ્યમાન છે. આમ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નહિ આવે.
છે ઉર્ષ-અપક્શ પરિવર્તનશીલ છે. પરંતુ પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી. આનું કારણ એ છે કે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક બ્રાહ્મણશરીર એ અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક પણ બની શકે છે અને અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદક કાકદેહ પણ ઉત્કૃષ્ટજ્ઞાનાવરચ્છેદક બની શકે છે. કાગડાનું જ્ઞાન કીડીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે. અને મનુષ્યની અપેક્ષાએ અપકૃષ્ટ છે. તથા બ્રાહ્મણનું જ્ઞાન કાગડાના જ્ઞાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ હોવા છતાં દેવના જ્ઞાનની અપેક્ષાએ અપકૃષ્ટ છે. તેથી કાગડા પાસે કીડીજ્ઞાનસાપેક્ષ ઉત્કર્ષથી યુક્ત એવા જ્ઞાનનું અવચ્છેદક જે શરીર છે તેના સંબંધનો અભાવ નથી રહેતો. અર્થાત્ ક્ષેત્રજ્ઞવૃત્તિત્વવિશિષ્ટ કીડી સાપેક્ષઉત્કર્ષવિશિષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવનો અભાવ અને તેનાથી વિશિષ્ટ વેદઅપ્રામાણ્યઅસ્વીકાર કાગડા પાસે, બ્રાહ્મણદેહને નહિ પામેલ કાગડાના જીવ પાસે હોવાથી અતિવ્યાપ્તિ આવશે જ. તેમજ વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણ પાસે પણ દેવજ્ઞાનસાપેક્ષઉત્કર્ષથી વિશિષ્ટ એવા જ્ઞાનના અવરચ્છેદક શરીરનો સંબંધ ન હોવાથી ક્ષેત્રજ્ઞવૃત્તિત્વવિશિષ્ટ દેવાદિસાપેક્ષઉત્કૃષ્ટત્વવિશિષ્ટજ્ઞાનાવરચ્છેદકશરીરસંબંધાભાવ જ રહી જશે. તેથી તેની પાસે રહેલ વેદઅપ્રામાણ્યઅસ્વીકાર તથાવિધશરીરસંબંધાભાવાભાવવિશિષ્ટ ન બનવાથી શિષ્ટના લક્ષણની તેમાં અવ્યાપ્તિ દુર્વાર બનશે.
જો બ્રાહ્મણ અને દેવાદિના જ જ્ઞાનમાં રહેનાર ઉત્કર્ષને જાતિ માનવામાં આવે તો બ્રાહ્મણજ્ઞાનમાં અપકૃષ્ટત્વ ન આવી શકે તથા કાગડાના જ્ઞાનમાં ઉત્કૃષ્ટત્વ ન આવી શકે. પરંતુ આવું તો વેદપ્રામાણ્યવાદી પદ્મનાભ વગેરે માનતા નથી. કારણ કે બ્રાહ્મણ, દેવ વગેરેનું જ્ઞાન કાર્યસ્વરૂપ હોવાથી ઉત્કર્ષ જાતિ કાર્યમાત્રવૃત્તિ બનશે. તથા કાર્યમાત્રમાં રહેનાર જાતિ કાર્યતાઅવચ્છેદક હોવાનો નિયમ છે. એટલે કે અમુક ચોક્કસ પ્રકારના કારણનો તે કાર્યતાઅવચ્છેદક ધર્મ બનશે. આમ બ્રાહ્મણાદિજ્ઞાનગત ઉત્કર્ષ જાતિથી અવચ્છિન્ન = વિશિષ્ટ એવા ઉત્કૃષ્ટજ્ઞાનસ્વરૂપ કાર્ય પ્રત્યે કોઈક અનુગત કારણની કલ્પના કરવાનું નવું ગૌરવ આવશે.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only