________________
કર્મબદ્ધ જીવને શરીર હોય છે. શરીરમાં વીર્ય સ્ફુરિત થાય છે. વીર્ય થકી યોગ-મન, વચન અને શરીરની પ્રવૃત્તિ તથા યોગથી પ્રમાદ પેદા થાય છે. (૫૧)
५२. प्रमादेन च योगेन, जीवोऽसौ बध्यते पुनः । વન્દ્વોયેનૈવ, ખુલ્લું દુઃલગ્ન લખતે ।।
પ્રમાદ અને યોગ થકી જીવ પુનઃ કર્મથી આબદ્ધ બને છે અને બંધાયેલાં કર્મોના ઉદયથી જ તે સુખ-દુઃખ પામે છે. (૫૨) अनुभवन् स्वकर्माणि, जायते म्रियते जनः । प्राधान्यं नेच्छितानां यत्, कृतं प्रधानमिष्यते ।।
૧૨.
પ્રાણી પોતાનાં કર્મોનો ભોગ કરતાં કરતાં જન્મે છે, મરે છે. કર્મ સિદ્ધાંત અનુસાર ઇચ્છાની પ્રધાનતા નથી, પરંતુ કૃતની પ્રધાનતા છે. અર્થાત્ માણસ જે ઇચ્છે છે તે નથી થતું પરંતુ તેણે તેનું ફળ પણ ભોગવવું પડે છે કે જે તેણે અગાઉ કર્યું હોય. (૫૩)
૪.
સુવાનામપિ દુઃવાનાં, ક્ષયાય પ્રયતો મવ | लप्स्यसे तेन निर्द्वन्द्वं, महानन्दमनुत्तरम् ।।
મેઘ ! તું સુખ અને દુઃખને ક્ષીણ ક૨વાનો પ્રયત્ન કર. તું તમામ દ્વન્દ્વોથી મુક્ત, સૌથી મુખ્ય પરમ આનંદ-મોક્ષને પામીશ. (૫૪)
Jain Education International
५५. मननं जल्पनं नास्ति, कर्म किञ्चिन्न विद्यते । विरज्यमानोऽकर्मात्मा, भवितुं प्रयतो भव ।।
મોક્ષમાં મન, વાણી અને કર્મ નથી હોતાં-ન તો મનન કરવામાં આવે છે કે ન તો ભાષણ કરવામાં આવે છે અને ન તો લેશમાત્ર પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યાં આત્મા ‘અકર્મા’ હોય છે. મેઘ ! તું વિરક્ત થઈને ‘અકર્માત્મા’ બનવાનો પ્રયત્ન કર. (૫૫)
સંબોધિ ર ૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org