SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ 73 द्वात्रिंशिका • નલતાકારની હૃદયોર્મિ • આગમિક અને આગમોત્તરકાલીન સાહિત્યમાં ઠેર-ઠેર એકની એક પંક્તિને વારંવાર ઘૂંટી-ઘૂંટીને જણાવવામાં આવે છે. જેમ કે • નિશીથભાષ્યમાં “ ન સુજે મળ..” ગાથા બે વાર આવે છે. (ગાથા પર૩૩, ૫૩૫૬) અને તે પણ “અમે આગળ કહી ગયા છીએ....” ઇત્યાદિ ઉલ્લેખ વિના જ. • ‘સદ્ધાળ વન્ગ સંમ” ગાથા નિશીથભાષ્યમાં ત્રણ વાર મળે છે. (ગાથા. ૧૬૧, ૧૮૮, ૨૫૩) » ‘લવે મોમોરિy... ગાથા તો નિશીથભાષ્યમાં ઢગલાબંધ વાર અક્ષરશઃ રિપિટ થયેલી છે. (જુઓ નિ.ભા. ગાથા ૧૦૦૭, ૧૪૯૦, ૧૮૫૩, ૨૦૦૭, ૨૦૧૨, ૫૪૧૯, ૧૯૫૩, ૧૯૫૭, ૫૯૬૨, પ૯૭૬, ૬૦૨૬....) • વિશેષાવશ્યકભાષ્યમાં “સવિલો ...” ગાથા ચાર વાર આવે છે. (ગાથા ૧૧૫, ૩૧૯, પર૧, ૨૮૪૪) • શ્રીહરિભદ્રસૂરિ કૃત પંચાલકજીમાં “યસ્થી ર વિદારો ગાથા બે વાર મળે છે. (૧૧/૩૨, ૧૪/૨૦) ઘણીવાર એક જ ગ્રંથની ટીકામાં એક જ શ્લોક અનેક વાર ટાંકવામાં આવે છે. જેમ કે “ધર્મેન મનમૂર્ણ...” આ સાંખ્યકારિકા (૪૪) અષ્ટકવૃત્તિમાં બે વાર (૧૪/૬, ૧૬૭) ઉદ્ધત કરેલ છે. માત્ર જૈન ગ્રન્થોમાં જ નહિ, જૈનેતરગ્રંથોમાં પણ આવું જોવા મળે છે. જેમ કે ન સા સમા યત્ર..” શ્લોક મહાભારતમાં ઉદ્યોગપર્વ ૩/૪૮ + સભાપર્વ ૬૭/પ૩) બે વાર આવે છે. ખુદ મહોપાધ્યાયજી મહારાજે પણ પ્રસ્તુત ગ્રંથમાં પાતંજલમાન્ય “વિકલ્પ પદાર્થની વ્યાખ્યા બે વાર કરેલ છે. અને તે પણ “અમે પૂર્વે કહી ગયા છીએ' એવા ઉલ્લેખ વિના. (જુઓ પૃ.૭૪૮, ૧૩૩૮) આ કાંઈ દોષરૂપ નથી. પણ વિષયની દઢતા માટે છે. મંદસ્મૃતિવાળા બાલ જીવો ઉપર ઉપકાર પણ આના દ્વારા થાય છે. પુનરુક્તિ અંગે યજુર્વેદઉબૈટભાષ્યમાં પણ સરસ વાત કરી છે. “સંસ્કારોબ્યુનનાર્થ હિતખ્ય પથ્થગ્ય पुनःपुनरुपदिश्यमानं न दोषाय भवति' (य.वे.उ.भा. १/२१) માટે નયલતામાં વિષયની દઢતા-સ્પષ્ટતા માટે, વૈરાગ્યાદિ ભાવોની પુષ્ટિ માટે અમે એક જ શ્લોક અનેક વાર ઉદ્ધત કરેલ છે. માટે તેવી પુનરુક્તિને ગુણાનુરાગી વાચકવર્ગ દોષરૂપ નહિ ગમે તેવી અપેક્ષા અસ્થાને નહિ ગણાય. એક જ શ્લોક નયેલતામાં પૂર્વે ક્યાં ક્યાં આવેલ છે ? તેની માહિતી અમે તે તે સ્થળે () માં આપેલ છે. ((૧૮) “નયલતા' વ્યાખ્યાની રચના/સંપાદનપદ્ધતિ અંગે) નયલતામાં ઉદ્ધત કરેલા સાક્ષીપાઠ|સંદર્ભો મુદ્રિત પ્રત કે પુસ્તકમાં અશુદ્ધ હોય તો તેને શુદ્ધ કરવાનો યથાશક્ય પ્રયત્ન કરી ટિપ્પણમાં તેનો ખુલાસો કરેલ છે. (જુઓ પૃ.૧૧૯૪, ૨૦૬૨) વગેરે. નયલતામાં ઉદ્ધત મૂળ આગમના પાઠો ક્યાંક અશુદ્ધ જણાય તો (?) નિશાની સાથે શુદ્ધ પાઠ ( ) ની બહાર બતાવવાનો પ્રયાસ કરેલ છે. (જુઓ પૃ.૧૨૦૬ વગેરે) સ્વોપજ્ઞવૃત્તિ સહિત દ્વાત્રિશિકા પ્રકરણની હસ્તપ્રતો તથા મુદ્રિત પ્રત-ઉભયત્ર અશુદ્ધ પાઠ ઉપલબ્ધ થતો હોય તો ક્યાંક ન લતામાં પણ તે અશુદ્ધ પાઠનો નિર્દેશ કરેલ છે. (જુઓ પૃ.૧૭૬ર વગેરે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy