SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 38 द्वात्रिंशिका નયલતાક્ષરની હૃદયોર્મિ ૩૦૦ વર્ષ પૂર્વે પ્રગટેલી મહાન જ્ઞાનમશાલ એટલે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ. (૧) ન્યાય, (૨) આગમ, (૩) યોગ, (૪) ભક્તિ, (૫) આચાર વિશે તેમણે અનેક નાના-મોટા જુદા-જુદા ગ્રંથોની રચના કરી. પણ આ પાંચેય વિષયોનો વિસ્તારથી માત્ર એક જ ગ્રંથમાં તેઓશ્રીએ સમાવેશ કર્યો હોય તેવો કોઈ ગ્રન્થ હોય તો તે ગ્રન્થરનનું નામ છે ધાત્રિશદ્ દ્વાત્રિશિકા પ્રકરણ. (૧ : દ્વાદિંશદ્ દ્વાબિંશિક : મૂળ ગ્રન્થનો પરિચય) (૧) આ એક એવો ગ્રન્થ છે જેમાં (એ) બૌદ્ધદર્શનના ન્યાય, (બી) નૈયાયિક દર્શનના ન્યાય અને (સી) જૈન દર્શનના ન્યાયનું એકીસાથે નિરૂપણ ઉપલબ્ધ થાય છે. (૨) આ એક એવો ગ્રન્થ છે જેમાં પ્રાચીન ન્યાય અને નવ્યન્યાય બન્નેની પરિભાષાઓના અને બન્નેની શૈલીના પ્રયોગો જોવા મળે છે. (૩) આ એક એવો ગ્રન્થ છે જેમાં આગમિક પદાર્થોને પણ નવ્ય ન્યાયની પરિભાષામાં પરિસ્કૃત રીતે અને પારદર્શક સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. (૪) આ ગ્રન્થની વિશેષતા એ છે કે હારિભદ્રીય યોગવાયના પદાર્થોને તથા પાતંજલયોગદર્શનના યોગસંબંધી પદાર્થોને તેમજ બૌદ્ધદર્શનના યોગસંબંધી પદાર્થોને અને ઉપનિષદોના યોગસંબંધી પદાર્થોને તર્કબદ્ધ રીતે સંકલનસ્વરૂપે, સમવતારસ્વરૂપે અને સંવાદીસ્વરૂપે આમાં આવરી લેવામાં આવેલ છે. (૫) તર્ક-યુક્તિ-નય-પ્રમાણનો વ્યાપકપણે ઉપયોગ કરવા છતાં પણ આ ગ્રન્થરત્નમાં શ્રદ્ધાપ્રધાન ભક્તિમાર્ગનું-ઉપાસનામાર્ગનું પણ અવલ્લ કોટિનું મૂલ્યાંકન કરવામાં આવેલ છે. (૬) (a) શ્રાવકજીવનના જિનાલય-જિનબિંબનિર્માણ આદિ આચારો, (b) સાધુજીવનના સર્વસંપત્કરી ભિક્ષા-પરિષહવિજય-ઉગ્રસંયમચર્યા આદિ આચારો, (c) યોગની પૂર્વસેવાના આચારો, (d) યોગમાર્ગપ્રવેશ પછીના આચારો વગેરેનું પણ વિશદ અને વિશિષ્ટ વર્ણન આ ગ્રન્થરત્નમાં મળે છે. (૭) માત્ર પૂર્વના ગ્રન્થોના વિશિષ્ટ પદાર્થોનું ચયન જ નહિ પણ વિશદીકરણ અને વૈશિર્યાકરણ પણ આ ગ્રન્થરત્નમાં મહોપાધ્યાયજી મહારાજે કરેલ છે. આવી અને બીજી પણ અનેક વિશેષતાઓ ધરાવવાના લીધે આ ગ્રંથરત્ન વર્ષોથી અનેક વિજ્ઞા વાચકોના આકર્ષણનું સ્થાન બનેલ છે. આપણે ત્યાં અંકશાસ્ત્રથી સંકળાયેલ નામવાળા ગ્રંથોની રચના કરવાની પ્રણાલિકા ઘણી પ્રાચીન છે. જેમ કે શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિરચિત ધાત્રિશત્ તાáિશિકા, શ્રી દેવેન્દ્રસૂરિરચિત સિદ્ધપંચાશિકા, શ્રી જયશેખરસૂરિરચિત દ્વાત્રિશિકાત્રયી, શ્રી અમિતગતિરચિત દ્વત્રિશતિકા, શ્રી મલ્લવાદસૂરિકૃત દ્વાદશાનિયચક્ર, શ્રી હરિભદ્રસૂરિરચિત જ્ઞાનપંચકવિવરણ-પંચવસ્તુ-ષડ્રદર્શનસમુચ્ચય-અષ્ટક-ષોડશક-વિશિકાપંચાશક આદિ ગ્રંથો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy