________________
નવતત્ત્વ બાલાવબોધ : ગૌતમપૃચ્છા બાલાવબોધ : ભક્તામરસ્તોત્ર બાલાવબોધ : આરાધનાપતાકા બાલાવબોધ : અનેકવિચાર સંગ્રહ બાલાવબોધ :
આમ વિવિધ વિષયો પર બાલાવબોધોની રચના કરી છે. તે ઉપરાંત ગુજરાતીમાં સ્તવનોની રચના પણ કરી છે. જેવાં કે -
અર્બુદાચલસ્તવન', “ગિરનારસ્તવન', “નવખંડસ્તવન', “સ્તંભનપાર્શ્વનાથ
વગેરે.
આ ઉપરાંત તેમની સંસ્કૃત કૃતિઓની રચના પણ મળે છે – ભાષ્યત્ર ચૂર્ણિ”, “રત્નકોશ', “કલ્યાણસ્તવન”, “નવસ્તવન' વગેરે સંસ્કૃત ભાષાની રચના છે. “આરાધના રાસ' પ્રાય: પ્રાકૃતમાં રચાયો છે. આમ વિવિધ ભાષાઓમાં રચના જોતાં તેમની સર્વદેશીય વિદ્વત્તાનો પરિચય થાય છે.
સોમસુંદરસૂરિનો શિષ્ય પરિવાર પણ વિશાળ અને વિદ્વાન હતો. તેમના કેટલાક શિષ્યો લેખકો હતા, કોઈ ઉપદેશકો હતા તો કોઈ વાદીઓ તો કોઈ ગ્રંથકારો પણ હતા.
તેમના પટ્ટધરશિષ્ય મુનિસુંદરસૂરિ સહસાવધાની હતા. તેમણે શાન્તિકરસ્તવ', “અધ્યાત્મકલ્પદ્રુમ”, “ઉપદેશરત્નાકરસ્વોપજ્ઞવૃત્તિ સહિત', નૈવિધ્યગોષ્ઠી', “ગુર્નાવલી” આદિ અનેક ગ્રંથોની રચના કરી છે.
બીજા શિષ્ય જયચંદ્રસૂરિએ “પ્રત્યાખ્યાનસ્થાનવિવરણ”, “સમ્યક્ત્વકૌમુદી', પ્રતિક્રમણ વિધિ' આદિ ગ્રંથોની રચના કરી છે.
ભુવનસુંદરસૂરિએ પરબ્રહ્મોત્થાપનસ્થલવાદગ્રંથ' “લઘુમહાવિદ્યા વિડંબન', વ્યાખ્યાન દીપિકા', આદિની રચના કરી છે.
રત્નશેખરસૂરિએ “શ્રાદ્ધપ્રતિક્રમણ' તથા “પડાવશ્યક ઉપર અર્થદીપિકા', ‘આચારપ્રદીપ”, “હૈમવ્યાકરણ પર અવચૂરિ' વગેરે ગ્રંથોની રચના કરી છે.
બીજી એક નોંધનીય બાબત એ છે કે – મધ્યકાલીન સાહિત્ય અને સાહિત્યકારોનો પરિચય અનેક ગ્રંથોમાં છે તેમાં મુખ્યત્વે – ૧. જૈનસાહિત્યનો ઇતિહાસ (પૃ. ૪૬૬-૬૭)માં શ્રી સોમસુંદરસૂરિના વિશાળ શિષ્યાદિ પરિવારનો ઉલ્લેખ છે. બાલાવબોધકાર અને રચના સમય
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org