________________
જેવી રીતે કોઈ મોદકમાં મધુરરસ, કડવોરસ, તીખોરસ હોય છે તેમાં મધુરતા, કટુતા આદિ રસોની ન્યૂનાધિકતા હોય છે તેમ કર્મદલિકોમાં પણ અધ્યવસાયો અનુસાર શુભત્વ, અશુભત્વ, તીવ્રતા, મંદતાનું તારતમ્ય હોય છે. આ પ્રમાણે વિવિધ પ્રકારે તીવ્રરસ, મંદરસની અનુભૂતિ તે અનુભાગબંધ. ૪. પ્રદેશબંધ : પ્રદેશ=પરિમાણ, જથ્થો. ગૃહીત કર્મપુદ્ગલોનું પરિમાણ નક્કી થાય તે પ્રદેશ બંધ કહેવાય. જેમ કોઈ મોદક સો ગ્રામ, અઢીસો ગ્રામનો તો કોઈ પાંચસો ગ્રામનો હોય અર્થાત્ કોઈ નાનો હોય તો કોઈ મોટો હોય તેવી રીતે કેટલાક કર્મમાં પરમાણુઓની સંખ્યા વધુ હોય તો કોઈમાં ઓછી હોય આ પ્રમાણે ભિન્ન-ભિન્ન માપ-પરિમાણના દલિકોનો બંધ થાય તે પ્રદેશબંધ. આ પ્રમાણે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ તે કર્મબંધની પ્રક્રિયા છે. તેમાં પ્રતિબંધ અને પ્રદેશબંધ યોગના કારણે થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ તે કષાયથી થાય છે. કર્મના મૂળભેદ આઠ છે અને ઉત્તરભેદ ૧૫૮ છે. પ્રત્યેકકર્મનો ભિન્નભિન્ન સ્વભાવ છે, ભિન્ન ભિન્ન સ્થિતિ છે, ભિન્ન-ભિન્ન ગુણોનો ઘાત કરે છે. તે આ પ્રમાણે છે.
મૂળ
ઉત્તરભેદ
સ્વભાવ
ગુણનો ઘાત
સ્થિતિ
અબાધાકાલ
જ્ઞાનાવરણ
૫
આંખના પાટા જ્ઞાનગુણને સમાન
અટકાવે
જઘન્ય- ૩૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-ત્રીસ ક્રોડાકોડી સાગર, જઘન્ય- ૩૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-ત્રીસ કોડાક્રોડી સાગર.
દર્શનાવરણ
૯
પ્રતિહારી સમાન દર્શનગુણને
અટકાવે
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org