________________
31
द्वात्रिंशिका
• આ અમૃત છે. લો, ચાખો • અંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. આમ છેલ્લે કુતર્કને છોડવાની સોનેરી શિખામણ આપીને ગ્રંથકારશ્રી ૨૩મી બત્રીસી પૂર્ણ કરે છે.
૪ (૨૪) સદ્દષ્ટિ-બત્રીસી : ટૂંકસાર જ ૨૪મી બત્રીસીમાં પૂ. ઉપાધ્યાયજી મ. યોગની છેલ્લી ચાર દૃષ્ટિઓનું નિરૂપણ કરે છે. આ છેલ્લી ૪ યોગદષ્ટિઓ ગ્રન્થિભેદ થયા પછી મળે છે. પૂર્વની ૪ યોગદષ્ટિઓ ગ્રન્થિભેદ થયા પહેલાં ચરમાવર્તમાં મળે છે.
પાંચમી સ્થિરાદેષ્ટિ' ગ્રન્થિભેદ કરીને સમ્યકત્વ મેળવનારા જીવોને જ હોય છે. ક્ષયોપશમની અપેક્ષાએ તે જીવોના બોધમાં તારતમ્ય (ફેરફાર) હોઈ શકે. પરંતુ આત્માદિ તત્ત્વનો બોધ મૂળમાંથી સંપૂર્ણતયા ઉચ્છેદ ન પામે. અહીં જીવને “પ્રત્યાહાર' નામનું યોગનું પાચમું અંગ પ્રાપ્ત થાય છે. “ભ્રમ' નામનો દોષ દૂર થાય છે અને “સૂક્ષ્મબોધ' નામક ગુણ પ્રગટે છે. (ગાથા.૧) - છઠ્ઠી ‘કાન્તાદૃષ્ટિ' માં રહેલા જીવને ધારણા નામનું છઠ્ઠું યોગાંગ પ્રાપ્ત થાય છે. અહીં “અન્યમુદ્ર નામક દોષ ટળે છે. મીમાંસા નામક ગુણ પ્રગટે છે. તેમની પાસે પ્રકૃષ્ટ આત્મબળ હોય છે તથા શુભ અધ્યવસાયોની સ્થિરતા પણ લાંબી હોય છે. આવા યોગીના મનમાંથી દ્વેષ-વાસના-સ્વાર્થ જેવા ભાવો ઓગળી જતાં દીર્ધ સમય સુધી તેમની પ્રશસ્ત ધારણા ટકે છે. ધારણા એટલે ચિત્તને એક જ સ્થાનમાં બાંધી રાખવું તે. આની અસર શરીર ઉપર પણ થાય છે. જેમ કે મુખાકૃતિની સૌમ્યતા; શરીરની કાંતિ વગેરે વિશે છે. આથી તે લોકપ્રિય બને છે. ઈત્યાદિ પણ તેના જીવનમાં જોવા મળે છે. (ગાથા.૮-૯)
સાતમી પ્રભાષ્ટિ ધ્યાનનાં કારણે અત્યંત રોચક-પ્રિય બને છે. અહીં જીવમાં ‘તત્ત્વમતિપત્તિ નામક ગુણ પ્રગટે છે. ચિત્તનો “રોગ' દોષ ટળે છે. આ દષ્ટિ સત્યવૃત્તિપદને લાવનારી છે. આ યોગીઓને થતો શુદ્ધ આત્મતત્ત્વાનુભવ મધ્યાહ્નકાલીન સૂર્ય-પ્રકાશ સમાન હોય છે. ધ્યાનનું બળ, જ્ઞાનની પારદર્શકતા અને આત્મવિશુદ્ધિના બળથી આત્મતત્ત્વનું અસંગપણું-ધૈર્ય-ધ્રુવતા વગેરે અહીં વધુ વિશદ સ્વરૂપે જણાય છે. (ગાથા.૧૭).
આઠમી “પરાષ્ટિ' માં “સમાધિ” નામનું અષ્ટમ અંગ મળે છે. આસંગ નામક દોષ ટળે છે. તત્ત્વપ્રવૃત્તિ નામક ગુણ પ્રગટે છે. આવા યોગીમાં સર્વ પ્રકારે વિશુદ્ધિ પ્રગટેલી હોય છે. તેમનું મન નિર્વિકલ્પ હોય છે. આ દૃષ્ટિ સમાધિનિષ્ઠ હોય છે.
ધ્યાતા-ધ્યય-ધ્યાનનું જ્યાં સંકલન હોય તેને ધ્યાન” કહેવાય. અને તે ધ્યાનમાંથી સંકલન પ્રતિભાસ નીકળી જાય અને અભેદભાવે ધ્યેયસ્વરૂપ જ માત્ર અનુભવાય તો તેને “સમાધિ” કહેવાય. (ગાથા.૨૭)
ભોજન ભૂખ્યા માણસને જરૂરી છે. પણ તૃપ્ત જીવને ભોજન અનાવશ્યક છે. તે રીતે પરાષ્ટિ વાળા જીવોને અતિચારો લાગતા જ નથી. માટે તેમને પ્રતિક્રમણ વગેરે ચારિત્રાચાર તથા જ્ઞાનાચાર, દર્શનાચાર વગેરે હોતા નથી.
ઉત્સુક્તા નિવૃત્ત થવાથી આવા યોગીઓ સર્વ લબ્ધિઓના ફળને મેળવીને છેવટે કેવળજ્ઞાન સંપ્રાપ્ત કરે છે. પછી પોતાની પુણ્યાઈ અને જીવોની પાત્રતા પ્રમાણે લોકોપકાર કરી અઘાતી કર્મની નિર્જરા કરીને લોકાંતે પરમાનન્દપદ પ્રાપ્ત કરે છે. ૨૪મી બત્રીસીમાં છેલ્લી ૪ દૃષ્ટિઓનું આવું અદ્ભુત વર્ણન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org