________________
• प्रतिष्ठितत्वज्ञानाभावे फलविशेषाभावविचारः • द्वात्रिंशिका-५/१९ न च भवतामपि व्यासङ्गवशात्प्रतिष्ठितत्वज्ञानाऽभावे पूजाफलाऽनुपपत्तिरिति, विशेषफलाऽभावेऽपि प्रीत्यादिना सामान्यफलाऽनपायात् । ___यैस्तु यथार्थं प्रतिष्ठितत्वप्रत्यभिज्ञानं पूजाफलसामान्य एव प्रयोजकमिष्यते ___'अशक्तोऽहं गृहारम्भे शक्तोऽहं गृहभञ्जने' इति न्यायेन परः शङ्कते - न चेति । न च 'पूर्व-पूर्वप्रतिष्ठितत्वज्ञानाऽऽहितसमापत्त्या लोकानां पूजाफलं भवती'त्यभ्युपगमवतां भवतामपि = वीतरागदेववादिनामनेकान्तवादिनामपि व्यासङ्गवशात् = विषयान्तरसञ्चारात् प्रतिष्ठितत्वज्ञानाऽभावे ‘इयं प्रतिमा प्रतिष्ठिता' इतिधीविरहे सति पूजाकरणेऽपि बधिरकर्णजपन्यायेन पूजाफलाऽनुपपत्तिः = प्रतिमापूजाजन्यफललाभाऽसङ्गतिरिति शङ्कनीयम, जैनागमोक्तप्रतिष्ठाविधिसंस्कृतप्रतिमायाः प्रतिष्ठितत्वप्रतिसन्धानशून्यैर्लोकः पूजाकरणे विशेषफलाऽभावेऽपि = प्रतिष्ठितत्वप्रतिसन्धानोत्थापितसमापत्तिप्रयुक्तपूजाजन्यफलविशेषविरहेऽपि प्रीत्यादिना सामान्यफलाऽनपायात् = प्रभुप्रीति-भक्त्यादिप्रयुक्तपूजाजन्यफलसामान्यलाभसम्भवात्, पूजाफलसामान्यं प्रति प्रीत्यादेः प्रयोजकत्वात्, पूजाफलविशेषं प्रत्येव च प्रतिष्ठितत्वप्रत्यभिज्ञानस्य प्रयोजकत्वात् ।
यस्तु यथार्थं = सत्यं = तद्वति तत्प्रकारकं प्रतिष्ठितत्वप्रत्यभिज्ञानं 'तदेवेदं प्रतिष्ठितं बिम्बमिति સાધારણ = વિદ્યમાન હોવાથી દંડત્વરૂપે તે તમામમાં ઘટકારણતા સ્વીકારી શકાય છે. આ રીતે પ્રસ્તુતમાં કહી શકાય તેમ નથી. કારણ કે પ્રતિમામાં અહંકાર આદિની બુદ્ધિ અને તથાવિધ સંસ્કાર- આ બન્નેમાં અનુગત કોઈ ધર્મ રહેલો નથી કે જેને આગળ કરીને તે બન્નેમાં પૂજાફળની પ્રયોજકતા સ્વીકારી શકાય. અનનુગત હોવાથી સ્વતંત્રરૂપે તૃણારણિમણિ-ન્યાયથી જો તે બંન્નેમાં કારણતા સ્વીકારવામાં આવે તો ઘણું ગૌરવ થશે. માટે પ્રાચીન નૈયાયિકનો ઉપરોક્ત મત અપ્રામાણિક છે.
અહીં એવી શંકા થઈ શકે છે કે – જૈનમતે “પૂર્વપૂર્વ પ્રતિષ્ઠિત વિજ્ઞાનથી પ્રયુક્ત સમાપત્તિ દ્વારા પૂજકોને પૂજાફળ પ્રાપ્ત થાય છે.” આવું માનવામાં આવે છે. આ વાત પૂર્વે જણાવી ગયા. પરંતુ આ વાતને સ્વીકારવામાં પણ તકલીફ એ છે કે પૂજા કરનારને “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે.” આવું જ્ઞાન અન્યત્ર વ્યગ્રતા વગેરે કારણે જ્યારે નહિ હોય એવી અવસ્થામાં જૈનવિધિ મુજબ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમાની એ પૂજા કરશે તો પણ તેને પૂજાનું ફળ પ્રાપ્ત નહિ થાય, કારણ કે જૈનમત મુજબ પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન પૂજાફલ પ્રત્યે પ્રયોજક છે. હું પરંતુ આ શંકા વ્યાજબી ન હોવાનું કારણ એ છે કે અન્યત્ર મનનો ઉપયોગ હોવાને લીધે પૂજા કરનારને પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન ન હોવાથી તપ્રયુક્ત વિશિષ્ટ ફલ ભલે પ્રાપ્ત ન થાય તો પણ પ્રભુ પ્રત્યે પ્રીતિ, ભક્તિ વગેરેથી પૂજા કરવાને લીધે પૂજાનું સામાન્ય ફલ પ્રાપ્ત થવામાં કોઈ પણ જાતનો દોષ નથી લાગતો. અર્થાત્ પૂજાનાં ફલ બે પ્રકારે છે. સામાન્ય અને વિશેષ. પૂજાના સામાન્ય ફલ પ્રત્યે પ્રીતિ, ભક્તિ વગેરે પ્રયોજક છે. અને વિશેષ પ્રકારના ફલ પ્રત્યે પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન પ્રયોજક છે. કારણવિશેષની ગેરહાજરીમાં ફલવિશેષની પ્રાપ્તિ ન થતાં કારણસામાન્યની હાજરીથી ફલસામાન્યની પ્રાપ્તિ થવામાં કોઈ અવરોધક નથી. આથી જૈનદર્શન મુજબ પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાની પૂજા કરવાથી અવશ્ય ફલ પ્રાપ્ત થશે. જ્યારે નૈયાયિક મતમાં આવો નિયમ નક્કી કરી શકાતો નથી. આ વાત આપણે વિસ્તારથી આગળ સમજી ગયા છીએ.
જે વિદ્વાનો પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનું સત્ય પ્રત્યભિજ્ઞાન પૂજાના સામાન્યફલમાં પણ પ્રયોજક માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org