________________
60
• નયલતાકારની હૃદયોર્મિ •
द्वात्रिंशिका પ્રત-પુસ્તકમાં થોડા ફેરફાર સાથે મળતા હોય તો સ્વોપજ્ઞવૃત્તિગત પાઠને યથાવત રાખીને ટિપ્પણમાં તે ફેરફારનો ઉલ્લેખ ક્યાંક કરેલ છે. (જુઓ પૃષ્ઠ ૪૮૦, ૧૨૫૧, ૧૫૬૬, વગેરે) અથવા
ક્યાંક નયલતા વ્યાખ્યામાં મુદ્રિતપુસ્તકાદિમાં ઉપલબ્ધ તે સંદર્ભપાઠને દર્શાવેલ છે. (જુઓ પૃષ્ઠ ૨૪૮ આદિ) તમામ મુદ્રિત પ્રત અને હસ્તપ્રતમાં સ્વોપલ્લવૃત્તિનો પાઠ ત્રુટિત મળતો હોય ત્યાં અન્ય ગ્રન્થના આધારે ત્રુટિત અપેક્ષિત પાઠ સ્વોપજ્ઞવૃત્તિમાં ઉમેરેલ છે. (જુઓ પૃષ્ઠ ૧૨૯૧ વગેરે) મુદ્રિત પ્રત અને હસ્તપ્રત બન્નેમાં જો જુદા જુદા પાઠ મળ્યા હોય અને બન્ને પાઠની અર્થસંગતિ થઈ શકતી હોય તો તેવા સ્થળે નયેલતા-વ્યાખ્યામાં બન્ને પાઠને સ્વીકારી અર્થસંગતિ કરવા પ્રયત્ન કર્યો છે. (જુઓ પૃષ્ઠ ૧૪૧૮ વગેરે) નયેલના વ્યાખ્યામાં પણ ક્યાંક હસ્તપ્રત આદિના પાઠાન્તર નોધેલ છે. (જુઓ પૃષ્ઠ ૧૭૯૪ વગેરે) મૂળ ગ્રંથનો ટૂંકમાં પરિચય વાચકોને થાય તે માટે દરેક બત્રીસીના પ્રાયઃ તમામ શ્લોકોનો ટૂંકસાર દરેક ભાગની પ્રસ્તાવના બાદ આપેલ છે. તેના આધારે પંડિત શ્રી ધનંજયભાઈએ અત્યંત સંક્ષેપમાં પ્રથમ ભાગમાં તમામ બત્રીસીનો ટૂંકસાર આપેલ છે.
((૧૨) નયલતા વ્યાખ્યામાં શું નિહાળશો ?) વ-પરદર્શનના ૧૧૫૦ જેટલા ગ્રંથોના ૧૧૫૦૦ જેટલા સંદર્ભો દ્વારા બત્રીસ-બત્રીસી ગ્રંથના પદાર્થોનું સ્પષ્ટીકરણ. જેમ કે શ્રીહરિભદ્રસૂરીશ્વરરચિત જ્ઞાનપંચકવિવરણ આદિ અમુદ્રિત ગ્રંથરત્નોના સંદર્ભો, ઉત્સર્ગોપવાદ-અનેકાન્તઉપનિષદ્ આદિ નિગમગચ્છના અમુદ્રિત ગ્રંથોના ઉચિત સાક્ષીપાઠો, નાવડિયાર વગેરે કન્નડ ભાષાના (સંસ્કૃત ભાષામાં અનુવાદિત) દિગંબરીય ગ્રંથોના અવતરણો, પાલી ભાષામાં બૌદ્ધના મઝિમનિકાય, અંગુત્તરનિકાય આદિ ત્રિપિટક સાહિત્યના સંવાદો, શ્વેતાંબરીય જૈનાગમ-નિયુક્તિ-ભાગ્ય-ચૂર્ણિ આદિ આગમિક સાહિત્યના ૧૧૭ ગ્રંથોના ઉદ્ધરણો, આગમોત્તરકાલીન શ્વેતાંબરીય જૈન સાહિત્યના ર૬૪ જેટલા ગ્રંથોના ચૂંટેલા શ્લોકો, દ્વાદશાનિયચક, સમ્મતિતર્ક, સ્યાદ્વાદ કલ્પલતા વગેરે શ્વેતાંબરીય જૈન ન્યાય ગ્રન્થોના સાક્ષીપાઠો, સમયસાર-ધવલા આદિ દિગંબરીય જૈન સાહિત્યના ૭૮ જેટલા ગ્રંથોના સંવાદી વચનો, પ્રમેયકમલમાર્તડ, ન્યાયવિનિશ્ચય આદિ દિગંબરીય જૈન ન્યાય ગ્રન્થોના સંદર્ભો, ચારેય વેદ તથા ૧૭૯ જેટલા ઉપનિષદ્ ગ્રંથોની આધ્યાત્મિક ઋચા વગેરેના ઝૂમખાઓ, અગ્નિપુરાણ, આદિત્યપુરાણ, ગરુડપુરાણ, માર્કન્ડેય પુરાણ આદિ ૨૭ પુરાણોના સંદર્ભો, અત્રિસંહિતા, ચરકસંહિતા, લાટસંહિતા, સૂતસંહિતા આદિ ૧૪ સંહિતા-ગ્રંથોના સાક્ષીપાઠો, અષ્ટાવક્રગીતા, યયાતિગીતા, રામગીતા આદિ ૨૨ ગીતા-ગ્રંથોના અવતરણો, આપસ્તમ્બસ્મૃતિ, પરાશરસ્મૃતિ, નારદસ્કૃતિ આદિ ૩૦ સ્મૃતિ-ગ્રંથોના ઉદ્ધરણો, જૈમિનીય બ્રાહ્મણ, તાક્ય બ્રાહ્મણ, ઐતરેય બ્રાહ્મણ આદિ બ્રાહ્મણ-ગ્રંથોનું નવનીત, ન્યાય-સૂત્ર, વૈશેષિક-સૂત્ર, સાંખ્ય-સૂત્ર વગેરે ૩૬ સૂત્રાત્મક ગ્રંથોના સંવાદી સૂત્રો,
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org