________________
·
७९४
कृत्यादेरात्मधर्मत्वसमर्थनम्
नस्य किं बाधकम् ? येन तेषां भिन्नाऽऽश्रयत्वं कल्प्यते ।
‘आत्मनः परिणामित्वाऽऽपत्तिर्बाधिके 'ति चेत् ? न तत्परिणामित्वेऽप्यन्वयाऽनपायात्। अन्यथा
अनुभूयमानस्य किं बाधकं ? येन कारणेन तेषां कर्तृत्व- भोक्तृत्वादीनां धर्माणां भिन्नाऽऽश्रयत्वं चेतनपुरुषभिन्नजडप्रकृत्याधारत्वं कल्प्यते पातञ्जलैरनुमीयते । 'चेतनोऽहं न कर्ता किन्तु प्रकृतिः कर्त्री भोक्त्री चे 'ति वाधकप्रमाणस्य विरहात् 'कर्तृत्वादिधर्माणामात्मन्यौपचारिको व्यवहारः' इति वक्तुं नैव युज्यत इत्याशयः । तदुक्तं स्याद्वादकल्पलतायां → बुद्ध्यादीनामहन्त्वसामानाधिकरण्येनाऽध्यवसीयमानत्वात् तद्धर्मतया तत्रैव समन्वयः कर्मप्रकृतिस्तु तत्र निमित्तमात्रम् ← (शा.वा. २ / ३९ स्या.क.) इति ।
अथ आत्मनः = पुरुपस्य पारमार्थिकं कर्तृत्व- भोक्तृत्वाद्यङ्गीक्रियेत तदा कर्तृत्त्वादेः कादाचित्कतयाऽऽत्मनः परिणामित्वापत्तिः पुरुषाऽनित्यत्वाऽऽक्षेपकतया बाधिकेति चेत् ? न, चैतन्यसमानाधिकरणकर्तृत्वाद्यङ्गीकाराऽविनाभाविनि तत्परिणामित्वे = पुरुषस्य परिणामित्वे अपि अन्वयाऽनपायात् = तत्त्वाऽ वियोगात् नाऽनित्यत्वापत्तिस्सावकाशा । कृत्यादिमत्त्वेनाऽऽत्मनो ध्वंसप्रतियोगित्वेऽप्यात्मत्वेन ध्वंसाऽप्रतियोगित्वस्याऽव्याघातान्न कृत्यादिव्यवहारस्यात्मन्यौपचारिकत्वमर्हतीत्यत्र तात्पर्यम् ।
=
•
द्वात्रिंशिका - ११/२२
=
=
અન્યથા = परिणामित्वमात्रस्य नित्यत्वविरोधित्वोपगमे तु चित्तस्यापि तदनापत्तेः नित्यत्वाऽજે ચૈતન્યનો આશ્રય છે તે જ કૃતિ-ભોગ-દુઃખ વગેરે ગુણધર્મોનો આશ્રય છે'- આ રીતે ભાસે છે. આ સાર્વલૌકિક પ્રતીતિમાં ચૈતન્યના આશ્રય કરતાં કૃતિ-ભોગ વગેરેનો આશ્રય જુદો હોય તેમ ભાસતું નથી. માટે જે ચેતનાનો આધાર બને છે તે જ પ્રયત્ન-સુખ-દુઃખ વગેરે ગુણધર્મોનો આધાર બને છે · એમ માનવું વ્યાજબી છે. અર્થાત્ ‘ચૈતન્ય જેમ આત્માનો ગુણધર્મ છે તેમ પ્રયત્ન, સુખ, દુ:ખ, ભોગ વગેરે પણ આત્માના જ ગુણધર્મ છે' એમ ઉપરોક્ત પ્રતીતિ સિદ્ધ કરે છે. તેમાં કોઈ બાધક પ્રમાણ ન હોવાથી ‘આત્મામાં કૃતિ, ભોગ વગેરેનો વ્યવહાર ઔપચારિક છે' આમ કહી શકાતું નથી.)
શંકા :- આત્માને પ્રયત્ન, સુખાનુભવ (= ભોગ) આદિનો આશ્રય માનવામાં આવે તો તે ગુણધર્મો કાદાચિત્ક હોવાથી આત્માને પરિણામી પરિવર્તનશીલ અનિત્ય માનવાની સમસ્યા સર્જાશે. આ સમસ્યા જ પુરુષમાં પ્રયત્ન (= કૃતિ) વગેરેનો પારમાર્થિક વ્યવહાર કરવામાં બાધક છે. માટે આત્મામાં કૃતિ, ભોગ આદિના વ્યવહારને પારમાર્થિક માનવાના બદલે ઔપચારિક માનવામાં આવે છે.
સમાધાન :- પાતંજલ વિદ્વાનોની ઉપરોક્ત દલીલ વ્યાજબી નથી. આનું કારણ એ છે કે આત્મામાં કૃતિ, ભોગ વગેરે ગુણધર્મોનો પારમાર્થિક વ્યવહાર કરવામાં ‘આત્મા પરિણામી બનશે' એટલા માત્રથી ગભરાવાની કોઈ જરૂર નથી. પરિણામી = પરિવર્તનશીલ હોવા છતાં આત્મા આત્મત્વરૂપે તો ઉત્તરકાલમાં પણ હાજર જ રહે છે. આત્મત્વરૂપે આત્માનો કદાપિ ઉચ્છેદ ન થવાથી આત્મામાં પરિણામિત્વ માનવાની આપત્તિ કશું અનિષ્ટ લાવનાર ન હોવાથી પૂર્વોક્ત સાર્વલૌકિક સ્વરસવાહી અનુભવના આધારે આત્મામાં કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે સંબંધી વ્યવહારને પારમાર્થિક માનવામાં કોઈ વાંધો ઉઠાવી શકાય તેમ નથી • આવું ફલિત થાય છે. જો પરિણામી હોવા માત્રથી આત્માનો સર્વથા ઉચ્છેદ માનશો તો ચિત્ત પણ પરિણામી હોવાથી તેનો પણ સર્વથા ઉચ્છેદ માનવો પડશે. કારણ કે સુખ, દુ:ખ, કૃતિ વગેરે પરિવર્તનશીલ ગુણધર્મોનો આશ્રય હોવાથી પ્રતિક્ષણ ચિત્તમાં, પાતંજલ વિદ્વાનોના અભિપ્રાય મુજબ, પણ નશ્વરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org