________________
७९६
• राजमार्तण्डमतनिरसनम् • द्वात्रिंशिका-११/२२ ___ 'अतीताऽनागतं स्वरूपतोऽस्त्यध्वभेदो धर्माणां (यो.सू. ४-१२) ते व्यक्तसूक्ष्मा गुणात्मानः (यो.सू. ४-१३) परिणामैकत्वाद्वस्तुतत्त्वमिति (यो.सू. ४-१४) सूत्रपर्यालोचनाद् धर्मभेदेऽपि नापि नित्यत्वम् - (रा.मा. ४/३४) इति राजमार्तण्डोक्तिरपि निरस्ता, परिणामित्वेऽपि सर्वदा चित्ते चित्तत्वान्वयस्येव पुरुषे पुरुषत्वान्वयस्याऽविच्छेदाद् नित्यत्वसिद्धौ नानारूपेण सुख-दुःखाद्यनुभवितृत्वेऽप्यात्मत्वाऽविरोधात्, अन्यथा चित्तस्य चित्तत्वमप्युच्छिद्येत ।
पूर्वपक्षी शङ्कते- 'अतीते'त्यादि । सूत्रपर्यालोचनादिति । प्रकृतसूत्रत्रयव्याख्या राजमार्तण्डे → इहात्यन्तमसतां भावानामुत्पत्तिर्न युक्तिमती, तेषां सत्त्वसम्बन्धाऽयोगात् । न हि शशविषाणादीनां क्वचिदपि सत्त्वसम्बन्धो दृष्टः । निरुपाख्ये च कार्ये किमुद्दिश्य कारणानि प्रवर्तेरन् ? न हि विषयमनालोच्य कश्चित्प्रवर्तते । सतामपि विरोधान्नाऽभावसम्बन्धोऽस्ति । यत्स्वरूपेण लब्धसत्ताकं तत्कथं निरुपाख्यतामभावरूपतां वा भजते ? न विरुद्धं रूपं स्वीकरोतीत्यर्थः । तस्मात् सतामभावाऽसम्भवादसतां चोत्पत्त्यसम्भवात्तैस्तैर्धमः विपरिणममानो धर्मी सदैवैकरूपतयाऽवतिष्ठते । धर्मास्तु व्यधिकत्वेन त्रैकालिकत्वेन व्यवस्थिताः स्वस्मिन्स्वस्मिन्नध्वनि व्यवस्थिता न स्वरूपं त्यजन्ति । वर्तमानेऽध्वनि व्यवस्थिताः केवलं भोग्यतां भजन्ते, तस्माद्धर्माणामेवाऽतीताऽनागताद्यध्वभेदस्तेनैव रूपेण कार्यकारणभावोऽस्मिन्दर्शने प्रतिपाद्यते । तस्मादपवर्गपर्यन्तमेकमेव चित्तं धर्मितयाऽनुवर्तमानं न नितोतुं पार्यते (रा.
છે પરિણામી અનેક છતાં પરિણામ એક છે પાતંજલ - યોગસૂત્રમાં પતંજલિ મહર્ષિએ બહુ ગંભીર વાતને પ્રગટ કરતાં એમ જણાવેલ છે કે 2 વિદ્યમાન વસ્તુનો સર્વથા ઉચ્છેદ નથી થતો તથા સર્વથા અવિદ્યમાન વસ્તુ કદાપિ ઉત્પન્ન નથી થતી. માટે અતીત (= વિનષ્ટ) અને અનાગત (= વર્તમાનમાં અનુત્પન્ન) ગુણધર્મો પણ મૂળભૂત સ્વરૂપથી તો વિદ્યમાન જ છે. માત્ર અભિવ્યક્તરૂપે વર્તમાનમાં તે અસત્ હોઈ શકે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ એ તો તે તે ગુણધર્મોનો માત્ર માર્ગભેદ = કાળભેદ છે. માટે સત્ત્વગુણ, રજોગુણ વગેરે ગુણધર્મો કાળભેદે પરિવર્તનશીલ હોવા છતાં ધર્મી એવું ચિત્ત તો મોક્ષ પર્યન્ત એક જ છે. મહત્ તત્ત્વથી માંડીને ઘટ-પટ વગેરે સર્વે ભાવો સર્વદા અભિવ્યક્ત અથવા અનભિવ્યક્ત (= સૂક્ષ્મ) સ્વરૂપે રહેલા હોય છે. તેમ જ તે સત્ત્વ-રજ-તમોગુણ સ્વરૂપ હોય છે. મતલબ કે તમામ ગુણધર્મ-ધર્મી સૂક્ષ્મ-સ્થૂલરૂપે હાજર હોય છે અને તે સત્ત્વ વગેરે ગુણાત્મક હોય છે. તેમ છતાં સત્ત્વ વગેરે ગુણોમાં પરસ્પર અંગાંગીભાવ હોવાથી જે તત્ત્વની મુખ્યતા હોય તેના આધારે એક વસ્તુતત્ત્વની વ્યવસ્થા કરવામાં આવે છે. ૯ (જેમ કે રજોગુણની મુખ્યતા હોવાથી “વાયું', સત્ત્વગુણની મુખ્યતા હોવાથી “અગ્નિ', તમોગુણની પ્રધાનતા હોવાથી “અંધકાર” આ પ્રમાણે એક વસ્તુતત્ત્વનો વ્યવહાર થાય છે. મતલબ કે તમામ પદાર્થોમાં સત્ત્વ વગેરે ત્રણેય ગુણધર્મો હોવા છતાં, સઘળા કાર્યો ત્રિગુણાત્મક હોવા છતાં જે ગુણધર્મની મુખ્યતા હોય તેના આધારે એક વસ્તુરૂપે વ્યવહાર થતો હોય છે. દરેક પદાર્થોમાં ત્રિગુણાત્મકતા માનવી તો જરૂરી જ છે. જેમ કે સ્વયંવરમંડપમાં ઊભેલી સીતાને જોઈને દશરથ વગેરેને તેના ઉપર વાત્સલ્યભાવ પ્રગટ્યો. १. मुद्रितप्रतौ 'व्यक्तसूक्ष्मगुणात्मन' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org