SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ • समूहालम्बनैकांशसंशयेऽपरांशाऽसंशयविचारः न चैकांशे शङ्कितप्रामाण्यं ज्ञानमितरांऽशस्याप्यनिश्चायकमिति युक्तं, घट-पटसमूहाऽऽलम्बनात् घटांशे प्रामाण्यसंशये पटस्याप्यनिश्चयाऽऽपत्तेरित्याशयवानाह ‘सर्वथाऽऽत्मनो नित्यत्वेऽहिंसादिकं सङ्गच्छते न वा' इति भवन् संशयः बौद्धादीनाञ्च ‘आत्मन एकान्तक्षणिकत्वेऽहिंसादिकं घटते न वा ?' इति जायमानः सन्देहो नित्याऽनित्यात्मतत्त्वप्रतिपत्त्यनुकूल एवेति भावः । न च अहिंसादौ धर्मिणि विशेषांशे = एकांशे = एकान्तनित्यात्मवृत्तित्वादिधर्मे शकिप्रामाण्यं विपर्यस्तप्रामाण्यं वा ज्ञानं इतरांशस्यापि अशङ्कितविषयस्यापि अनिश्चायकं = संशयादिकारणं इति वक्तुं युक्तम्, 'पीतः शङ्ख' इति ज्ञानात् पीतांशे प्रामाण्यसन्देहे शङ्खस्याऽप्यनिश्चयापत्तेः । न च ‘सर्वं ज्ञानं धर्मिण्यभ्रान्तमिति न्यायादेवोत्तेजकान्न शङ्खनिश्चयप्रतिबन्धप्रसङ्गः, न चैवमत्र वक्तुं पार्यते, अहिंसादौ सर्वथानित्यात्मवृत्तित्वसंशये धर्मसाधनत्वप्रकारकनिश्चयस्यापि प्रतिबन्धादिति वक्तव्यम्, एवं सति घटपटसमूहाऽऽलम्बनात् = 'घट - पटयोर्नीलरूप - वितस्तिपरिमाण-भूतलसंयोगादिकं मया दृष्टमित्याकारकात् नानाप्रकारतानिरूपितनानामुख्यविशेष्यताशालिज्ञानात् घटांशे प्रामाण्यसंशये पटस्यापि अनिश्चयापत्तेः । न चैवं दृष्टमिष्टं वा । ततश्च 'अहिंसादि कूटस्थनित्याऽऽत्मवृत्ति न वा ?' इति संशये सत्यपि स्वदर्शनशास्त्रज्ञाताऽहिंसादिधर्मसाधनस्य पुरुषस्य न ' अहिंसादि धर्मसाधनं न वा ?' इति संशयापत्तिः । इत्थञ्चाहिंसादिविशेषांशे जायमानस्संशयस्तत्त्वप्रतिपत्त्यनुकूल एव इत्याशयवान् ग्रन्थकार आह 'अर्थे 'ति । = ५७५ પદાર્થનો વ્યવસ્થિત નિર્ણય થઈ શકે છે. પ્રશ્ન :- જ્ઞાનના બે અંશ છે. સ્વરૂપસાપેક્ષ અને વિષયસાપેક્ષ. જ્ઞાનમાં પ્રામાણ્ય-અપ્રામાણ્ય-ભ્રમત્વસંશયત્વ વગેરે ગુણધર્મો સ્વરૂપસાપેક્ષ છે. તથા પ્રકારતા-વિશેષ્યતા વગેરે ગુણધર્મો વિષયસાપેક્ષ છે. તેથી જ્ઞાનના એક અંશમાં શંકા પડવાથી જ્ઞાનના બીજા અંશનો પણ અભ્રાન્ત નિશ્ચય નહિ થઈ શકે. માટે ‘પોતપોતાના શાસ્ત્રમાં જણાવેલ અહિંસા વગેરેમાં નિત્યવૃત્તિત્વ છે કે નહિ ?' આવા સંદેહ દ્વારા અહિંસામાં ધર્મસાધનત્વની પણ શંકા ઊભી થવાની શક્યતા આવશે. માટે એવા સંદેહને કઈ રીતે તત્ત્વનિર્ણય માટે અનુકૂળ કહેવાય ? જવાબ :- જ્ઞાનના એક અંશમાં શંકા પડવાથી અન્ય અંશમાં શંકા પડે તેવો કોઈ નિયમ નથી. આનું કારણ એ છે કે ‘આ ઘટ-પટ છે' આવું સમૂહાલંબન જ્ઞાન થયા પછી ઘટ અંશમાં પ્રામાણ્યનો સંશય ઊભો થવા છતાં પટ અંશમાં સંશય ઊભો થતો નથી. પરંતુ એક અંશમાં સંશય પડવાથી તે જ્ઞાન પોતાના બીજા અંશમાં પણ અનિશ્ચાયક બની જતું હોય તો તો ઘટ અંશમાં પ્રામાણ્યનો સંશય થયા પછી પટઅંશમાં પણ નિશ્ચય થઈ નહિ શકે. પરંતુ આવું થતું નથી. તેથી ઉપરોક્ત નિયમ માન્ય બનતો નથી. ‘આ ઘટ-પટ છે' એવું જ્ઞાન થયા પછી મેં જે ઘટ તરીકે જોયેલ હતો તે ઘડો જ હતો કે બીજું કાંઈ હતું ?' આવો સંશય થવા માત્રથી કાંઈ ‘મેં જે પટ જોયો હતો તે પટ જ હતો કે બીજું કાંઈ ?' આવી શંકા નથી થઈ જતી. તે જ રીતે ‘પોતપોતાના ધર્મશાસ્ત્રમાં ધર્મસાધન રૂપે જણાવેલ અહિંસાદિ નિત્યવૃત્તિ છે કે નહિ ?' આવી શંકા થવા માત્રથી ‘અહિંસાદિ ધર્મસાધન છે કે નહિ ?' આવી શંકા ઊભી થવાનો કોઈ જ અવકાશ નથી.- આવા આશયથી ગ્રંથકારશ્રી જણાવે છે કે→ १. मुद्रितप्रतौ ' शंकितप्रामाण्यज्ञा...' इति पाठः । २ हस्तादर्शे 'प्रामा' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy