________________
16
• આ અમૃત છે. લો, ચાખો •
द्वात्रिंशिका
કરી રહ્યા છે, તે કરતાં જ રહે, કરતાં જ રહે. હજી બાકીની યશોગ્રન્થશ્રેણિ ઉપર આ રીતની વિવેચના શ્રીશ્રમણસંઘના કરકમળમાં અર્પણ કરતા રહે તેવી શુભેચ્છા.'
પ્રથમ ભાગની અન્ય પ્રસ્તાવનાના લેખક પૂ.આ.શ્રીરાજયશસૂરીશ્વરજી મહારાજ પ્રસ્તાવનામાં લખે છે કે ‘‘લગભગ ૨૦ વર્ષના નાના દીક્ષા-પર્યાયમાં જ આવું અનુપમ લેખન કાર્ય કરનારા મુનિ માત્ર અમારા જ નહીં, પણ સર્વના આદરપાત્ર બન્યા છે. તેમની આવી પ્રજ્ઞા અને શ્રુતસાધના હોવા છતાંય તેમના ત્યાગે, ત્યાગ પ્રતિના આદરે, વિનયભાવે અને ગુણાનુરાગે મને ખૂબ જ આકર્ષિત કર્યો છે.”
બીજા ભાગની પ્રસ્તાવનામાં પૂ.આ.શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજ લખે છે કે ‘મુનિશ્રી યશોવિજયજીની વિદ્વત્તા, બહુશ્રુતતા, તાર્કિકતાના દર્શન એમની ટીકા અને અનુવાદમાં પંક્તિએ પંક્તિએ થાય છે. પ્રસ્તુત ‘નયલતા' ટીકામાં ૧૧૫૦ જેટલા ગ્રંથોના સંદર્ભ આપ્યા છે. આપણને એમ થાય છે કે આટલા બધા સંદર્ભોને ટાંકવા એ કેટલું મોટું મહાભારત કામ છે ? આપણે ત્યાં લોકપ્રકાશ (૭૦૦ ગ્રંથો) અને ધર્મસંગ્રહ (૨૫૦ ગ્રન્થો) જેવા વિપુલ પ્રમાણમાં શાસ્ત્રપાઠો ટાંકનારા આકરગ્રન્થો બહુ થોડા છે.”
ચોથા ભાગની પ્રસ્તાવનામાં પૂ.પંન્યાસશ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજ લખે છે કે “મુનિશ્રી યશોવિજયજી પોતે વર્તમાનકાળના જબરદસ્ત વિદ્વાન, મહાસંયમી, મહાતાર્કિક અને સાથે સાથે મહાન સાધક પણ છે. નાની ઉંમરમાં ચારિત્ર લઈને બહુ જ થોડા વર્ષોમાં ઘણો ઊંડો સ્વ-પરદર્શનનો અભ્યાસ કરી, એમાંથી પ્રાપ્ત થયેલ નિચોડ-રહસ્ય જગતને આપી રહ્યા છે. આ પહેલાં પણ મુનિશ્રીએ ઘણાં સંસ્કૃતગ્રન્થો ઉપર ટીકાઓ તેમજ વિવેચન લખીને જૈન સમાજને વિપુલ સાહિત્યનું નજરાણું આપ્યું છે.”
પાંચમા ભાગની પ્રસ્તાવનામાં, પૂ.મુનિવરશ્રી યશોવિજયજી મ.ના જ વિદ્યાગુરુવર પૂ.પરમ વિદ્વાન્, તર્કશાસનિપુણમતિ આચાર્યશ્રી વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજ લખે છે કે, “અદ્યતન મુનિશ્રી યશોવિજયજીએ આ ગ્રન્થમાં પૂ.ઉપા.જી.મ.ના વિવેચન ઉપર સંસ્કૃતમાં નવું વિવેચન (અને ગુજરાતી ભાવાર્થ) આપ્યું છે, તે ઉહાપોહ કરવા માટે ભરપૂર સામગ્રી પૂરી પાડે છે. કારણ કે તેઓએ દરેક પાને પાને પ્રસ્તુત અર્થ સંદર્ભોની તુલના માટે જથ્થાબંધ અન્ય ગ્રન્થોના ઉદાહરણો પ્રસ્તુત કર્યા છે. આ રીતે તેમણે વર્તમાન (અને ભાવિ) પેઢી માટે જબરદસ્ત સહાયકાર્ય ખડુ કર્યું છે. ઉપાધ્યાયજી મ.ની કઠિન પંક્તિઓના અર્થ-ભાવાર્થ પણ તેમણે સમજાય તે રીતે સરળ કરી આપ્યા છે, તે ઘણા આનંદ અને અભિનન્દનનો વિષય છે. વર્તમાનકાળમાં આ પ્રકારનું બહુશ્રુતપણું ધારણ કરવામાં આ મુનિવરનું સ્થાન કોઈ પણ રીતે પાછળ પડે તેવું નથી.”
પાંચમા ભાગની પ્રસ્તાવનાના લેખક વિદ્વાન્ ઉમંગભાઈ એ. શાહ લખે છે કે ‘મહોપાધ્યાયજી મહારાજે બતાવેલ પદાર્થને સ્પષ્ટ કરવા અનેક નયોનો આશ્રય લીધો હોવાથી આ ટીકાનું નામ ‘નયલતા’ રાખેલ છે જે સાર્થક છે.”
‘નયલતા’ ટીકાકાર અને ‘નયલતા ટીકા' બન્નેની વિશેષતા દર્શાવતા વિર્ય પૂ.મુનિરાજશ્રી ભાગ્યેશવિજયજી મહારાજ ત્રીજા ભાગની પ્રસ્તાવનામાં જે લખે છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ... ‘“એમ લાગે છે કે પતંજલિ ઋષિએ કહેલ ચિત્તવૃત્તિનિરોધના ઉપાયભૂત ‘અભ્યાસ’ આ મહાત્માએ (મુનિ યશોવિજયજીએ) સિદ્ધ કર્યો છે. અભ્યાસને સ્થિર કરનારા ત્રણ પદાર્થો ચિરકાલ, નિરંતર અને આ ત્રણેય તેમનામાં આત્મસાત થયા છે તેવું લાગે... એમાં ય જિનવચન પરનો આદર
આદર...
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only