________________
द्वात्रिंशिका
• આ અમૃત છે. લો, ચાખો •
17
અંતઃસ્થલમાં કેવો રમે છે તે જેમના ચહેરા ઉપર જણાઈ આવે તેવા મુનિપ્રવ૨ શ્રીયશોવિજયજી મહારાજે આ વિશિષ્ટ શ્રુતભક્તિ દ્વારા શ્રમણોને એક આદર્શ આપ્યો છે.”
દરેક બત્રીસીની ટીકામાં તે તે વિષયને પુષ્ટ કરતાં તે તે સ્થળે હજારો ગ્રન્થોના ઉદાહરણ / ઉદ્ધરણ સ્થળો આપ્યા, તે તેમની ટીકાની આગવી વિશેષતા છે. કોઈ પણ પેજને ગમે ત્યાંથી ખોલો પણ ઉદાહરણ / ઉદ્ધરણ સ્થળો ન હોય તેવું ના બને. વિશદ બોધ, તત્ક્ષણ સ્મૃતિ અને જેની જ્યાં જરૂર છે તે સાક્ષીપાઠની ઉપલબ્ધિ-આ એક પ્રકારની લબ્ધિ જ છે ને ?...”
‘‘પ્રસ્તુત દ્વાત્રિંશદ્દ્વાત્રિંશિકાની તત્ત્વાર્થદીપિકા વૃત્તિ ઉપર મુનિ યશોવિજયજી દ્વારા રચિત શ્રીનયલતા ટીકા એટલે જાણે ખજાનો... બહુમૂલ્ય ખજાનો... ૧૧૫૦ કરતાં વધુ ગ્રન્થોના ૧૧૫૦૦ કરતાં વધુ સાક્ષીપાઠો આ ગ્રન્થમાં મૂકવામાં આવ્યા છે.”
આ જ પ્રસ્તાવનાકાર મુનિરાજશ્રી, મુનિશ્રી યશોવિજયના ગુર્જર વિવેચન માટે જે શબ્દો લખે છે તે જરા વાંચો : ગુજરાતી વિવેચન દ્વારા તો ભાવોને એકદમ સરળ અને સ્વાદુ બનાવ્યાં છે. ગોળ જેમ તરત ગળે ઉતરી જાય, તેમ આ ગુજરાતી વિવેચન પણ તરત પ્રજ્ઞામાં ઉતરી જાય તેવું છે.”
વિદ્વદ્વિભૂષણ એવા પ્રસ્તાવનાલેખક મહાત્માઓના ઉપર્યુક્ત અવતરણો નયલતાટીકાકાર પૂ.વિદ્વદ્વરેણ્ય મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજની બહુશ્રુતતા, પ્રખર પાંડિત્ય અને સભ્યજ્ઞાનની વિરલ સાધના માટે સુપર્યાપ્ત માહિતી પૂરી પાડે છે.
‘‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા’’ નામના આ મહાકાય ગ્રન્થની આઠ ભાગમાં રચના માટે પૂ.મુનિરાજશ્રીએ પાંચ વર્ષ સુધી લગાતાર અવિરત પરિશ્રમ કર્યો છે. અને ૨ વર્ષ જેટલો સમય ગ્રંથ મુદ્રણ-સંપાદનપ્રુફશોધન વગેરેની પાછળ પસાર થયો છે. પાંચ વર્ષ એટલે એક યુગ જેટલા સમયની સુદીર્ધ સાધના પછી આ મહાન આઠ ગ્રન્થરત્નો પૂ.મુનિશ્રીએ જૈનસંઘને અને સમગ્ર વિશ્વને ભેટરૂપે ધર્યા છે. આ જૈન સંઘ માટે સહર્ષ ગૌરવ લેવા જેવી ઘટના ગણાય.
નયલતા ટીકાની રચનામાં મુનિરાજશ્રીએ જે મૂલ્યવાન સામગ્રી પ્રસ્તુત કરી છે, તેમાં નોંધપાત્ર રીતે જૈનદર્શનના ૪૫ આગમોની સાથે બૌદ્ધદર્શનના ત્રિપિટક ગ્રન્થો મઝિમનિકાય, દીર્ઘનિકાય, અંગુત્તરનિકાય, સંયુત્તનિકાય, ધમ્મપદ, વિશુદ્ધિમગ્ન વગેરેના અવતરણોનો સમવતાર કર્યો છે. તદુપરાંત ઉપનિષદો જેવા કે બૃહદરાણ્યક, કઠોપનિષદ્, કેનોપનિષદ્, આત્મોપનિષદ્, મહોપનિષદ્ વગેરે... ૧૮૦ ઉપનિષદોના તથા ભગવદ્ગીતા, કૃષ્ણગીતા, અષ્ટાવક્રગીતા, શંભુગીતા, દેવીગીતા, રમણગીતા, સૂર્યગીતા, ગણેશગીતા, અર્હદ્ગીતા વગેરે ૨૨ ગીતાઓના, તેમજ ગરુડપુરાણ, વાયુપુરાણ, પદ્મપુરાણ વગેરે ૨૭ જેટલા પુરાણોના, તે જ રીતે મનુસ્મૃતિ, પારાશરસ્મૃતિ, વ્યાસસ્મૃતિ, જમદગ્નિસ્મૃતિ, ગૌતમસ્મૃતિ, ધર્મસ્મૃતિ વગેરે ૩૦ સ્મૃતિઓના અને સંહિતાઓમાં વાજપેયસંહિતા, અગ્નિસંહિતા, રુદ્રસંહિતા, સાયણ સંહિતા વગેરે ૧૪ સંહિતાના- આમષર્શનના અન્ય-અન્ય અધ્યાત્મ ગ્રંથોના સમવતાર કરીને મુનિરાજશ્રીએ નયલતા ટીકાને ખરેખર “અદ્ભુત” વિશેષણથી નવાજવી પડે તેવી સમૃદ્ધ બનાવી છે. આ ટીકા અભ્યાસી- -જિજ્ઞાસુઓ માટે અત્યંત સુખદાયી નીવડનારી બની રહેશે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org