________________
37
द्वात्रिंशिका
• આ અમૃત છે. લો, ચાખો • સજ્જનના ગુણો પ્રત્યેના અનુરાગથી તેમની સ્તુતિ-પ્રશંસા કરવાથી ગુણમત્સર દૂર થઈ, ગુણપ્રાપ્તિના અંતરાય રવાના થઈ, ગુણવૈભવ પ્રાપ્ત કરી જીવ મોક્ષમાર્ગે આગળ વધે છે. ખરેખર સજ્જનોની અમૃતતુલ્ય વાણી શ્રુતવેલડીને જીવંત રાખે છે. સજ્જનો સર્વત્ર મહોત્સવ કરનારા છે, લોકને દુર્જનથી નિર્ભય બનાવનારા છે. (ગાથા.૧-૧૨).
સજ્જનો કષ્ટ વેઠીને પણ આનંદથી શાસ્ત્રરચના કરે છે. પ્રાચીન શાસ્ત્ર વિદ્યમાન હોવા છતાં વર્તમાનમાં નવા શાસ્ત્રોની રચના શા માટે થાય છે ? આવા પ્રશ્નનો જવાબ એ છે કે જીવવિચાર વગેરે પ્રકરણ ગ્રંથો રૂપી નૌકા દ્વારા સરળ રીતે ભગવતીસૂત્ર, પન્નવણા વગેરે આગમોના મહાસાગરમાં પ્રવેશી શકાય છે. સીધેસીધા મહાસાગરમાં ઝંપાપાત કરનારા જીવો ડૂબી જાય, તે રીતે સીધેસીધા પન્નવણા વગેરે આગમો વાંચનારાનું મગજ ચકરાવે ચડી જાય. (ગાથા.૧૨-૧૪)
તમારા નવા શાસ્ત્રો વાંચવામાં પસાર થતો સમય પ્રાચીન આગમ વાચવામાં વિલંબ કરાવે છે. આ રીતે નવું શાસ્ત્રસર્જન નડતરરૂપ છે” આવી દલીલનો જવાબ ગ્રંથકારશ્રી જણાવે છે કે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ વગેરેના શાસ્ત્રો જેમ આગમ ગ્રંથોના અભ્યાસમાં સહાયક થયા છે તે રીતે અમારા ગ્રંથો વિશે પણ સમજવું. (ગાથા.૧૬)
ગ્રંથકારશ્રી પોતાની ગુરુપરંપરાનું સ્મરણ કરે છે. તથા પોતાના ગુરુના ઉપકારો અને તેમની ઉદારતાને યાદ કરે છે. ગુરુદેવશ્રી નવિજયજી મહારાજના ઉપકારો યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા અને પોતાને મળેલા જ્ઞાનનો સંપૂર્ણ યશ તેઓને આપતા તેઓ પોતાની નમ્રતા અને સમર્પણભાવનાને પ્રગટ કરે છે.
પોતાનું કર્તવ્ય સંપૂર્ણ કરીને વાચકોને આ ગ્રંથ વાંચવા-વંચાવવા-લાવવાની ભલામણ કરતા એવા ગ્રંથકારશ્રી વિરામ પામે છે. (ગાથા.૩૨)
આ છે : ‘દ્વત્રિશાત્રિશિકા મહાગ્રન્થના સટીક સવિવેચન મહાકાય આઠ મહાભાગોનો અતિસંક્ષિપ્ત પરિચય સ્વરૂપ રસીલો રસાસ્વાદ !
તે માણતાં તમને મઝા આવી હોય... તેને વાંચતા તમારી રસવૃત્તિ-જિજ્ઞાસા જાગૃત થઈ હોય... તમારી જ્ઞાનરુચિ ખૂલી-ખીલી હોય, તો જરૂર આ મહાગ્રન્થોને તમે વાંચજો અને વંચાવજો. તેનો સ્વાધ્યાય કરજો અને કરાવજો.
પણ તે માટે તમારામાં તથાવિધ જ્ઞાન-યોપશમ પણ જરૂરી છે. નથી તેવો ક્ષયોપશમ, તો શું કરશો ?
આ મહાશાસ્ત્રોની પૂજા કરજો. ભક્તિ કરજો. તેને વંદન કરજો. શ્રતને કરેલું ભાવ-વંદન પણ કર્મનિકંદન કાઢીને, સંસાર-આકંદનને સદાકાળ માટે સુશાન્ત કરી દઈને પરમાનન્દન પદને આપના બને છે.
// ગુમ ભવતુ !
જ્યાળતુ | શિવમસ્તુ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org