________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના .
11
♦ પૂર્વ સંસ્કરણોમાંની ૪૮૦ જેટલી અશુદ્ધિઓનું પરિમાર્જન આ સંસ્કરણમાં સાત હસ્તલિખિત પ્રતિઓના આધારે કરાયું છે.
• જુના સંસ્કરણના પાઠ જે સ્થળે સુધાર્યા છે ત્યાં ટિપ્પણમાં જુનો પાઠ ‘મુદ્રિત’ સંકેત પૂર્વક આપ્યો છે. (પૃ.૩૯૦ વગેરે)
♦ ક્યારેક મૂળ ગ્રંથના પાઠ અને સ્વોપજ્ઞટીકામાં આવતાં પ્રતિકમાં પાઠભેદ કે અશુદ્ધિ હોય તો દૂર કરી છે અને એની નોંધ ટિપ્પણમાં આપી છે. (પૃ.૧૮૧ ૪/૧ ટિ.૧)
• મૂળ ગાથા સાથે ગ્રંથાંતરમાં આવતા પાઠભેદનું પણ સૂચન કર્યું છે. (પૃ.૩૯૫ ગા.૧૩ ટિ.૨) ♦ મૂળ ગાથામાં પણ અનેક સ્થળે શુદ્ધિકરણ કર્યું છે. (૪/૨૭ પૃ.૨૬૯ ટિ.૧,૨, ૪/૨૮ પૃ.૨૭૦ ટિ.૧, ૫/૧૯ પૃ.૨૯૭ ટિ. ૧)
♦ સ્વોપજ્ઞટીકામાં સાક્ષીગાથાના અંશો અપાયા હોય ત્યાં ટિપ્પણમાં પૂરી ગાથા આપી છે. (પૃ.૪૧૦ટિ.) ♦ સ્વોપજ્ઞટીકામાં આવતાં પ્રાકૃતભાષાના અવતરણોની સંસ્કૃત છાયા ટિપ્પણમાં આપી છે. (પૃ.૪૧૦ વગેરે) ♦ ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજે કેટલાક સ્થળોએ મૂળ ગાથાઓ સુગમ જણાવી ટીકા ન કરી હોય એવું જોવામાં આવે છે. આવા સ્થળે મૂળ ગાથામાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે તે તે વિષયની અન્યાન્ય ગ્રંથમાં થયેલી ચર્ચાઓના આધારે શુદ્ધિકરણ કર્યું છે. દા.ત. બત્રીસી ૯/૨૯ માં ‘વિષ્ણુદ્યમભય’ સ્થળે ‘નયલતા’ ટીકામાં ધર્મરત્નપ્રકરણ, બૃહત્કલ્પ વગેરે ગ્રંથોના પાઠો આપી ક્લિષ્ટ શ્લોકને સ્પષ્ટ કરેલ છે.
♦ બત્રીસીની ગાથા (૭/૧૫) હારિભદ્રીય અષ્ટક (૧૪/૧) જોડે ઘણી સમાનતા ધરાવે છે. આવા સ્થળે હારિભદ્રીય અષ્ટકની ટીકા નયલતામાં આપી દીધી છે.
‘નયલતાટીકાકાર અને અનુવાદક'
મુનિશ્રી યશોવિજયજીની વિદ્વત્તા, બહુશ્રુતતા, તાર્કિકતાના દર્શન એમની ટીકા અને અનુવાદમાં પંક્તિએ પંક્તિએ થાય છે. પ્રસ્તુત બત્રીસ-બત્રીસીની ‘નયલતા' ટીકામાં ૧૧૫૦ કરતાં વધુ ગ્રંથોના ૧૧૫૦૦ કરતાં વધુ સંદર્ભ આપ્યા છે. આપણને એમ થાય કે આટલા બધા સંદર્ભગ્રંથોને ટાંકવા એ કેટલું મોટું મહાભારત કામ છે ? આપણે ત્યાં લોકપ્રકાશ (૭૦૦ ગ્રંથોના સાક્ષીપાઠ) અને ધર્મસંગ્રહ (૨૫૦ ગ્રંથોના સાક્ષીપાઠ) જેવા વિપુલપ્રમાણમાં શાસ્ત્રપાઠો ટાંકનારા આકરગ્રંથો બહુ થોડા છે.
આટ-આટલા સંદર્ભગ્રંથો ટાંકનારા મુનિશ્રી કર્તવ્યનો ભાર પોતાના માથે રાખતાં જ નથી. તેઓ કહે છે કે ‘‘આ બધું કેવળ દેવ-ગુરુની કૃપાથી જ શક્ય છે. હું કોઈ ગ્રંથને જ્યારે ઉપયોગી સંદર્ભ શોધવા ઉઘાડું છું ત્યારે મોટાભાગે એવું બને છે કે જે પાનું ઉઘડે એમાં જ મને જોઈતો પાઠ મળી જતો હોય છે !'' ઉપાધ્યાયજી મ.પ્રત્યે પણ તેઓશ્રીની ભક્તિ ઊંડી છે. જ્યારે જ્યારે કોઈ પંક્તિ ન સમજાય ત્યારે ઉપાધ્યાયજી મ.ના નામની માળા ફેરવીને પ્રાર્થના કરે કે - આ સ્થળનો અર્થ ઉપાધ્યાયજી મ.ને જે અભિપ્રેત હોય તે મને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે પ્રાર્થના કરીને સુઈ જતાં મુનિશ્રી ઉઠે ત્યારે મૂંઝવણનો ઉકેલ હાજર જ હોય !
ઉપાધ્યાયજી મ.ની આવી કૃપા વરસવાનું કારણ જણાવતાં મુનિશ્રી ભૂતકાળમાં સરી જઈ સ્મરણના પોપડાં ખોલે છે : મુમુક્ષુ અવસ્થામાં દીક્ષાના મુહૂર્ત માટે ડભોઈ જવાનું થયું. ત્યારે ત્યાં બિરાજમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org