________________
30 • આ અમૃત છે. લો, ચાખો •
द्वात्रिंशिका ધ્યાનજન્ય પ્રભુસ્પર્શના = સમાપત્તિ થાય છે. (ગાથા.૨૨) દીપ્રા - દષ્ટિવાળા જીવોમાં બોધની સૂક્ષ્મતા હોતી નથી.
યોગદૃષ્ટિસમુચ્ચયમાં સૂક્ષ્મબોધના ત્રણ નિયામક તત્ત્વ જણાવેલ છે. (૧) જે ભવસાગરથી પાર કરાવે, (૨) જે ગ્રંથિભેદ કરાવી શકે અને (૩) “તમામ ક્ષેય પદાર્થો અનંત ધર્માત્મક છે' આવી પ્રતીતિ કરાવે તે સૂક્ષ્મ બોધ કહેવાય.
સમકિતીને હેય પદાર્થમાં હેયપણાનો, ઉપાદેય પદાર્થમાં ઉપાદેયપણાનો અભ્રાન્ત સંવેદનાત્મક નિશ્ચય હોય છે. વેદ્ય પદાર્થોને વિશે આવો સંવેદનાત્મક નિશ્ચય = પરિણામ જે ભૂમિકાએ રહેવાથી થાય તેવી ઉન્નત આત્મભૂમિકા વેદ્યસંવેદ્યપદ કહેવાય. તેનાથી ઊલટું હોય તે અવેદ્યસંવેદ્ય પદ કહેવાય. વેદ્ય પદાર્થનું સંવેદન રુચિવિશેષ સ્વરૂપે સમજવું. દરેક સમકિતીમાં આવી વિશેષ પ્રકારની રુચિ પ્રગટ થયેલી હોય જ છે. તેથી તેમનામાં વેદસંવેદ્યપદ છે- એમ કહી શકાય. (ગાથા.૨૫)
આ રીતે તારા, બલા અને દીપ્રા એ ત્રણ દૃષ્ટિનું વિશદ વર્ણન પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ બત્રીસીમાં કરેલ છે.
૪ (૨૩) કુતર્કગ્રહનિવૃત્તિ-બત્રીસી : ટૂંકસાર # “અવેદ્યસંવેદ્યપદ ઉપર વિજય સંપ્રાપ્ત થાય તો શું પરિણામ મળે? તેનું વિસ્તૃત વર્ણન ૨૩મી બત્રીસીમાં કરાયું છે.
અવેદ્યસંવેદ્યપદ મહામિથ્યાત્વનું કારણ છે. તે જીતાય તો કુતર્ક પોતાની મેળે જ ચાલ્યો જાય છે. જેમ રાજા ઉપર વિજય સંપ્રાપ્ત કરાય તો, તેની સેના અને જાસૂસોનો પરિવાર સ્વતઃ તરત જ રવાના થાય છે તેમ. (ગાથા.૧)
પ્રશમ, જ્ઞાન, શ્રદ્ધા, સુનયને કુતર્ક ખતમ કરે છે. તથા કુતર્ક મિથ્યા-અભિમાનને વધારે છે. તેથી કુતર્કમાં આગ્રહ રાખવો તે મોક્ષાર્થી સાધકો માટે અયોગ્ય છે.
કુતર્કવાદી “સ્વભાવ' નો આધાર લઈને મનફાવતી વસ્તુની સિદ્ધિ કરે છે. કારણ કે જગતમાં ઉદાહરણો બધી જાતના મળે. તેથી પોતાની મનફાવતી ખોટી પણ વાત કુતર્કના જોરે સિદ્ધ કરી શકાય છે. જેમ કે બૌદ્ધના યોગાચાર-મતવાદી માને છે કે “જગતમાં માત્ર જ્ઞાન જ પારમાર્થિક છે. દેખાતી બધી વસ્તુઓ માત્ર બ્રાન્તિ જ છે. આંખની ખામીના લીધે આકાશમાં દેખાતા બે ચન્દ્ર, મૃગજળ કે સ્વમના દશ્યો આંખેથી દેખાવા છતાં અસત્ય છે. તે રીતે બાહ્ય તમામ વસ્તુઓ પણ અસત્ય જ છે.' આવી તેમની સાવ ખોટી વાત પણ તેઓ દષ્ટાન્તના જોરે સાચી સાબિત કરે છે. માટે કુતર્કથી દૂર જ રહેવું. (ગાથા.૯-૧૧).
જો અતીન્દ્રિય પદાર્થનું સ્વરૂપ માત્ર તર્કથી જાણી શકાતું હોત તો અત્યાર સુધીના સુદીર્ધકાળમાં જબ્બર તાર્કિક-શિરોમણિ પુરુષો થઈ ગયા. તેમણે તે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય પોતાની બુદ્ધિના બળે જ સચોટપણે કરી લીધો હોત. પણ તેવું ન બનવાથી તે અતીન્દ્રિય પદાર્થોનો અભ્રાન્ત (વાસ્તવિક) નિર્ણય તો સર્વજ્ઞવચનથી જ થઈ શકે તેમ માનવું રહ્યું. (ગાથા.૩૧)
માટે આગમમાં નજર કરતા સાધકે કુતર્કનો આગ્રહ છોડી દેવો જોઈએ. તો જ સાચા ધર્મની અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org