________________
७०७
• तेजो-वायूदाहरणोपदर्शनप्रयोजनम् • साधयितुमभिप्रेत्याह हरिभद्रसूरिः “तस्मादचरमावर्तेष्वध्यात्मं नैव युज्यते ।
कायस्थितितरोर्यद्वत्तज्जन्मस्वामरं सुखम् ।। (योगबिन्दु-९३) तैजसानां च जीवानां भव्यानामपि नो तदा ।
'यथा चारित्रमित्येवं नान्यदा योगसम्भवः ।।” (योगबिन्दु-९४) इति ।।१७।। ___ इत्थमेव साधयितुमभिप्रेत्याह हरिभद्रसूरिः योगबिन्दौ 'तस्मादिति, 'तैजसानामिति च । तद्वृत्तिश्चैवम् → ततः = तस्माद् लोकपङ्क्तिमात्रफलाया धर्मक्रियाया अधर्मत्वाद्धेतोः अचरमावर्तेषु उक्तरूपेषु अध्यात्म नैव युज्यते । अत्र दृष्टान्तमाह कायस्थितितरोः = काये वनस्पतिकाय एवानन्तोत्सर्पिण्यवसर्पिणीप्रमाणा स्थितिरवसानं यस्य स तथा तरोर्वनस्पतेः यद्वद् यथा तज्जन्मसु वनस्पतिजन्मस्वनन्तानन्तरूपेषु आमरं = अमरसम्बन्धि सुखं, तत्सुखकारणानामणुव्रत-महाव्रतादीनां तेषु कदाचिदप्यभावात् । तैजसानां चकाराद्वायूनां च मनुष्यत्वमात्रत्वस्याप्ययोग्यानां जीवानां भव्यानामपि, किं पुनरितरेषाम्, नो = नैव च तदा = तैजसावस्थाकाले यथा इति दृष्टान्तार्थः चारित्रं देशतः सर्वतो वा। इत्येवं दार्टान्तिकार्थः। नान्यदा = अन्यावर्तेषु योगसम्भवः - (यो.बि.९३/९४वृ.) इति । पञ्चेन्द्रियाणां तिरश्चां देशतश्चारित्रसम्भवात्, देव-नारकाणां सम्यक्त्वसम्भवेन चारित्रसमीपतरवर्तित्वात्, पृथिव्यादीनाञ्चापर्याप्तावस्थायां सम्यग्दर्शनसम्भवेन परलोके च चारित्रसम्भवेन चारित्रसमीपवर्तित्वान्न तद्ग्रहणं कृतम् । तेजोवायूनान्तु परत्र मनुष्यत्वमात्रस्याप्ययोग्यतयाऽदूरकाले नैव चारित्रसम्भव इति अचरमावर्तवर्तिजीवयोगाऽसम्भवोदाहरणतया तद्ग्रहणं न्याय्यमेवेति प्रतिभाति ।।१०/१७ ।। યોગ્યતાના અભાવ દ્વારા જ કરવાના અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે યોગબિન્દુ ગ્રન્થમાં જણાવેલ છે કે “માટે અચરમાવર્તકાળમાં અધ્યાત્મ યુક્તિસંગત ન જ બને. જેમ વનસ્પતિકાયમાં જ અનંતકાળચક્ર સુધી રહેનારા વનસ્પતિના જીવને અનન્તા વનસ્પતિભવોમાં દેવલોકનું સુખ નથી જ સંભવતું તેમ જ જેમ ભવ્ય હોવા છતાં તેઉકાય-વાયુકાયના જીવોને ત્યારે ચારિત્ર સંભવતું નથી. તે જ રીતે અચરમાવર્તકાળમાં યોગનો સંભવ જ નથી.” (૧૦/૧૭)
વિશેષાર્થ :- યોગ્યતા બે પ્રકારની હોય છે. સ્વરૂપ યોગ્યતા અને સહકારી યોગ્યતા. ઘાસમાં ઘીરૂપે પરિણમી જવાની સ્વરૂપ યોગ્યતા હોવા છતાં સહકારી યોગ્યતા નથી. માટે ત્યારે તે ઘીના પરિણામને ધારણ કરતું નથી. “સહકારી યોગ્યતા' શબ્દનો અર્થ છે તુરંત કાર્યના સહકારી કારણો મળવાની યોગ્યતા. ઘાસ સીધે સીધું ઘીરૂપે પરિણમતું નથી. પરંતુ ઘાસને ગાય ખાય, વાગોળે, તે દૂધરૂપે પરિણમે, દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ બને. છાશમાંથી વલોણું કરવા દ્વારા માખણ નીકળે, પછી માખણને ગરમ કરે ત્યારે ઘી તૈયાર થાય. પરંતુ આ બધા સહકારી કારણો ઘાસ અવસ્થામાં હાજર નથી હોતા. તથા જ્યારે ઘીના આ બધા સહકારી કારણો હાજર હોય છે ત્યારે ઘાસ પોતે હાજર નથી હોતું. માટે ઘાસને ઘી થવા માટેના સહકારી કારણોનો સમાગમ હોવાની શક્યતા ન હોવાથી તે ઘી માટે સહકારી યોગ્યતા વગરનું કહેવાય. આ રીતે તૃણાદિ પરિણામ સમયે ધૃતાદિ પરિણામની સહકારી યોગ્યતા ન હોવાથી ત્યારે ઘી પરિણામ તેમાંથી પ્રગટતો નથી. જ્યારે માખણમાં ઘીની સહકારી યોગ્યતા રહેલી છે. અગ્નિનું સાન્નિધ્ય થતાંની સાથે જ માખણ ઘીરૂપે પરિણમવા માંડે છે. १. मुद्रितप्रतौ 'तथा' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org