________________
:
૨. બહુબંધ : આત્મા અને કર્મ પુદ્ગલોનું જોડાણ તે બદ્ધ. ભીનાવસ્ત્ર ઉપર ધૂળ લાગવા સમાન બદ્ધબંધ.
૩. નિધત્ત : આત્મા અને કર્મોનો સઘન સંબંધ તે નિધત્ત. તેલથી ખરડાયેલ વસ્ત્ર ઉપર ધૂળ ચોંટવા સમાન નિધત્તબંધ.
૪. નિકાચિત : આત્મા અને કર્મોનો ગાઢ સંબંધ થવો. જે કર્મનું ફળ નિશ્ચિતરૂપથી ભોગવાય તે નિકાચિત તેમાં ઉર્તન, અપવર્તન આદિ પરિવર્તન થતું નથી. ગોળ (પીગળેલો ગોળ) સાથે ચોંટેલા રજકણો સમાન નિકાચિત બંધ.
આત્મા શુદ્ધ-નિર્મલતત્ત્વ છે. કર્મના સાહચર્યથી તે મલિન બને છે. આ કર્મ અને આત્માનો સંબંધ અનાદિથી છે. તેને સમજાવવા સુવર્ણ અને માટીના સંબંધનું રૂપક આપ્યું છે કે - જેમ સુવર્ણ અગ્નિના તાપ વડે માટીથી પૃથક્ થઈ વિશુદ્ધ બને છે તેવી રીતે શુભ અનુષ્ઠાનોના તાપ દ્વારા આત્મા કર્મ સાથેના અનાદિકાલીન સંબંધને તોડી પરમવિશુદ્ધ બને છે.
॥ બંધતત્ત્વપૂર્ણ |
મોક્ષતત્ત્વ
મોક્ષ=મુક્તિ. આત્માના પરમ વિશુદ્ધ સ્વરૂપને મોક્ષ કહેવાય છે. આત્મા જ્યારે સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકૂચારિત્રની સાધના દ્વારા કર્મપુદ્ગલોના આવરણને સર્વથા નષ્ટ કરી દે તથા રાગ અને દ્વેષ આદિને દૂર કરી શુદ્ધ થઈ જાય ત્યારે મોક્ષ પ્રાપ્ત કરે છે. મોક્ષ એ આત્માની સત્-ચિત્ત- આનંદની અવસ્થા છે. મોક્ષ પ્રાપ્ત કરવાના ચાર સાધન યાને ઉપાય છે.19
(૧) સમ્યગ્દર્શન = તત્ત્વોની યથાર્થશ્રદ્ધા, તાત્ત્વિક રુચિ.
(૨) સમ્યાન સ્વરૂપને જાણવું.
(૩) સમ્યકૂચારિત્ર (૪) સમ્યકૃતપ =
Jain Education International
= તત્ત્વોનો યથાર્થપરિબોધ, પદાર્થના વાસ્તવિક
યથાર્થ આચરણ, આશ્રવનો નિરોધ કરવો.
ઇચ્છાઓનો નિરોધ.
=
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org