SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ 58 • નલતાકારની હૃદયોર્મિ • द्वात्रिंशिका વાક્યપદીય, રાજમાર્તડવૃત્તિ, યોગસૂત્રભાષ્ય, દશવૈકાલિકનિયુક્તિ, કિરણાવલી, સમરાદિત્યકથા, ષોડશક, યોગસૂત્ર, યોગબિંદુ, યોગશતક વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. ક્યારેક તો પ્રસ્તુત બત્રીસી ગ્રંથની સ્વોપજ્ઞ ટીકાના આધારે અન્ય ગ્રંથના પાઠ પણ શુદ્ધ કરી શકાય તેવું જોવા મળેલ છે. (જુઓ પૃઇ ૨૬૧, પ૬૭, પ૬૮, ૯૮૬, ૧૧૯૪, ૧૬૭૭ વગેરે) આ બાબતનો ઉલ્લેખ છે તે સ્થળની ટિપ્પણીમાં કરવાનું નક્કી કર્યું. મુદ્રિત પ્રત અને હસ્તાદર્શ બન્નેમાં મૂળ શ્લોકનો પાઠ અશુદ્ધ જણાય અને સ્વોપજ્ઞટીકા મુજબ પાઠ શુદ્ધિ થઈ શકતી હોય ત્યાં ટીકાનુસાર મૂળ ગાથામાં પાઠશુદ્ધિ કરવાનું નક્કી કર્યું. (જુઓ પૃષ્ઠ ૬૨૧, ૬૨૭, ૭૧૩, ૮૮૬, ૯૦૭, ૯૧૯, ૯૯૯, ૧૧૨૧, ૧૧૬૪, ૧૧૯૫, ૧૨૩૯, ૧૨પર, ૧૩૨૭, ૧૩૭૩, ૧૫૬૭, ૧૫૭૯, ૧૯૪૮ વગેરે) ઘણીવાર હસ્તપ્રત અને મુદ્રિત પ્રત બન્નેમાં સ્વોપજ્ઞવૃત્તિનો પાઠ અશુદ્ધ હોય તો ત્યાં મૂળ ગાથાના આધારે પણ અપેક્ષિત પાઠશુદ્ધિ કરવાનો ઉદ્દેશ રાખવો. (જુઓ પૃષ્ઠ ૧૦૧૩, ૧૦૫૪, ૧૪૧૮, ૧૬૯૩ વગેરે) અનેક હસ્તપ્રતમાં અને મુદ્રિત પ્રતમાં અશુદ્ધ પાઠ જ ઉપલબ્ધ થતો હોય અને ત્યાં અવસરસંગત અર્થ મુજબ જે શુદ્ધ પાઠ અપેક્ષિત હોય જ, બાકી અનર્થકારી શાબ્દબોધ થાય) તો તેવા સ્થળે જરૂરી શુદ્ધ પાઠ મૂળ ગ્રંથમાં મૂકી ટિપ્પણમાં તે અંગેનો ખુલાસો કરવાનું અમે યોગ્ય માનેલ છે. (જુઓ પૃષ્ઠ ૧૯૪) વગેરે) ક્યારેક સ્વોપજ્ઞવૃત્તિમાં સાક્ષીરૂપે ઉદ્ભૂત ગ્રંથનું નામ મુદ્રિત પ્રતમાં અશુદ્ધ હોય અને હસ્તપ્રતના આધારે તથા અર્થસંગતિ મુજબ ઉદ્ધત ગ્રંથનું શુદ્ધ નામ પણ મૂકેલ છે. જેમ કે મુદ્રિતપ્રતમાં વળ્યાશવૃત્તિ છાપેલ છે. તે અશુદ્ધ છે. તેના બદલે સપ્ટવૃત્તિ આવો પાઠ હસ્તપ્રતમાં મળ્યો કે જે શુદ્ધ છે. (જુઓ પૃષ્ઠ ૩૬૩) મુદ્રિત પ્રતમાં અનાવશ્યક ઢગલાબંધ (હજાર કરતાં વધુ) પૂર્ણવિરામ ચિહ્નો છપાયેલ છે. અનાવશ્યક પૂર્ણવિરામ ચિહ્ન પ્રસ્તુત પ્રકાશનમાં રદબાતલ કરેલ છે. તેની કોઈ નોંધ ટિપ્પણમાં દર્શાવેલ નથી. મુદ્રિત પ્રતમાં સ્વોપજ્ઞવૃત્તિમાં અર્થતઃ પાઠ શુદ્ધ હોવા છતાં મૂળ ગાથા મુજબ અશુદ્ધ જણાય ત્યાં કવચિત હસ્તપ્રતના આધારે પાઠશુદ્ધિ જાળવવા પ્રયત્ન કરેલ છે. (જુઓ પૃષ્ઠ ૧૨૫ વગેરે) સ્વોપલ્લવૃત્તિમાં જે ઉદ્ધરણો મહોપાધ્યાયજી મહારાજે લીધેલા હોય તેને તે-તે મૂળગ્રંથોના આધારે શુદ્ધ કરવાનો પ્રયત્ન કરેલ છે. તેમાં પણ પૂજ્ય આગમદિવાકર પુણ્યવિજયજી મહારાજ તથા પૂજ્ય પ્રવર્તકશ્રી જંબૂવિજયજી મહારાજ દ્વારા સંપાદિત દશવૈકાલિકચૂર્ણિ, આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ વગેરે ગ્રંથોમાંથી તે સંદર્ભપાઠો મળી શકે તો તેઓશ્રીના ગ્રંથો દ્વારા તે - તે સ્થળના પાઠને શુદ્ધ કરવાનો પ્રયત્ન ઘણા સ્થળે કરેલ છે. (જુઓ પૃષ્ઠ - ૩૧, ૪૫૬, ૪૫૭, ૪૫૯ વગેરે) ઘણીવાર એવું પણ બનેલ છે કે મુદ્રિત પ્રત અને હસ્તપ્રતમાં અત્યંત અશુદ્ધ પાઠ જણાયેલ છે. તેથી તેવા સ્થળે અપેક્ષિત શુદ્ધ પાઠની કલ્પના કરીને () માં તેને દર્શાવેલ છે. અને તે મુજબ નયેલતામાં અને દ્વાત્રિશિકા પ્રકાશમાં વ્યાખ્યા કરી. પરંતુ પાછળથી ઉપલબ્ધ થયેલ હસ્તપ્રતમાં અમે વિચારેલો જ પાઠ જોવા મળતાં આનંદ નિરવધિ બનેલ છે. (જુઓ પૃઇ ૧૯૯, ૯૪૦, ૯૮૭, ૧૦૫૮, ૧૧૧૬, ૧૧૮૦, ૧૫૧૬ વગેરે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy