________________
द्वात्रिंशिका
• નયલતાકારની હૃદયોર્મિ
77
આવેલ છે. એક પરિશિષ્ટ પ્રથમ ભાગના પ્રારંભમાં (જુઓ પૃ.૮૭ થી ૧૪૯) તથા બાકીના ૧૩ પરિશિષ્ટો આઠમા ભાગના છેડે (જુઓ પૃ.૨૧૯૫ થી ૨૪૫૩) મૂકવામાં આવેલ છે.
♦ પ્રથમ ભાગના પરિશિષ્ટ અંગે કાંઈક.
•
મૂળ દ્વાત્રિંશિકા ગ્રંથ અને તેની સ્વોપજ્ઞ ટીકામાં આવતા અનેક પદાર્થોની તો નયલતા ટીકામાં છણાવટ કરેલ છે જ. તદુપરાંત પ્રાસંગિકરૂપે સ્વ-પરદર્શનના અનેકવિધ પદાર્થોની છણાવટ ‘નયલતા’ટીકામાં થયેલ છે. સંક્ષેપ અને વિસ્તારથી જે જે પદાર્થો ‘નયલતા’ વ્યાખ્યામાં દર્શાવેલ છે તેની તથા દ્વાત્રિંશિકા ગ્રન્થના પદાર્થોની એક વિસ્તૃત નોંધ (કુલ ૬૨ પાના) પ્રથમ ભાગમાં મારી હૃદયોર્મિ બાદ દર્શાવેલ છે. આના માધ્યમથી તે-તે પદાર્થની જિજ્ઞાસાની પરિપૂર્તિ માટે વાચકવર્ગ તે-તે સ્થળનું અવલોકન કરી શકશે. મુખ્ય વિષયો, ગૌણ વિષયો, અવાન્તર વિષયો, સ્વતન્ત્ર વિષયો વગેરેને આ નોંધમાં અકારાદિ વર્ણાનુક્રમથી દર્શાવેલ છે. શબ્દથી સમાન જણાતા પદાર્થો પણ ઘણીવાર પ્રકરણ આદિના લીધે અલગ અલગ અર્થને સૂચવનારા બની જતા હોય છે. જેમ કે
‘પ્રણિધાન’ શબ્દ પ્રસ્તુત ગ્રંથમાં/નયલતામાં (૧) આશયપંચક અંતર્ગત પ્રણિધાન-આશય, (૨) ઈશ્વરપ્રણિધાન, (૩) ધર્મપ્રણિધાન, (૪) પ્રશસ્ત પ્રણિધાન, (૫) પૂજા પ્રણિધાન, (૬) બલાર્દષ્ટિગત પ્રણિધાન, (૭) પ્રશસ્તઅવધાનરૂપ પ્રણિધાન, (૮) આકર્ષણરૂપ પ્રણિધાન, (૯) અંતરંગ આશયઉદ્દેશસ્વરૂપ (૧૦) એકાગ્રતાસ્વરૂપ પ્રણિધાન ઈત્યાદિ અનેક અર્થોમાં પ્રયોજાયેલ છે. ‘સાંકર્ય' શબ્દ પણ મૂળગ્રંથ તથા નયલતામાં વિવિધ અર્થમાં વપરાયેલ છે. જેમ કે (૧) જાતિ સાંકર્ય, (૨) ઉપાધિ સાંકર્મ, (૩) ઉપધેયસાંકર્ય, (૪) વૃત્તિસાંકર્ય, (૫) શબ્દપ્રતીત્યાદિસાંકર્ય, (૬) અવસ્થા સાંકર્ય, (૭) સ્મૃતિસાંકર્ય.
• તે રીતે ‘ગ્રન્થિ’ શબ્દ પણ (૧) જૈનદર્શનમાન્ય ગ્રન્થિ, (૨) હૃદય ગ્રન્થિ, (૩) અવિદ્યાગ્રન્થિ, (૪) તમો ગ્રન્થિ, (૫) રુદ્રગ્રન્થિ- આવા જુદા-જુદા દર્શનના અનુસંધાનમાં વપરાયેલ છે. તે જ રીતે ભવાભિનંદી જીવના ભોગસુખ, સમિકતીના ભોગસુખ, પાતંજલમાન્ય ભોગ પદાર્થ શબ્દ સામ્ય હોવા છતાં અર્થતઃ જુદા પડી જાય છે.
આ રીતે ‘સમાધિ' શબ્દ પણ વિવિધ અર્થમાં જોવા મળે છે. જેમ કે (૧) પાતંજલમાન્ય અષ્ટાંગયોગગત સમાધિ, (૨) બૌદ્ધ માન્ય અષ્ટાંગયોગગત સમાધિ, (૩) વ્યક્ત-અવ્યક્ત સમાધિ, (૪) મહાસમાધિ, (૫) પરમ સમાધિયોગ (૬) સાલંબન-નિરાલંબન સમાધિ, (૭) દશવૈકાલિકદર્શિત શ્રુતવિનયાદિ સમાધિ, (૮) પાતંજલમાન્ય સમ્પ્રજ્ઞાત-અસમ્પ્રજ્ઞાત આદિ સમાધિ, (૯) બૌદ્ધમાન્ય અભિસંજ્ઞાનિરોધ સંપ્રજ્ઞાત સમાધિ- છંદસમાધિ- વીર્યસમાધિ આદિ રૂપે સમાધિ પણ અનેકસ્વરૂપને ધારણ કરે છે.
સ્વ-પરદર્શનસંબંધી પદાર્થોના ગૌણ-મુખ્ય તમામ પ્રકારોનો વિચાર કરવામાં આવે તો ઘણા ભેદ થાય. જેમ કે યોગના ૮૮ ભેદ, સમાધિના ૬૦ ભેદ, કથાના ૪૫ ભેદ, તપના ૩૦ ભેદ, દાનના ૨૮ ભેદ, જ્ઞાનના ૨૧ ભેદ, પર્યાય અને ભિક્ષાના ૧૯ ભેદ, દેશના અને ધ્યાનના ૧૭ ભેદ, પૂજાના ૧૬ ભેદ, તથા મુક્તિ, સમાપત્તિ, ભાવના, વાયુ અને પરિણામના ૧૫ પ્રકાર, વિનય અને કર્મના ૧૪ ભેદ, યોગીના ૧૩ ભેદ, તેમજ સમ્યક્ત્વ, પ્રણિધાન, અનુષ્ઠાન, આત્મા, યજ્ઞ અને સંજ્ઞાના ૧૨ ભેદ તથા વાદ-વાદી-સંસ્કાર-હિંસાના ૧૦ ભેદ, વૈરાગ્યના ૯ ભેદ,... ઇત્યાદિ બાબત આ નોંધમાંથી વાચકવર્ગને મળી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org