________________
૧
મધ્યકાલીન સાહિત્યનો પરિચય
સાહિત્ય અને સાહિત્યપ્રકારો :
જેમાં વાણી અને અર્થનો સમતોલ, સુચારુ વ્યવહાર થાય છે તેવું ‘સહિતત્વ' જેમાં છે તે સાહિત્ય.
મમ્મટે લખ્યું છે તે મુજબ ‘રામવિવત્ તિતવ્યં'નો જીવનસંદેશ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જેનાથી ભાષામાં, વ્યવહારમાં સંસ્કારિતા, શાલીનતા અને સૌહાર્દ ઝળહળે છે તથા જીવનમાં સાત્ત્વિક ભાવોનું સર્જન અને સંવર્ધન થાય છે તે સાહિત્ય. માટે જ શબ્દસ્વામી કાલિદાસને યાદ કરીને કહીએ તો શબ્દ અને અર્થ (સાહિત્ય) એ જગતનાં માતા-પિતા છે.
સાહિત્યમાં જે કંઈ વર્ણન, કથન કે લેખન કરવામાં આવે છે તેમાં કવિ, લેખક કે વક્તા પોતાના હૃદયની ઊર્મિઓ અને ભાવજગતની હૃદયંગમ અનુભૂતિની અભિવ્યક્તિનું, સૂક્ષ્મ વિચારોના અટપટા તાણાવાણાઓનું ગુંફન પોતાની આગવી લાક્ષણિક શૈલીમાં કરતા હોય છે. તેમાં ઊર્મિઓ કે કલ્પનાઓના ભાતીગળ પોતનું સુંદર ચિત્રણ થાય છે. ઊર્મિપ્રધાન, કલ્પનાપ્રધાન વાડ્મયને ‘લલિત વાડ્મય' પ્રકારનું સાહિત્ય કહેવાય છે. ગન વિચારતંતુઓના તર્કપ્રધાન નિરૂપણને ‘શાસ્ત્ર' કહેવાય છે. આ દૃષ્ટિકોણથી કાવ્યમીમાંસાકાર રાજશેખર (૯મી શતાબ્દી)ના ‘વાડ્મયનુમયથા શાસ્ત્ર ાવ્યું T।' આ કથનને મૂલવવું જોઈએ.
Jain Education International
મધ્યકાલીન સાહિત્યનો પરિચય
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org