SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • યશોજલધિપ્રવેશે નાવા • આવા ગ્રન્થોના અધ્યયનથી જીવનમાં નિરાગ્રહ બુદ્ધિ અને અનેકાંતદષ્ટિની પ્રાપ્તિ થાય તે હેતુ હોવો જોઈએ. અને તે જ તેનું ફળ છે. દા.ત. પૃ.૧૦૪ ઉપર એક મહત્ત્વની પંક્તિ છે. अत एव अन्यत्रापि अविसंवादिनोऽर्थस्य दृष्टिवादमूलकत्वात् तन्निराकरणे दृष्टिवादस्य निराकरणम् इति ।। - આ પદાર્થ જોડશ પ્રજર માં પણ છે. ત્યાં (૧૬/૧૩) તો ઉપાધ્યાયજી મહારાજે તેની વૃત્તિમાં એવું વિધાન કર્યું છે કે તેવા ગ્રન્થમાં છૂપાયેલી સ્યાદ્વાદસંગત બાબતોને બહાર લાવવી અને એવા અન્યાન્ય દર્શનમાં કથિત ભાવો પ્રત્યે કદાગ્રહથી મુક્ત થઈને જોવાનું. આ ગ્રંથો શીખવે છે. અને તે રીતે તે તે સ્થાને મૂળ વિષયને સ્પષ્ટ કરનારા સંક્ષેપ-વિસ્તારશૈલીથી લખાયેલા ભાવોને ખૂબ જ ઉદારતાપૂર્વક મધ્યસ્થ બુદ્ધિથી વિવરણકાર વિદ્વદર્ય મુનિરાજે અહીં એકત્રિત કર્યા છે. આ પહેલા ભાગમાં એકથી ચાર બત્રીસી આપવામાં આવી છે. વિષયો પાર વિનાના છે. અહીં પ્રત્યેક બત્રીસીના વિષયનું રસદર્શન કરાવવાનું મુનાસીબ નથી માન્યું. વિસ્તૃત વિષયાનુક્રમણિકા જોવાથી પણ તેની જાણકારી મળી રહેશે. મારું કામ તો “આ અમૃત છે. લો, ચાખો અને તેનો આસ્વાદ કરવા તૈયાર થાઓ.” એટલું આંગળી ચીંધ્યાનું પુણ્ય રળવાનું છે અને એ હું કરી શક્યો છું. ઉપાધ્યાયજી મહારાજના નામમાં પણ કોઈ શક્તિ લાગે છે. તેમના જ નામધારી મુનિરાજશ્રીએ નાની વયમાં આવું પ્રગર્ભ પાંડિત્ય ગુરુકૃપા વડે હાંસલ કર્યું છે. અને હવે તે છૂટે હાથે, મોકળા મને તેની લ્હાણી શ્રીસંઘને કરી રહ્યા છે અને તે કરતાં જ રહે, કરતાં જ રહે. હજી બાકીની યશોગ્રન્થશ્રેણિ ઉપર આ રીતની વિવેચના શ્રી શ્રમણ સંઘના કરકમળમાં અર્પણ કરતાં જ રહે તેવી જ શુભેચ્છા પાઠવવી ઉચિત જણાય છે. અને એ જ શુભેચ્છા. * વિ.સં.૨૦૫૮ પોષ વદિ ૪ શ્રી નેમિસૂરિ જ્ઞાનશાળા, રીલીફ રોડ, પાંજરાપોળ, અમદાવાદ-૧. શ્રી નેમિ-અમૃત-દેવહેમચન્દ્રસૂરિશિષ્ય વિજય પ્રદ્યુમ્નસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy