________________
|| જીવતત્ત્વપૂર્ણ ||
અજીવતત્ત્વ धम्माधम्मागासा तिय तिय भेआ तहेव अद्धा य । खंधा देस पएसा परमाणु अजीव चउदसहा ।।
અજીવતત્વ કોને કહેવાય ? જેનામાં જીવ ન હોય તે અજીવ. જે પદાર્થ ચૈતન્યરહિત, ઉપયોગરહિત હોય તે અજીવ કહેવાય. તે અજીવના મુખ્ય પાંચ ભેદ અને ચૌદ પેટાવિભાગ છે.
ઉપરોક્ત ગાથા દ્વારા બાલાવબોધકારે અજીવતત્ત્વના મુખ્ય પાંચ અને ગૌણ ચૌદ ભેદો દર્શાવ્યા છે.
મુખ્ય ભેદો ગૌણ ભેદો ધર્માસ્તિકાયના દ્રવ્ય (સ્કંધ), દેશ, પ્રદેશ ૩ ભેદ છે. અધર્માસ્તિકાયના દ્રવ્ય (સ્કંધ), દેશ, પ્રદેશ ૩ ભેદ છે. આકાશાસ્તિકાયના દ્રવ્ય (સ્કંધ), દેશ, પ્રદેશ ૩ ભેદ છે. કાળનો એક ભેદ
૧ ભેદ છે. પુદ્ગલાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ ૪ ભેદ છે.
અજીવતત્વના કુલ ૧૪ ભેદ અહીં બાલાવબોધકારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના ત્રણ ભેદો – દ્રવ્ય, દેશ અને પ્રદેશ ગણાવ્યા છે અર્થાત્ ધર્માસ્તિકાયાદિમાં અંધ સંજ્ઞા કહી નથી કેમકે ધર્માસ્તિકાયાદિ અખંડ દ્રવ્યરૂપ છે તેમાં સંયોજન, વિભાજન થતું નથી તેથી ધર્માસ્તિકાયદ્રવ્ય, અધર્માસ્તિકાય દ્રવ્ય, આકાશાસ્તિકાય દ્રવ્ય કહ્યું છે.
પુદ્ગલાસ્તિકાયમાં સંયોજન-વિભાજન થાય છે માટે પુદ્ગલમાં સ્કંધ સંજ્ઞા કહી છે. અર્થાત્ પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ – સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ એમ ચાર ગણાવ્યા છે.
મૂળગાથામાં ઘમ્મઘમ્મા'THI પદ છે. તેની સાથે જોડાયેલ અસ્તિકાય શબ્દનો અર્થ બાલાવબોધકારે સ્પષ્ટતાપૂર્વક સમજાવ્યો છે કે “અસ્તિ કહાઈ પ્રદેશ તેહ તણઉ કાય ભણીઇ સંધાત=સમૂહ” અસ્તિકાય = પ્રદેશોનો સમૂહ.
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org