________________
• बालसन्निधाववश्योपदिष्टाचारपालनम् •
११५
बाह्यक्रियाप्रधानैव देया बालस्य देशना । सेवनीयस्तदाचारो यथाऽसौ स्वास्थ्यमश्नुते ।। २० ।।
વાઘેતિ । સ્પષ્ટઃ ||ર્。||
सम्यग्लोचो धरा शय्या तपश्चित्रं परीषहाः । अल्पोपधित्वमित्यादि बाह्यं बालस्य कथ्यते ।। २१ ।। सम्यगिति । आदिनानुपानत्कत्वं रजन्यां प्रहरद्वयं स्वापः, महती पिण्डविशुद्धिः, द्रव्याद्यभिग्रहाः, 'बाह्यक्रियेति । तदुक्तं षोडशके 'बाह्याचरणप्रधाना कर्तव्या देशनेह बालस्य । स्वयमपि च तदाचारस्तदग्रतो नियमतः सेव्यः ।।' ← ( षो. २ / २) इति । सद्धर्मदेशकेन उपदिष्टाचाराऽपालने तु → स्वविश्रान्तिं न जानन्ति परशान्तिं करोति किम् ? ← ( गु.गी. १७३ ) इति गुरुगीतादर्शितरीत्या बाल उपदिष्टमाचारमुपदेशकं च शङ्केत, चित्तविप्लुतिञ्चाऽऽप्नुयादित्यवधेयम् ।।२ / २० ।।
तस्या एव बालदेशनाया अभिलापमाह- 'सम्यगिति । आदिनाऽनुपानत्कत्वं = पादत्राणराहित्यं, रजन्यां, न तु दिवा, प्रहरद्वयं स्वापः, आद्यन्तप्रहरद्वयं तु स्वाध्याय एव ।
परेषामपि सम्मतमिदम्। तदुक्तं बृहत्पराशरस्मृतौ स्वाध्यायमभ्यसेत्किञ्चिद्यामद्वयं शयीत च । शयानौ मध्यमौ यामौ ब्रह्मभूयाय कल्पते ।। ← (बृ. प. स्मृ. ६ / १४० ) इति । कथ्यते श्रीहरिभद्रसूरिवचना
વિશેષાર્થ -- પરલોકને સુધારવા માટે, પરમલોકની નજીક પહોંચવા માટે જે કાંઈ તપ-નિયમ વગેરે ધર્મક્રિયા કરવામાં આવે તે બધું જ ભાવનાજ્ઞાનભાવિત એવા શાસ્રતત્ત્વના આધારે કરવું; નહિ કે સ્વકલ્પિત તર્ક કે કેવળ શ્રુતજ્ઞાનના આધારે. (૨/૧૯)
આમ બાળ વગેરે જીવોના લક્ષણ બતાવી હવે તેને કેવી ધર્મદેશના આપવી ? તે ગ્રન્થકારશ્રી આગળની ગાથામાં બતાવે છે.
* બાળજીવને આપવાની
ધર્મદેશના
ગાથાર્થ :- બાહ્ય ક્રિયા જેમાં પ્રધાન હોય તેવી જ ધર્મદેશના બાળજીવને આપવી. તથા તેની સમક્ષ તે આચાર પાળવો. જેથી તે બાળજીવ સ્વસ્થતા પામે. (૨/૨૦)
વિશેષાર્થ ઃ- ગાથાર્થ સરળ હોવાથી ટીકાકારશ્રીએ આ ગાથા ઉપર ટીકા રચેલ નથી. અહીં ભાવાર્થ એ છે કે બાલ જીવને જે સ્થૂલ બાહ્ય સદાચારનો-ધર્માચારનો ઉપદેશ આપવામાં આવે તેનું પાલન જો ઉપદેશક સ્વયં તેની સમક્ષ ન કરે તો ‘વાતો કરવી વીરની ને વર્તન ઢીલું ઘેંસ.’ ‘પોથીમાંના રીંગણા’, ‘મુખ મેં રામ બગલ મેં છૂરી', ‘હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા’, ‘પરોપદેશે પાંડિત્યં’, ‘વચને કા દરિદ્રતા'.... આવો ભાવ બાલજીવને ઉપદેશક પ્રત્યે થવાથી તે ધર્મવિમુખ, શ્રદ્ધાભ્રષ્ટ બની મિથ્યાત્વને ગાઢ બનાવે તેવી શક્યતા રહે છે. આજના વિષમ કાળમાં તો આ બાબત ઉપર ઉપદેશકે વિશેષ લક્ષ આપવું જરૂરી છે. (૨/૨૦)
બાલ જીવને ઉપદેશમાં કહેવાની ચીજ ગ્રન્થકારશ્રી આગળના શ્લોકમાં બતાવે છે.
ગાથાર્થ :- લોચ, ભૂમિશયન, વિવિધ તપ, પરિષહ સહન, અલ્પ ઉપકરણ આદિ બાહ્ય આચાર બાલ જીવને સારી રીતે કહેવાય. (૨/૨૧)
ટીકાર્થ :- ગાથામાં રહેલ ‘આદિ' શબ્દથી “પગરખાં ન પહેરવા, રાત્રે માત્ર બે પ્રહરની નિદ્રા,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International