SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાવચનો સાંભળી જે ધર્મભ્રષ્ટ ન થાય તે અજ્ઞાન પરીષહ. અથવા ઘણો પરિશ્રમ કરવા છતાં એક શ્લોક યાદ ન રહે કે આગમતત્ત્વોને જાણી ન શકે તો પણ મનમાં ખેદ ધારણ ન કરે તે અજ્ઞાન પરીષહ. ૨૨. વિશ્વમાં સ્વર્ગાદિ પરલોક નથી, ધર્મ નથી, સર્વજ્ઞ નથી કારણ કે આ બધું પ્રત્યક્ષ દેખાતું નથી આ પ્રમાણે કુવચનો સાંભળી સમ્યક્ત્વનો નાશ ન થાય તે સમ્યકત્વપરીષહ અથવા સર્વજ્ઞ પ્રરૂપિત આગમ વચનોના સૂક્ષ્માર્થને ન સમજવાથી મતિવ્યામોહ ઉત્પન્ન ન થાય તે સમ્યકત્વ પરીષહ. ૪. યતિ ધર્મ : શ્રમણ ધર્મ. આવશ્યક ચૂર્ણિમાં શ્રમણ ધર્મનું વર્ણન કરતા ક્ષમા વગેરે ધર્મોની પહેલા ઉત્તમ શબ્દ જોડાયેલો છે તેથી યતિ ધર્મ એટલે ઉત્તમ ધર્મ આ ધર્મ દશ પ્રકારના છે. 4 ક્ષમા : ક્ષાંતિ. ક્રોધ ન કરવો તે ક્ષમા. ક્રોધનું નિમિત્ત પ્રાપ્ત થવા છતાં પણ સહનશીલતા રાખવી તે ક્ષમા ધર્મ. માર્દવ : મૃદુતા, કોમળતા. માનનો ત્યાગ તે માર્દવ કુળ, રૂપ, શ્રીમંતાઈ, સત્તા, પ્રતિષ્ઠા વગેરેના અહંકારનો ત્યાગ કરવો તે માર્દવ ધર્મ. આર્જવઃ ઋજુતા, સરળતા, કુટિલભાવ યાને માયાનો ત્યાગ તે આર્જવ ધર્મ. મુક્તિ ઃ નિર્લોભતા. આકાંક્ષાઓથી મુક્ત થવું અર્થાત્ લોભકષાય ઉપર વિજય પ્રાપ્ત કરવો તે મુક્તિધર્મ. તપ : ઇચ્છાઓ ઉપર અંકુશ લગાવવો તે તપ. આ તપ નિયમ અને અભિગ્રહરૂપ હોય છે. સત્ય : યથાર્થવચન. સંયમ : હિંસાદિનો ત્યાગ કરવો તે સંયમ. આ સંયમ સત્તર પ્રકારનો છે - હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ આ પાંચ આશ્રવ અર્થાત્ જેનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy