________________
• નૈયાયિમતે હેત્વસિદ્ધિ: ૦
२२५
अत्राऽऽह - इति चेत् ? तत्र = आत्मनि नित्यनिर्दोषत्वे का प्रमा = किं प्रमाणम् ? तथा च प्रतियोग्यप्रसिद्ध्याऽभावाऽप्रसिद्धेर्हेतुरेवाऽसिद्ध इति भावः ।
महत्पदप्रवृत्तिनिमित्ततयैव नित्यनिर्दोषात्मत्वं सेत्स्यतीत्यत आह- पुमन्तरस्य = नित्यनिर्दोषस्य धिकरण्यसम्बन्धेन नित्यनिर्दोषत्वविशिष्टात्मत्वाऽभावस्य प्रकृते विशेष्याभावप्रयुक्त-विशिष्टाभावात्मकस्य स्वरूपसम्बन्धेन सत्त्वात् । जगत्कर्तृत्वेनाऽभिमते नित्ये दोषात्यन्ताभाववति परमात्मनि महेशे महत्त्वाभावो नास्ति प्रकृतो हेतुरपि नास्तीति तत्रैव महत्त्वं न वीतरागादाविति नैयायिकाऽऽशयः ।
ग्रन्थकारः तन्निराकरोति, आत्मनि नित्यनिर्दोषत्वे दोषात्यन्ताभाववत्त्वे किं प्रमाणम् ? नैव किञ्चिदित्यर्थः । तथा च नित्यनिर्दोषात्मत्वाभावस्य महत्त्वाऽभावसाधनत्वाभ्युपगमे प्रतियोग्यप्रसिद्ध्या नित्यनिर्दोषात्मत्वस्याऽप्रसिद्ध्या नित्यनिर्दोषात्मत्वाऽभावस्याप्यप्रसिद्धिरायाता, अभावत्वावच्छिन्नस्य प्रसिद्धप्रतियोगिकत्वनियमात् । इत्थञ्च अभावाप्रसिद्धेः = नित्यनिर्दोषात्मत्वाभावाऽप्रसिद्धेः हेतुरेव प्रकृते असिद्धः, हेतुतावच्छेदकविशिष्टस्य कुत्राऽप्यसत्त्वात् इति भावः ।
ननु महत्पदप्रवृत्तिनिमित्ततयैव = 'अयं महान्' इति प्रसिद्धायाः पदप्रवृत्तेः निमित्तविधयैव नित्यनिर्दोषात्मत्वं सेत्स्यति । ततश्च प्रतियोगिप्रसिद्धेः 'वीतरागो न महान् नित्यनिर्दोषात्मत्वविरहादि 'त्यनुमानप्रयोगे न हेतोरसिद्धता स्यात् इत्यत आह- नित्यनिर्दोषस्य पुंसः कल्प्यत्वात् अस्मदादिप्रत्यक्षप्रमाणेनाऽनुपलब्धे
=
=
ત્રાહ . । પરંતુ નૈયાયિકની ઉપરોક્ત વાત બરાબર નથી. કારણ કે આત્મામાં નિત્યનિર્દોષતા હોય એ બાબતમાં પ્રમાણ શું છે ? કોઈ પ્રમાણ ન હોવાથી નિત્યનિર્દોષ એવા આત્માની કલ્પના અપ્રામાણિક સાબિત થાય છે. અર્થાત્ કોઈ પણ આત્મા નિત્યનિર્દોષ = દોષઅત્યન્નાભાવવિશિષ્ટ નથી. દોષાત્યન્નાભાવવિશિષ્ટ આત્મત્વ જ ક્યાંય પણ રહેતું ન હોવાથી દોષાત્યન્નાભાવવિશિષ્ટ આત્મત્વનો અભાવ અથવા નિત્યનિર્દોષત્વવિશિષ્ટ આત્મત્વનો અભાવ પણ અપ્રસિદ્ધ બની જશે. દાર્શનિક જગતમાં કોઈ અભાવ અપ્રસિદ્ધપ્રતિયોગિક હોતો નથી. ચીજને આપણે ઓળખતા ન હોઈએ તેનો નિષેધ કરી ન શકાય. છગનભાઈને લેશ પણ ન ઓળખનાર વ્યક્તિ ‘આ ગામમાં અત્યારે છગનભાઈ નથી.' એવું શી રીતે કહી શકે ? પ્રસ્તુતમાં મહત્ત્વાભાવનો સાધક એવો નૈયાયિકમાન્ય હેતુ છે નિત્યનિર્દોષ આત્મત્વઅભાવ. તેનો પ્રતિયોગી = વિરોધી નિત્યનિર્દોષઆત્મત્વ અપ્રસિદ્ધ હોવાથી તે હેતુ પણ અપ્રસિદ્ધ બને છે. આથી હેતુઅપ્રસિદ્ધિ = હેતુતાઅવચ્છેદકઅપ્રસિદ્ધિ દોષ તૈયાયિકને લાગુ પડે છે. અપ્રસિદ્ધ હેતુ દ્વારા પક્ષમાં સાધ્યની સિદ્ધિ થઈ ન શકે. આથી તૈયાયિક કોઈ પ્રમાણ દ્વારા ‘વીતરાગ પરમાત્મામાં મહાનતા નથી' એવું સાબિત કરી શકતા નથી.
♦ દોષઅત્યંતાભાવ કરતાં દોષધ્વંસ લઘુ
નૈયાયિક :- ‘મહત્' પદની લોકવ્યવહારમાં જે પ્રસિદ્ધ પ્રવૃત્તિ થાય છે તેના નિમિત્ત તરીકે જ નિત્યનિર્દોષઆત્મત્વ સિદ્ધ થશે. (જેમ ગાયને લોકો ગાય કહે છે, ગધેડાને ગાય કહેતાં નથી. કારણ કે ગધેડાને ગાય કહેવામાં કોઈ નિમિત્ત મળતું નથી. જ્યારે ગાયને ગાય કહેવામાં સાસ્નાદિમત્ત્વ, ગોત્વ વગેરે નિમિત્ત મળે છે. આ જ રીતે સામાન્ય માણસને કોઈ ‘મહાન' કહેતું નથી. ભગવાનને લોકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org