________________
સુખ-દુઃખ મીમાંસા
मेघः प्राह १. सुखानि पृष्ठतः कृत्वा, किमर्थं कष्टमुद्वहेत् ।
जीवनं स्वल्पमेवैतत्, पुनर्लभ्यं न वाऽथवा ।। મેઘ બોલ્યો, સુખોની ઉપેક્ષા કરીને દુઃખો શા માટે સહન કરવાં જોઈએ, ખાસ કરીને જીવનની અવધિ અલ્પ છે અને કોણ જાણે આવું જીવન ફરીથી ક્યારે પ્રાપ્ત થશે તેની ખબર પણ નથી હોતી ત્યારે ? (૧)
भगवान् प्राह २. सुखासक्तो मनुष्यो हि, कर्तव्याद् विमुखो भवेत् ।
धर्मे न रुचिमाधत्ते, विलासाबद्धमानसः ।। ભગવાને કહ્યું, જે માણસ સુખમાં આસક્તિ ધરાવે છે અને વિલાસમાં રચ્યોપચ્યો રહે છે તેને ધર્મમાં રુચિ રહેતી નથી, તે કર્તવ્યથી પણ વિમુખ થઈ જાય છે. (૨)
३. कर्त्तव्यञ्चाप्यकर्त्तव्यं, भोगासक्तो न शोचति ।
कार्याकार्यमजानानो, लोकश्चान्ते विषीदति ।। ભોગમાં આસક્ત રહેનાર વ્યક્તિ કર્તવ્ય અને અકર્તવ્ય વિશે વિચારી પણ શકતી નથી. કર્તવ્ય અને અકર્તવ્યને ન જાણનાર વ્યક્તિ અંતે, પરિણામ સમયે વિષાદ પામે છે. (૩)
मेघः प्राह ४. सुखं स्वाभाविकं भाति, दुःखमप्रियमङ्गिनाम् । तत् किं दुःखं हि सोढव्यं, विहाय सुखमात्मनः ।।
સંબોધિ ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org