________________
• પ્રસ્તાવના .
द्वात्रिंशिका
એ જ રીતે વિવાદ વગેરેના ઉદાહરણો પ્રચલિત ઐતિહાસિક કથાપ્રસંગો આપી સ્પષ્ટ કર્યા છે. ભગવાન મહાવીરપ્રભુ-ગૌતમસ્વામિનો વાદ = ધર્મવાદ, શોભનમુનિ અને ધનપાલનો વાદ = ધર્મવાદ, પાલક-સ્પંદકનો વાદ = વિવાદ આવું નયલતામાં દર્શાવેલ છે. (પૃ.૪૪૮)
10
• અનુવાદ
‘પ્રસ્તુત ગ્રંથનો ગુજરાતી અનુવાદ થવો જરૂરી છે' એ જણાવતા પં. હીરાલાલ કાપડિયા જણાવે છે કે - અનુવાદ : મૂળ કૃતિનું મહત્ત્વ જોતાં એનો ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષામાં અનુવાદ ક્યારનો એ પ્રસિદ્ધ થવો જોઈતો હતો પણ તેમ થયેલું જણાતું નથી એથી આશ્ચર્ય થાય છે. (યશો દોહન પૃ.૩૩૦) ગૂર્જર અનુવાદ ૦
·
ગુજરાતી અનુવાદ કરતી વખતે લેખકશ્રીએ સામાન્ય વાચકવર્ગને સામે રાખ્યો છે. પદાર્થોને બને તેટલી સરળ રીતે રજૂ કરવાની કોશીષ કરી છે. પૂર્વપક્ષ કે ઉત્તરપક્ષનું વક્તવ્ય શરૂ થાય અને પૂરું થાય તે બન્ને આદિ-અંતને → ← આવા ચિહ્નો મૂકી એકદમ સ્પષ્ટતા કરી છે.
પેટા શીર્ષકો બોલ્ડ ટાઈપમાં આપેલા હોવાથી અનુવાદમાં કયો વિષય ચર્ચાઈ રહ્યો છે તે વાચકને તરત સમજાઈ જાય છે. વળી, ટીકાના ક્યા અંશનું વિવેચન ચાલે છે તે જણાવવું જરૂરી હોય ત્યાં દેવનાગરી ટાઈપમાં ટીકાનું પ્રતિક પણ ઘણા સ્થળે આપ્યું છે. (૯/૧૨)
ગુજરાતી અનુવાદમાં ગાથાર્થ અને ટીકાર્થ આપ્યા પછી નયલતામાં આપેલી વિગતોમાંથી સામાન્ય વાચકને ઉપયોગી વિશેષાર્થ પણ આપ્યો છે.
• પૂર્વ સંસ્કરણો
•
પ્રસ્તુત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા સ્વોપન્ન તત્ત્વાર્થદીપિકા ટીકા સાથે ઈ.સ.૧૯૧૦ માં જૈનધર્મપ્રસારક સભા દ્વારા પ્રતાકારે પ્રગટ થયેલી. ફરી એનું પ્રકાશન વિ.સં. ૨૦૪૦ માં રતલામ જૈન સંઘ તરફથી થયું છે. પં. અભયશેખર વિજયજી ગણિવરના (હાલ આચાર્ય) ભાવાનુવાદ સાથે દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ભાગ એક સ્વરૂપે ૧ થી ૮ દ્વાત્રિંશિકાઓ દિવ્યદર્શન ટ્રસ્ટ ધોળકા તરફથી વિ.સં. ૨૦૫૧ માં પ્રગટ થઈ છે. શ્રી હીરાલાલ કાપડિયા ‘યશોદોહન’ (પૃ.૩૩૦) માં લખે છે કે
ટિપ્પણ :- ‘જૈન ધર્મ પ્રસારક સંઘ' તરફથી પ્રકાશિત સવિવૃત્તિ મૂળ કૃતિની પ્રથમ દ્વાત્રિંશિકાના આદ્ય અઢાર પઘો ઉપર તેમજ ૨૧ મી અને ૨૫ મી દ્વાત્રિંશિકાના એકેક પદ્ય ઉપર આનન્દસાગર સૂરિજીએ સંસ્કૃતમાં ટિપ્પણો રચ્યાં છે. એ મુદ્રિત પ્રતિ અહીંના સૈનાનંદ પુસ્તકાલયમાં છે.
આ ઉપરાંત આ. ઋદ્ધિસાગર સૂરિજીના અનુવાદ સાથે પ્રથમ-દ્વિતીય બત્રીસીઓ ‘દ્રય-દ્વાત્રિંશિકા’ નામે શ્રી કૈલાસસાગરસૂરિ રીલીજીયસ ટ્રસ્ટ, અમદાવાદ તરફથી પ્રગટ થયેલ છે.
—
આ. ચન્દ્રગુપ્તસૂરિના ગુજરાતી વિવેચન સાથે દાનબત્રીસી એક અનુશીલન વગેરે અમુક છૂટક છૂટક બત્રીસી અનેકાંત પ્રકાશન દ્વારા પ્રગટ થયેલ છે.
• પ્રસ્તુત સંસ્કરણ .
પ્રસ્તુત સંસ્કરણની અનેક આગવી વિશેષતાઓ છે. કેટલીક મહત્ત્વની વિશેષતાઓ ટૂંકમાં આ
પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org