________________
द्वात्रिंशिका
• નલતાકારની હૃદયોર્મિ •
((૧૧) સંપાદન પદ્ધતિ) બે મુદ્રિત પ્રત અને આઠ હસ્તપ્રતના આધારે પ્રસ્તુત ગ્રંથનું સંપાદન કાર્ય શરૂ કરતી વખતે અમુક બંધારણો અમે નક્કી કર્યા. • જેમ કે હસ્તપ્રત અને મુદ્રિત પ્રત-બન્નેમાં સાચા પાઠ મળતા હોય પરંતુ વધુ સરળતાથી સાચો
અર્થ હસ્તપ્રતના આધારે નીકળતો હોય તો તેવા સ્થળે હસ્તપ્રતનો પાઠ જ ગ્રહણ કરવો. (જુઓ પૃષ્ઠ ૪૮૩, પર૨, પ૨૮, ૫૭૫, ૬૪૭, ૬૮૭, ૧૩૧૫, ૧૩૨૦ વગેરે) તથા મુદ્રિત પ્રત અને હસ્તપ્રત બન્નેમાં સાચા પાઠ હોવા છતાં જો વધુ સરળતાથી સાચો અર્થ મુદ્રિત પ્રતના આધારે નીકળે તો તેવા સ્થળે મુદ્રિત પ્રતનો જ પાઠ ગ્રહણ કરવો. (જુઓ પૃષ્ઠ ૬૦, ૪૦૬, ૪૧૫, ૪૭૬, ૫૦૯, ૫૧૧, પ૩૪, ૫૭૪, પ૯૭, ૬૪૧, ૭૦૬,૭ર૧, ૭૯૭, ૮૦૬, ૮૫૨, ૯૦૨, ૯૬૪, ૧૫૪૫, ૧૫૭૩ વગેરે) તે જ રીતે હસ્તપ્રત અને મુદ્રિત પ્રત બન્નેમાંથી કોઈનો પણ અર્થ ખોટો નીકળતો ન હોય પરંતુ વધુ સારો અર્થ મુદ્રિત પ્રતના પાઠનો નીકળતો હોય તો મુદ્રિત પ્રતનો પાઠ ગ્રહણ કરવો. (જુઓ પૃષ્ઠ ૮૦, ૪૦૩, ૪૬૮, ૪૭૯, ૪૯૩, પપ૩, પ૬૨, ૫૮૦ વગેરે) તથા તેવા જ સ્થળમાં જો હસ્તપ્રતના પાઠનો અર્થ વધુ સારો અને અસરકારક નીકળતો હોય તો તેવા સ્થળમાં હસ્તપ્રતનો પાઠ ગ્રહણ કરવો. (જુઓ પૃષ્ઠ ૨૧, ૪૩, ૬૧, ૧૫૫, ૧૮૨, પ૭૨, ૬૧૧, ૬૯૯, ૭૧૯,૮૬૨, ૯૦૮, ૧૦૨૯, ૧૦૬૧, ૧૮૯૭ વગેરે) ઘણીવાર મુદ્રિત પ્રત અને હસ્તપ્રત બન્નેમાં અશુદ્ધ પાઠ જણાતો હોય તથા સ્વોપજ્ઞવૃત્તિના આગળપાછળના વાક્યના આધારે, પ્રકરણના આધારે અપેક્ષિત શુદ્ધ પાઠ પકડી શકાય તેમ હોય તો તેવા સ્થળે અપેક્ષિત શુદ્ધ પાઠને મૂકી તેની નોંધ ટિપ્પણમાં દર્શાવવી (જુઓ પૃષ્ઠ ૨૪૫, ૧૪૯૪, ૧૫૨૫, ૧૯૫૨, ૧૮૯૭, ૧૯૪૧, ૧૯૪૯ વગેરે) મુદ્રિત પ્રત અને હસ્તપ્રત બન્નેમાં જુદા-જુદા શુદ્ધ પાઠ મળે તો તેવા સ્થળે હસ્તપ્રતનો જ પાઠ ગ્રહણ કરવાનો ઉદ્દેશ રહ્યો છે. (જુઓ પૃષ્ઠ ૩૨, ૩૮, ૬૨, ૨૧૫, ૨૪૩, ૨૫૪, ૪૪૭, ૪૯૦, ૭૦૨, ૭૧૯, ૧૪૫ર વગેરે) તે સ્થળે મુદ્રિત પ્રતનો પાઠ ટિપ્પણમાં “પાઠાન્તરમ્' કહીને દર્શાવેલ છે. ઘણા સ્થળે મુદ્રિત પ્રત અને હસ્તપ્રત બન્નેમાં પાઠ અશુદ્ધ જોવા મળેલ હોય તો તેવા સ્થળે અન્ય ગ્રંથના આધારે પ્રસ્તુત ગ્રન્થની યથાશક્ય શુદ્ધિ કરવી તથા તેની નોંધ ટિપ્પણમાં દર્શાવવી. (જુઓ પૃષ્ઠ ૧૨૦, ૧૪૯, ૧પર, ૧૫૩, ૧૬૮, ૨૬૧,૩૨૩, ૩૨૫,૩૩૧,૩પ૬,૩૫૮,૪૫૬, ૪પ૯, ૪૯૩,૫૦૩,૫૧૨,૫૩૧,૬૧૮,૬૬૦,૬૬૭, ૭૦૪,૭૦૭,૭૫૭,૭૭૨,૭૭૩,૭૯૬,૮૦૨,૯૧૩, ૯૪૧, ૯૯૬, ૧૦૧૯, ૧૦૨૨, ૧૦૨૫, ૧૧૧૨, ૧૧૧૪, ૧૧૨૭, ૧૧૬૯, ૧૧૭૩, ૧૨૨૭, ૧૨૩૦, ૧૨૪૨, ૧૨૬૦, ૧૨૬૯, ૧૨૭૭, ૧૨૮૫, ૧૨૯૦, ૧૩૦૨, ૧૩૩૮, ૧૩૪૦, ૧૩૪૬, ૧૩૪૮, ૧૩૭૧, ૧૩૭૫, ૧૩૮૨, ૧૪૨૮, ૧૪૨૯, ૧૪૮૪, ૧૫૧૦, ૧૫૨૬, ૧૫૭૨, ૧૫૮૧, ૧૬૦૮, ૧૬૧૧, ૧૭ર૭, ૧૭૨૮, ૧૭૩૬, ૧૭૩૮, ૧૭૮૮, ૧૮૦૧, ૧૮૨૪, ૧૮૨૮, ૧૯૧૩ વગેરે.) આ કાર્યમાં ઉપયોગી બનેલ ગ્રંથોની યાદીમાં અષ્ટક પ્રકરણ, ધર્મરત્નપ્રકરણ, આચારાંગ, સૂયગડાંગ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, ધર્મબિંદુ, ઓઘનિર્યુક્તિ, આવશ્યકનિયુક્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org