________________
२२४ • નૈયાયિમતવિવાર. •
ત્રિશિવ-૪/૮ सात्मन्येव महत्त्वाङ्गमिति चेत्तत्र का प्रमा । पुमन्तरस्य कल्प्यत्वाद् ध्वस्तदोषो वरं पुमान् ॥८॥
सेति । सा = नित्यनिर्दोषता आत्मन्येव = आत्मनिष्ठैव महत्त्वाङ्गम् । इत्थं च नित्यनिर्दोषा'त्मत्वाभावस्य हेतुत्वान्न दृष्टान्ते साधनवैकल्यमिति भावः ।
अन्वयिदृष्टान्ते परः साधनवैकल्याभावमाशङ्कते - 'सेति ।
नित्यनिर्दोषात्मत्वाभावस्य सामानाधिकरण्यसम्बन्धेन नित्यनिर्दोषत्वविशिष्टं यदात्मत्वं तदभावस्य स्वरूपसम्बन्धेन हेतुत्वात् = महत्त्वाभावव्याप्यत्वेनाभिमतत्वात् न दृष्टान्ते = नैवान्वय्युदाहरणे घटाकाशादौ साधनवैकल्यं = हेतुशून्यत्वं, घटाकाशादौ नित्यनिर्दोषत्वसत्त्वेऽप्यात्मत्वविरहाद्धेतुत्वेनाभिमतस्य सामानाવગેરે તેના ગુણધર્મોને ન માનવા એવું ન ચાલી શકે. જે જૈનાગમ દ્વારા તૈયાયિક વીતરાગની જાણકારી મેળવશે તે જ જૈનાગમ દ્વારા વીતરાગમાં મહાનતાની પણ જાણકારી નૈયાયિકને મળી જ જશે. જૈનાગમપ્રતિપાદિત વીતરાગને પ્રામાણિકપણે સ્વીકારવા અને તેની મહાનતાને ન સ્વીકારવી એવું કરી ન શકાય. પ્રસ્તુતમાં પક્ષ તરીકે અભિમત વીતરાગમાં ધર્મીગ્રાહક પ્રમાણ ( વીતરાગબોધક પ્રમાણ) દ્વારા મહાનતાનો નિશ્ચય થઈ જવાથી નૈયાયિકને બાધ દોષ પણ લાગુ પડશે. સાધ્યાભાવનો પક્ષમાં નિર્ણય થાય તે દાર્શનિક પરિભાષા મુજબ બાધ દોષ કહેવાય. મતલબ કે જેમ “સરોવર પાણીવાળું છે' એવો નિર્ણય થયો હોય તેને “સરોવર પાણી વગરનું છે” એવી અનુમિતિ થઈ શકતી નથી. તેમ ધર્મિગ્રાહક પ્રમાણથી “વીતરાગ મહાન છે' આવો નિર્ણય થઈ જવાથી “વીતરાગ મહાન નથી” આવી અનુમિતિ થઈ ન શકે. આમ અનેક દોષ રહેલા હોવાથી
વીતરાગ મહાન નથી, કારણ કે તે નિત્યનિર્દોષ નથી આવો જે અનુમાનપ્રયોગ તૈયાયિક લોકો જૈન સામે કરે છે તે તથ્યહીન ફલિત થાય છે – એમ જાણવું. (૪૭)
નવી શંકા અને તેનું સમાધાન ગ્રન્થકારશ્રી આગળના શ્લોકમાં રજુ કરે છે.
ગાથાર્થ :- “નિત્યનિર્દોષતા આત્મામાં જ મહત્ત્વસાધક છે.' - આવું નૈયાયિક કહે તો તેમાં પ્રમાણ શું છે? કારણ કે અન્ય અપ્રસિદ્ધ સ્વતંત્ર પુરુષની કલ્પના કરવા કરતાં પ્રસિદ્ધ પુરુષમાં જ દોષધ્વસની કલ્પના કરવી વધુ યોગ્ય છે. (૪૮)
છે નિત્યનિર્દોષ ઈશ્વરની કલ્પના ગૌરવગ્રસ્ત હ ટીકાર્થ :- અહીં નૈયાયિક એમ કહે છે કે – નિત્યનિર્દોષતાનો અભાવ આત્મામાં જ મહત્ત્વાભાવ સાધક છે. અર્થાત્ આત્મવૃત્તિ નિત્યનિર્દોષતાભાવ મહત્ત્વાભાવપ્રજ્ઞાપક છે. એટલે કે જ્યાં આત્મત્વવિશિષ્ટ નિત્યનિર્દોષતા ન હોય ત્યાં મહત્ત્વ ન હોય. અથવા તો જ્યાં નિત્યનિર્દોષત્વવિશિષ્ટ આત્મત્વ ન હોય
ત્યાં મહાનતા ન હોય. આવું માનવામાં અન્વયીપ્રયોગમાં પણ ઉદાહરણ સાધનશૂન્ય = હેતુવિકલ નહિ બને. કારણ કે ઘડા વગેરેમાં સામાનાધિકરણ્યસંબંધથી નિત્યનિર્દોષત્વવિશિષ્ટ આત્મત્વ રહેતું નથી. આમ નિત્યનિર્દોષત્વવિશિઆત્મત્વઅભાવસ્વરૂપ હેતુ ઘડામાં રહે છે અને તેમાં અભિપ્રેત મહત્વાભાવસ્વરૂપ સાધ્ય પણ રહે છે. ઘડો કાંઈ આત્મા નથી કે તેમાં નિત્યનિર્દોષતા રહેવાથી નિત્યનિર્દોષતાવિશિષ્ટ આત્મત્વ રહી જાય. આમ ઉદાહરણ તરીકે માન્ય એવા ઘડા વગેરેમાં હેતુ અને સાધ્ય બન્ને રહી જવાથી વ્યાપિનિર્ણય થઈ જશે અને તે હેતુ વિતરાગમાં ન હોવાથી તેમાં મહત્તા સિદ્ધ થઈ નહિ શકે. ૯ ૨. મુદ્રિતતો “. નિષતામા.” ત્ય: ૧૪. I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org