SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 59 द्वात्रिंशिका • નયલતાકારની હૃદયોર્મિ • હસ્તપ્રત અને મુદ્રિત પ્રત બન્નેમાં પાઠ શુદ્ધ હોય ત્યારે ટિપ્પણમાં “પાઠાન્તર” રૂપે અન્ય પાઠને જણાવેલ છે. પરંતુ ઘણી વાર અમુક પાઠને શુદ્ધ કહેવો કે અશુદ્ધ જ કહેવો ? તે નક્કી કરવું મુશ્કેલ બનેલ હોય ત્યાં ટિપ્પણમાં “ત્તિ પાટી” અથવા “સ રિન્ય' આવા ઉલ્લેખ સાથે તેને તે પાઠો દર્શાવેલ છે. (જુઓ પૃષ્ઠ ૪૭૬, ૪૮૨, ૫૦૧, ૫૦૨, ૫૩૭, ૧૪૭, પપ૩, ૫૭૨, પ૮૦, ૫૮૭, ૫૮૯, ૬૦૨, ૬૨૧, ૬૪૬, ૬૬૪, ૬૮૯, ૬૯૯, ૭૦૧, ૭૪૮, ૭૬૨, ૭૭૩, ૭૯૭, ૮૫૨, ૮૬૨, ૮૯૦, ૯૦૭, ૯૩૮, ૧૦૦૯, ૧૦૨૫, ૧૦૨૯, ૧૦૪૪, ૧૦પ૪, ૧૦૭૧, ૧૨૧૧, ૧૩૦૦, ૧૩૩૭, ૧૪૪૫, ૧૪૬૪, ૧૫૩૬, ૧પ૪૨, ૧૫૭૪, ૧૫૮૯, ૧૬૧૭, ૧૬૫૨, ૧૬૫૭, ૧૭૩૧, ૧૯૦૭, ૧૯૬૧, ૧૯૮૭ વગેરે) ઉપરોક્ત સ્થળે કયા પાઠ શુદ્ધ જ છે અથવા કયા પાઠ અશુદ્ધ જ છે ? તેનો નિર્ણય કરવાનું કાર્ય બહુશ્રુત ઉપર છોડવામાં આવે છે. અમને જે પાઠ ઉપરોક્ત સ્થળે શુદ્ધ અથવા વધુ સારા જણાયા તેને મૂળ ગાથા તથા તેની સ્વોપજ્ઞવૃત્તિમાં ગ્રહણ કરેલ છે. તેની વાચકવર્ગે નોંધ લેવી. મહોપાધ્યાયજી મહારાજે સ્વોપજ્ઞવૃત્તિમાં જે સંદર્ભ પાઠો આપેલ છે. તેનું મૂળસ્થાન શોધી () માં ગ્રંથનું નામ તથા અધ્યાયશ્લિોક નંબર વગેરે યથાશક્ય વિગત આપવાનો નિર્ધાર કરેલ છે. જેમાં અષ્ટકપ્રકરણ, યોગબિંદુ, વિશેષાવશ્યકભાષ્ય, આવશ્યક નિર્યુક્તિ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરે શ્વેતાંબર આમ્નાયના ગ્રંથો, પ્રવચનસાર વગેરે દિગંબર સમ્પ્રદાયના ગ્રંથો તથા યજુર્વેદ, બૃહદારણ્યક ઉપનિષદુ, છાંદોગ્યોપનિષદ્, શાર્ગધરપદ્ધતિ, વાક્યપદીય, મનુસ્મૃતિ, પરાશરપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, ન્યાયકુસુમાંજલિ, ઉદયનાચાર્યકૃત કિરણાવલી, તત્ત્વચિંતામણિ, પંચતત્ર, હિતોપદેશ વગેરે અન્ય દર્શનના ગ્રંથોનો સમાવેશ થાય છે. (જુઓ પૃષ્ઠ ૧૮૯૧ વગેરે) જેમ કે “નામુ ક્ષીયતે ફર્મ..” શ્લોકનું મૂળ બ્રહ્મવૈવર્તપુરાણમાંથી મળી આવ્યું. “પૂનીટિસનું સ્તોત્ર....” શ્લોકનું મૂળ બ્રહ્માંડપુરાણમાંથી મળી આવ્યું... વગેરે. સ્વોપજ્ઞવૃત્તિમાં મહોપાધ્યાયજીએ ઉદ્ધત કરેલ પાઠ અનેક ગ્રંથોમાં મૂળ ગ્રંથરૂપે મળતો હોય તો તેવા સ્થળે () માં અનેક ગ્રંથના નામ અને શ્લોકનો ક્રમાંક દર્શાવવાનો અભિગમ રાખેલ છે. (જુઓ પૃષ્ઠ-૧૮૮, ૩૬૬ વગેરે) સ્વોપજ્ઞવૃત્તિમાં મહોપાધ્યાયજી મહારાજે અન્ય ગ્રંથમાંથી સંદર્ભ ઉદ્ધત કરેલ હોય તેમાં ક્યારેક પાઠ ત્રુટક જોવા મળેલ છે. તે-તે સંદર્ભ ગ્રન્થના આધારે તે ત્રુટક પાઠ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરેલ છે. (જુઓ પૃષ્ઠ દ૯૨ વગેરે) તથા અન્ય ગ્રંથમાં પાઠભેદ મળતો હોય તો નયેલતામાં તેને દર્શાવેલ છે. (પૃષ્ઠ ૯૮૩ આદિ) મુદ્રિત પ્રત અને હસ્તપ્રત બન્નેમાં મૂળ ગાથાનો પાઠ અર્થથી શુદ્ધ હોવા છતાં સ્વોપજ્ઞવૃત્તિ મુજબ જ્યાં મુદ્રિત પ્રતનો પાઠ વધુ સંગત થતો હોય તો ત્યાં મુદ્રિત પ્રતનો જ પાઠ ગ્રહણ કરી હસ્તપ્રતનો પાઠ ટિપ્પણમાં પાઠાંતરરૂપે દર્શાવેલ છે. (જુઓ પૃષ્ઠ ૯૭૭, ૧૦૫૦ વગેરે) ઉપરોક્ત સ્થળમાં જ્યાં સ્વોપલ્લવૃત્તિ મુજબ હસ્તપ્રતનો પાઠ શુદ્ધ જણાતો હોય ત્યાં હસ્તપ્રતનો પાઠ ગ્રહણ કરેલ છે તથા મુદ્રિત પ્રતનો પાઠ ટિપ્પણમાં પાઠારરૂપે આપવાનું નક્કી કર્યું. • મહોપાધ્યાયજી મહારાજે સ્વોપજ્ઞવૃત્તિમાં સંદર્ભરૂપે જે પાઠ લીધેલા છે તે પાઠ વર્તમાનમાં ઉપલબ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy